________________
४०६
આગમ કથાનુયોગ-૩
ભોજન કરો. આ અમારું પ્રચૂર અન્ન છે, અમારા અનુગ્રહને માટે તેનો સ્વીકાર કરો.
આ આગ્રહ જાણી, ઋષિએ સ્વીકૃતિ આપી અને એક માસની તપશ્ચર્યાનું પારણું કરવાને માટે આહાર–પાણી ગ્રહણ કર્યા. દેવોએ ત્યાં ગંધોદક, પુષ્પ અને દિવ્ય ધનની વર્ષા કરી અને દંભી વગાડી અને આકાશમાં “અહોદાનમૂની ઘોષણા કરી.
પ્રત્યક્ષમાં તપની વિશેષતા – મહિમા દેખાઈ રહી છે, પણ જાતિની કોઈ વિશેષતા દેખાતી નથી. તે હરિકેશમુનિ ચાંડાલપુત્ર છે. જેમની આવી મહાનું ચમત્કારી ઋદ્ધિ છે. ૦ મુનિ દ્વારા યજ્ઞસ્વરૂપ પ્રરૂપણા :| મુનિ – હે બ્રાહ્મણો ! અગ્નિનો સમારંભ (યજ્ઞ) કરતા એવા શું તમે બહારથી જલ વડે શુદ્ધિ કરવા ઇચ્છો છો ? જે બહારથી શુદ્ધિને શોધે છે, તેમને કુશલ પરષ સમ્યગદ્રષ્ટા કહેતા નથી. કુશ, ધૂપ, તૂ, કાષ્ઠ અને અગ્નિનો પ્રયોગ તથા પ્રાતઃ અને સંધ્યા જળનો સ્પર્શ – આ પ્રમાણે તમે મંદબુદ્ધિ લોકો પ્રાણીઓ અને ભૂત જીવોનો વિનાશ કરતા પાપકર્મ કરી રહ્યા છો.
બ્રાહ્મણ – હે ભિક્ષ ! અમે કેવી રીતે પ્રવૃત્તિ કરીએ ? કેવી રીતે યજ્ઞ કરીએ કે જેથી પાપકર્મોને દૂર કરી શકીએ ? હે યક્ષપૂજિત સંયત ! અમને બતાવો કે તત્ત્વજ્ઞ પુરુષ શ્રેષ્ઠ યજ્ઞ કોને કહે છે ?
| મુનિ :- મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખનારા – મુનિ પૃથ્વી આદિ છે જીવનિકાયોની હિંસા કરતા નથી. તેઓ જૂઠ બોલતા નથી અને ચોરી કરતા નથી. પરિગ્રહ, સ્ત્રી, માન અને માયાને સ્વરૂપતઃ જાણીને અને છોડીને વિચરણ કરે છે. જે પાંચ સંવરો વડે સંવૃત્ત હોય છે, જે જીવનની આકાંક્ષા કરતા નથી, જે શરીર આસક્તિનો પરિત્યાગ કરે છે, જે પવિત્ર છે, દેહ ભાવનો ત્યાગ કરી ચૂક્યા છે, તેઓ વાસનાઓ પર વિજય પામનારા મહાજથી – શ્રેષ્ઠ યજ્ઞ કરે છે.
બ્રાહ્મણ – હે ભિક્ષુ! તમારી જ્યોતિ (અગ્નિ) શું છે? જ્યોતિનું સ્થાન શું છે? વૃતાદિ પ્રક્ષેપક કડછી શું છે ? કરીષાંગ ક્યા ક્યા છે ? ઇંધણ અને શાંતિપાઠ શું છે? અને કઈ હોમ-હવન પ્રક્રિયાથી આપ જ્યોતિને પ્રજવલિત કરો છો ?
મુનિ - તપ જ્યોતિ છે, જીવ જ્યોતિ સ્થાન છે, મન, વચન, કાયાનો યોગ કડછી છે. શરીર કરીષાંગ છે, કર્મ ઇંધણ છે, સંયમપ્રવૃત્તિ શાંતિપાઠ છે. આવો પ્રશસ્ત યજ્ઞ હું કરું છું.
બ્રાહ્મણ :- હે યક્ષપૂજિત સંયત ! અમને જણાવો કે તમારું સરોવર કયું છે ? . શાંતિતીર્થ કયા છે? તમે કયાં સ્નાન કરીને રજ–મલિનતા દૂર કરો છો ? અમે આપની પાસે તે જાણવા માંગીએ છીએ.
મુનિ – આત્મભાવની પ્રસન્નતારૂપ અકલુષ લેશ્યાવાળો ધર્મ મારું સરોવર છે, જ્યાં સ્નાન કરી હું વિમલ, વિશુદ્ધ અને શાંત થઈને કર્મરજને દૂર કરું છું. કુશળ પુરુષોએ આને જ સ્નાન કહેલું છે. ઋષિઓને માટે આ મહાન્ ખાન જ પ્રશસ્ત છે. આ ધર્મ સરોવરમાં સ્નાન કરીને મહર્ષિ વિમલ અને વિશુદ્ધ થઈને ઉત્તમ સ્થાનને પ્રાપ્ત થયેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org