________________
શ્રમણ કથાઓ
૪૦૫
મુનિએ મન વડે પણ મારી ઇચ્છા ન કરી. મારો પરિત્યાગ કરનારા આ મુનિ, નરેન્દ્ર અને દેવેન્દ્રો દ્વારા પણ પૂજિત છે.
આ તે જ ઉગ્ર તપસ્વી, મહાત્મા, જિતેન્દ્રિય, સંયમી અને બ્રહ્મચારી છે. જેણે સ્વયં મારા પિતા રાજા કૌશલિક દ્વારા મને દેવાયા છતાં પણ ઇચ્છી નહીં. આંખ ઊંચી કરીને પણ મારી સામે જોયું નહીં.
આ ઋષિ મહાનું તપસ્વી છે, મહાનુભાગ છે, ઘોરવતી છે, ઘોર પરાક્રમી છે. આ અવહેલનાને યોગ્ય નથી. તેથી તેની અવહેલના ન કરો. એવું ન બને કે પોતાના તેજ વડે ક્યાંક તમને બધાને ભસ્મ કરી દે.
પુરોહિત પત્નીના આ સુભાષિત વચનો સાંભળીને ઋષિની સેવામાં રોકાયેલ યક્ષ કુમારોને રોકવા લાગ્યો. આકાશમાં સ્થિત ભયંકર રૂપવાળા અસુરભાવાપન્ન, શુદ્ધ યક્ષ તે કુમારોને પ્રતાડિત કરવા લાગ્યો. કુમારોને ક્ષત-વિક્ષત અને ખૂનની ઉલટી કરતા જોઈને ભદ્રાએ ફરી કહ્યું –
જે ભિક્ષનું અપમાન કરે છે. તેઓ નખ વડે પર્વત ખોદે છે, દાંતો વડે લોઢું ચાવે છે, પગ વડે અગ્રિ કચડે છે.
મહર્ષિ આશીવિષ છે. ઘોર તપસ્વી છે, ઘોરવતી છે, ઘોર પરાક્રમી છે. જે ભિક્ષને ભિક્ષાકાળમાં વ્યથિત કરે છે. તે લોકો પતંગિયાની માફક અગ્રિમાં પડે છે.
- જો તમે લોકો પોતાના જીવન અને ધનને ઇચ્છતા હો તો બધાં મળીને, નતમસ્તક થઈને તેમનું શરણું લો. તમને ખબર હોવી જોઈએ કે, આ ઋષિ કુપિત થશે તો સમસ્ત વિશ્વને ભસ્મ કરી શકે છે. ૦ બ્રાહ્મણો દ્વારા ક્ષમાયાચના :
મુનિને મારનારા કુમારો – છાત્રોના મસ્તક પીઠ તરફ ઝૂકી ગયા હતા. તેમના હાથો ફેલાઈ ગયા હતા. તેઓ નિશ્ચષ્ટ થઈ ગયા હતા. તેમની આંખો ખુલી જ રહી ગઈ હતી. તેમના મુખમાંથી લોહી વહેવા લાગ્યું હતું. તેમના મુખ ઉપર તરફ થઈ ગયા હતા. તેમની જીભ અને આંખો બહાર નીકળી ગઈ હતી.
આ પ્રમાણે તે છાત્રોને લાકડાની જેમ નિશેષ્ટ જોઈને તે ઉદાસ અને ભયભીત બ્રાહ્મણ રુદ્રદેવ, ઋષિને પ્રસન્ન કરવા લાગ્યો. હે ભંતે ! અમે જે આપની અવહેલના કરી, નિંદા કરી, તેની ક્ષમા કરો. હે ભંતે ! મૂઢ અજ્ઞાની બાળકોએ આપની જે અવહેલના કરી છે, તેમને આપ ક્ષમા કરો. ઋષિજન મહાન અને પ્રસન્નચિત્ત હોય છે. મુનિ કોઈના પર ક્રોધ કરતા નથી, મુનિ ક્રોધ પરાયણ હોતા નથી.
| મુનિ :– મારા મનમાં પહેલા કોઈ દ્વેષ ન હતો. અત્યારે પણ નથી. ભવિષ્યમાં પણ નહીં હોય. આ જે યક્ષ સેવા કરે છે, તેમણે જ કુમારોને પ્રતાડિત કરેલ છે.
બ્રાહ્મણ – ધર્મ અને અર્થના યથાર્થ સ્વરૂપને જાણનારા ભૂતિપ્રજ્ઞ ! આપ ક્રોધ ન કરો. અમે બધાં મળીને આપના ચરણોમાં આવેલા છીએ, આપનું શરણ લઈ રહ્યા છીએ
| હે મહાભાગ! અમે આપની અર્ચના કરીએ છીએ, આપનું એવું કંઈજ નથી, જેની અમે અર્ચના ન કરીએ. હવે તમે દહીં વગેરે વિવિધ વ્યંજનો વડે મિશ્રિત શાલિ વડે નિષ્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org