________________
૪૦૪
આગમ કથાનુયોગ-૩
કેમ ઊભો છે ? ૦ યક્ષ દ્વારા મુનિની પ્રશંસા અને બ્રાહ્મણ સાથે સંવાદ :
તે મહામુનિ પ્રતિ અનુકંપા ભાવ રાખનારા હિંદુકવૃક્ષવાસી યક્ષે પોતાના શરીરનું ગોપન કરીને આ પ્રમાણે કહ્યું
હું શ્રમણ છું, હું સંમત છું, હું બ્રહ્મચારી છું, હું ધન, ભોજન પકાવવું અને પરિગ્રહનો ત્યાગી છું. ભિક્ષાકાળે બીજા માટે નિષ્પન્ન આહારને માટે અહીં આવેલો છું.
અહીં પ્રચૂર અન્ન અપાઈ રહ્યું છે, ખવાઈ રહ્યું છે, ઉપભોગમાં લેવાઈ રહ્યું છે. આપને ખબર હોવી જોઈએ કે હું ભિક્ષાજીવી છું. તેથી વધેલા અન્નમાંથી કંઈ આ તપસ્વીને પ્રાપ્ત થાય.
બ્રાહ્મણ :- આ ભોજન કેવળ બ્રાહ્મણો માટે તૈયાર કરાયું છે. આ એકપક્ષીય છે, તેથી બીજાને માટે તે અદેય છે અને તને આ યજ્ઞાર્થે નિષ્પન્ન અન્ન–પાણી નહીં આપીએ. તો પછી તું અહીં શા માટે ઊભો છે ?
યક્ષ :- સારી ફસલની આશાએ જેમ ખેડૂત ઊર્ધ્વ જમીનમાં બીજને વાવે છે. તે જ રીતે નિમ્ન જમીનમાં પણ વાવે છે. એવી શ્રદ્ધાથી જ મને દાન આપો. હું પણ પુણ્ય ક્ષેત્ર છું. તેથી મારી પણ આરાધના કરો.
બ્રાહ્મણ :- સંસારમાં એવા ક્ષેત્રો અમે જાણીએ છીએ, જ્યાં વાવેલા બીજ પૂર્ણ પણે ઉગી નીકળે છે. જે જાતિ અને વિદ્યાથી સંપન્ન બ્રાહ્મણ છે, તે જ પુણ્ય ક્ષેત્ર છે.
- યક્ષ :- જેમનામાં ક્રોધ, માન, હિંસા, અસત્ય, ચોરી અને પરિગ્રહ છે, તે જાતિ અને વિદ્યાથી વિહીન બ્રાહ્મણ પાપક્ષેત્ર છે. તે બ્રાહ્મણો ! આ સંસારમાં તમે લોકો કેવળ વાણીનો ભાર જ વહન કરી રહ્યા છો. વેદોને ભણીને પણ, તેના અર્થને જાણતા નથી. જે મુનિ ભિક્ષા માટે સમભાવપૂર્વક ઊંચ—નીચ ઘરોમાં જાય છે, તે જ પુણ્ય ક્ષેત્ર છે.
બ્રાહ્મણ :- અધ્યાપકોના પ્રત્યે પ્રતિકૂળ બોલનારા અરે ઓ નિગ્રંથ ! અમારી સામે આ શું બકવાસ કરી રહ્યો છે? ભલે, આ અન્નજળ સડીને નાશ થઈ જાય, પણ અમે તને નહીં આપીએ.
યક્ષ :- હું સમિતિઓ વડે સુસમાહિત છું, ગુપ્તિ વડે ગુપ્ત છું અને જિતેન્દ્રિય છે. તેથી જો આ એષણીય આહાર મને નહીં આપો તો આ યજ્ઞોનો આજે તમને શું લાભ થશે?
બ્રાહ્મણ :- અહીં કોઈ ક્ષત્રિય, રસોઈયા, અધ્યાપક કે છાત્ર છે ? જે આને દંડ વડે, ફલક વડે, મારીને અને કંઠેથી પકડીને અહીં કાઢી મૂકે. ૦ કુમારો દ્વારા મુનિને તાડન, ભદ્રા દ્વારા નિવારણ :
અધ્યાપકોના વચન સાંભળીને ઘણાં કુમારો દોડતા એવા ત્યાં આવ્યા અને દંડ વડે, બંત વડે, ચાબુકો વડે તે ઋષિને મારવા લાગ્યા.
રાજા કૌશલિકની અનિંદ્ય સુંદરી ભદ્રા નામની કન્યાએ સંયત મુનિને મારતા જોઈને તે કુદ્ધ કુમારોને રોક્યા.
દેવતાની બળયુક્ત પ્રેરણા વડે રાજાઓ મને આ મુનિને આપી હતી. પણ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org