________________
૪૦૨
આગમ કથાનુયોગ-૩
ભોગવવા પડે છે તેવો ઉપદેશ આપ્યો. જો આદરપૂર્વક સુંદર ચારિત્ર આચરવામાં આવે, તો તેનું ઉત્તમ પુણ્યફળ મેળવે છે, તેમજ એકાંતિક, આત્યન્તિક, અનુપમ સિદ્ધિ સુખની પ્રાપ્તિ થાય છે.' તેમ જણાવ્યું.
ત્યારે સોમદેવે અતિ મહાસંવેગ અને તીવ્ર વૈરાગ્યવાળા શાંતિ-ક્ષમાં ધારણ કરનાર એવા તે મુનિની પાસે પ્રવજ્યા અંગીકાર કરી, લાંબાકાળ સુધી તેનું પરિપાલન કરીને બ્રાહ્મણ જાતિનો મદ છોડ્યો નહીં તો પણ મૃત્યુ પામીને દેવલોકમાં ભોગો ભોગવતો હતો. ત્યાંથી ચ્યવીને તે ગંગા નદીના કિનારે તરંગ નામના ગામમાં બલકોની ગૌરી નામની ભાર્યાના ઉદરમાં આવ્યો. ૦ હરિકેશ બળનો જન્મ અને દીક્ષા :
જાતિમદના અહંકારથી ચાંડાલકુળમાં ખરાબ લક્ષણવાળો સૌભાગ્યરૂપ સહિત પોતાના બંધુઓને હાંસીપાત્ર થયો. તેનું નામ હરિકેશ બલ રખાયું હતું. તે વયથી મોટો થવા લાગ્યો અને કજિયા, ગાલપ્રદાન વગેરે દુર્વર્તન કરતો હતો. પગમાં થયેલાં ફોડલાં માફક તે ચાંડાલ પુત્ર દરેકને ઉઠંગ કરાવવા લાગ્યો. ચાંડાલોના મંડળમાંથી કોઈ વખતે તેને હાંકી કાઢ્યો. ત્યારે ઘણે દૂર રહેલા તેણે અનેક પ્રહાર પામતા આગળ વધતા એવા સર્પને જોયો. ક્ષણવાર પછી તેનાથી થોડા અંતરે જળસર્પ આવ્યો. તે લોકોએ તે સર્પને કંઈપણ ઇજા ન કરી. કારણ કે તે સર્વથા ઝેરરહિત હતો.
દૂર રહેલા હરિકેશબલે આ પ્રમાણે જોઈને વિચાર્યું કે, અપકાર કરનાર કાળસર્પની જેમ લોકો અપકાર કરનારને મારે છે. પણ જળસર્પ જેવાને કોઈ હણતા નથી. તેથી જો દ્રોહ કરનાર કોઈ હોય, તો તે આ ક્રોધ છે, જેના યોગે હું લોકોને શત્રુ સમાન જણાઉં છું. તેથી હવે હું વિનયપૂર્વક અને શાંતિથી જ બોલીશ. આ પ્રમાણે ભાવના ભાવતો તે સાધુના ચરણકમળમાં ધર્મશ્રવણ કરીને સંસારથી અતિશય નિર્વેદ પામેલો તે બોધ પામ્યો. તેણે પ્રવજ્યા અંગીકાર કરી.
વિહાર કરતા-કરતા તે કોઈ વખતે વાણારસી નગરી પહોંચ્યા. ત્યાં હિંદુક નામનું વન હતું. વનમાં હિંદક નામક યક્ષનું યક્ષાયતન હતું. તેને ગંડીતેંદુક યક્ષ પણ કહેતા હતા.
ત્યાં હરિકેશમુનિના તપ–આરાધના આદિ મોટા ગુણોથી ગાઢ આકર્ષાયેલા માનસવાળો યક્ષ તેમનાથી ઘણો પ્રસન્ન થઈ, ત્યાંજ તેમની સેવામાં રહી, ક્યાંય પણ જતો ન હતો.
બીજો કોઈ યક્ષ, બીજા વનમાં વસતો હતો. તે કોઈ વખતે તેંદુકયક્ષને મળવા આવ્યો. તેણે ગંડિતેંદુક યક્ષને પૂછયું, હે મિત્ર ! ઘણાં સમયથી તું કેમ દેખાતો નથી. તેણે ઉત્તર આપ્યો કે, આ તપસ્વી સાધુ પાર વગરના અસાધારણ પ્રશમાદિ ગુણોના મહાનિધાન છે. તેથી હું તેમની નિરંતર સેવા કરવાના ભાવવાળો થયો છું. આવેલો યક્ષ પણ મુનિને જોઈને ઘણો જ પ્રસન્ન થયો. તેણે તેંદુક યક્ષને કહ્યું કે, હે મિત્ર ! તું ધન્ય છે કે, જેના વનમાં આવા ધર્મષિ રહેલા છે. મારા વનમાં પણ સાધુઓ રહેલા છે, અહીંથી જઈને હું તેમને વાંદીશ – એમ મંત્રણા કરી બંને છૂટા પડ્યા. ૦ ભદ્રા દ્વારા મુનિની દૃગંછા, યક્ષે કરેલી શિક્ષા :
કોઈ સમયે કોશલ દેશના રાજાની ભદ્રા નામની પુત્રી યક્ષની આરાધના કરવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org