________________
શ્રમણ કથાઓ
૦ રથનેમિની સ્થિરતા અને મોક્ષ :
તે સંયમશીલા રાજીમતિશ્રમણીના સુભાષિત વચનો સાંભળીને રથનેમિ ધર્મમાં એવી રીતે સ્થિર થઈ ગયા, જેવી રીતે અંકુશ વડે હાથી સ્થિર થઈ જાય છે.
તે રથનેમિ અણગાર મન, વચન, કાયાથી ગુપ્ત, જિતેન્દ્રિય અને વ્રતોમાં દૃઢ થઈને, જીવન પર્યંત નિશ્ચલ ભાવથી શ્રામણ્યનું પાલન કરવા લાગ્યા. (અન્યત્ર પણ કહ્યું છે કે, આલોચના અને પ્રાયશ્ચિત્ત કરી, તપ દ્વારા કાયાને શોષવી શુદ્ધ નિગ્રંથ ભાવથી તેઓ શ્રામણ્યમાં સ્થિર થયા).
ઉગ્ર તપના આચરણ દ્વારા તે બંને (રાજીમતિ અને રથનેમિ) કેવળી થયા, સર્વ કર્મોનો ક્ષય કરીને તેઓએ અનુત્તર એવી સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરી અર્થાત્ મોક્ષે ગયા. સંબુદ્ધ, પંડિત અને પ્રવિચક્ષણ પુરુષ આમ જ કરે છે. તેઓ પુરુષોત્તમ રથનેમિની માફક ભોગોથી નિવૃત્ત થઈ જાય છે.
નિર્યુક્તિકાર મહર્ષિ જણાવે છે કે, શૌરિકપુર નામે નગર હતું ત્યાં સમુદ્રવિજય નામે રાજા હતો. તેને અગ્રમહિષીરૂપે શિવાદેવી નામની ભાર્યા હતી. તેઓને ચાર પુત્રો હતા તે આ પ્રમાણે—
અરિષ્ટનેમિ, રથનેમિ, સત્યનેમિ અને દૃઢનેમિ. તેમાં જે અરિષ્ટનેમિ હતા તે બાવીશમાં તીર્થંકર થયા. રથનેમિ અને સત્યનેમિ એ બંને પ્રત્યેકબુદ્ધ થયા. (જો કે કલ્પસૂત્ર વૃત્તિકાર કહે છે કે ભગવંત અરિષ્ટનેમિથી પ્રતિબોધ પામી. દીક્ષા લીધી)
રથનેમિ ગૃહસ્થપણે ૪૦૦ વર્ષ રહ્યા. એક વર્ષનો છદ્મસ્થ પર્યાય રહ્યા. ૫૦૦ વર્ષનો કેવલિ પર્યાય પાળ્યો. ૯૦૧ વર્ષ સર્વ આયુષ્યનું પાલન કર્યું. રાજીમતીનો પણ આટલો જ કાળ જાણવો.
૦ આગમ સંદર્ભ :
=
૪૦૧
દસચ્± ૮૭, ૮૮;
ઉત્તનિ. ૪૪૪ થી ૪૫૧ +
--X--X
ઉત્ત.મૂ. ૮૩૦ થી ૮૪૫; કલ્પ.‰ (અરિષ્ટનેમિ ચરિત્ર)
૦ હરિકેસબલ કથા ઃ
મથુરાનગરીમાં શંખ નામનો રાજા હતો. વ્રતો ગ્રહણ કરી ગીતાર્થ બની એકાકી પ્રતિમા ગ્રહણ કરી, તે ગજપુર ગયો. કોઈ વખતે ગ્રીષ્મકાળમાં નગરીની અંદર અગ્નિ સરખા તપેલા માર્ગના દ્વારમાં સોમદેવ બ્રાહ્મણને પૂછયું કે, આ માર્ગે હું જાઉં ? ત્યારે તેણે કહ્યું, જલ્દી જા. અતિ તપેલા માર્ગ ઉપર આગળના પગને ઉછળતા જોવાનું કુતૂહલ મને પ્રાપ્ત થાય. મુનિ તો ઇરિયાસમિતિ સહિત ધીમે ધીમે ચાલતા હતા, તેને દેખીને તે બ્રાહ્મણ ચિંતવવા લાગ્યા કે, શું આજે રેતી તપેલી નથી કે શું ? પોતાના મકાનમાંથી ઉતરીને પોતે જાતે ત્યાં સૂર્યના કિરણથી સ્પર્શાએલી હોવા છતાં હિમસરખી ભૂમિ શીતલ લાગી. જરૂર આ મુનિના પ્રભાવથી આ ભૂમિ શીતળ બની ગઈ છે.
મુનિ પાસે પહોંચીને હેરાન કરવાનું પોતાનું દુશ્ચરિત્ર સોમદેવે ખમાવ્યું. મુનિએ પણ તે બ્રાહ્મણને સંસારનો અસાર ભાવ તથા ક્રોધાદિક કષાયોના અતિશય કડવાં ફળો Jain | ૩૪૨ ૬ |nternational
For Private & Personal Use Only
www.jainelibrary.org