________________
४०८
આગમ કથાનુયોગ-૩
વિજયઘોષના યજ્ઞમંડપમાં ઉપસ્થિત થયો. ૦ ભિક્ષાદાનનો નિષેધ :
યજ્ઞકર્તા બ્રાહ્મણે ભિક્ષા માટે ઉપસ્થિત થયેલ મુનિને ઇન્કાર કરતા કહ્યું કે, ભિક્ષુ! હું તમને ભિક્ષા આપીશ નહીં, અન્યત્ર યાચના કરો.
જે વેદોના જ્ઞાતા વિપ્ર–બ્રાહ્મણ છે, યજ્ઞ કરનારા દ્વિજ છે અને જ્યોતિષના અંગોના જ્ઞાતા છે તેમજ ધર્મશાસ્ત્રોના પારગામી છે. (તથા) જે પોતાને અને બીજાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે, હે ભિક્ષુ આ સર્વકામિક – સર્વ રસયુક્ત અને બધાંને અભિષ્ટ અન્ન તેમને જ આપવાનું છે.
ત્યાં, આ પ્રમાણે યાજક વિજયઘોષ દ્વારા મનાઈ કરાઈ ત્યારે ઉત્તમ અર્થની ખોજ કરનારા તે મહામુનિ રોષાયમાન ન થયા કે પ્રસન્ન ન થયા. ત્યારપછી અન્નને માટે કે પાન માટે કે જીવનનિર્વાહ માટે નહીં, પણ તેમના વિમોક્ષણ અને કલ્યાણના હેતુ માટે મુનિએ આ પ્રમાણે કહ્યું– ૦ જયઘોષમુનિ દ્વારા વેદ આદિ વિષયમાં વ્યાખ્યાન :
હે વિપ્ર ! તું વેદના મુખને જાણતો નથી તેમજ જે યજ્ઞોનું મુખ છે, જે નક્ષત્રોનું મુખ છે અને જે ધર્મોનું મુખ છે, તેને જ તમે જાણતા નથી. જે પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે, તેને પણ તું જાણતો નથી. જો તું જાણતો હોય તો બતાવ
તેમના (મુનિના આક્ષેપો–પ્રશ્રોનો પ્રમોશ અર્થાત્ ઉત્તર આપવામાં અસમર્થ બ્રાહ્મણે પોતાની સમગ્ર પર્ષદા સામે હાથ જોડીને તે મહામુનિઓને આ પ્રમાણે પૂછયું
વિજયઘોષ બ્રાહ્મણ – હે મુનિ ! આપ કહો કે વેદોનું મુખ શું છે? યજ્ઞોનું જે મુખ છે, તે પણ બતાવો. નક્ષત્રોનું મુખ અને ધર્મોનું જે મુખ છે તે પણ મને જણાવો. તેમજ પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવામાં કોણ સમર્થ છે, તે પણ બતાવો. મને આ બધી બાબતનો સંશય છે, તે સાધુ! હું પૂછું છું, આપ મને બતાવો.
જયઘોષમુનિ – વેદોનું મુખ અગ્નિહોત્ર છે, યજ્ઞોનું મુખ યજ્ઞાર્થી છે, નક્ષત્રોનું મુખ ચંદ્ર છે અને ધર્મોનું મુખ કાશ્યપ (ઋષભદેવ) છે. જેમ ઉત્તમ અને મનોહારી ગ્રહનક્ષત્ર આદિ હાથ જોડીને ચંદ્રની વંદના તથા નમસ્કાર કરતા રહેલા છે. (એ જ પ્રમાણે ભગવાનું ઋષભદેવની સામે બધાં જ નમેલા છે.) વિદ્યા બ્રાહ્મણની સંપત્તિ છે, યજ્ઞવાદી તેનાથી અનભિજ્ઞ છે, જે રીતે અગ્રિ રાખથી ઢંકાયેલ હોય છે ૦ શ્રમણ-બ્રાહ્મણ તપસ્વી સ્વરૂપનું નિવેદન :
જેને લોકમાં કુશલ પુરુષોએ બ્રાહ્મણ કહેલ છે, જે અગ્નિ સમાન સદા તેજસ્વી છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
જે પ્રિય સ્વજનાદિના આવવાથી તેમાં અનુરક્ત થતા નથી અને તેમના જવાથી શોક કરતા નથી, જે આર્યવચન (અર્હત્ વાણી)માં રમણ કરે છે, તેને બ્રાહ્મણ કહે છે.
કસૌટી પર કસાયેલ અને અગ્નિ દ્વારા મળરહિત થયેલ, શુદ્ધ કરાયેલ જાન્યરૂપસુવર્ણની માફક જે વિશુદ્ધ છે, જે રાગ, દ્વેષ, ભયથી મુક્ત છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org