________________
શ્રમણ કથાઓ
૩૯૯
તે અરિષ્ટનેમિ સુસ્વરત્વ, ગંભીરતા આદિ લક્ષણોથી યુક્ત હતા, ૧૦૦૮ શુભ લક્ષણોના ધારક હતા, તેમનું ગોત્ર ગૌતમ અને વર્ણ શ્યામ હતો. તેનું વજષભનારાચ સંહનન અને સમચતુરસ્ત્ર સંસ્થાન હતું. પેટ માછલી જેવું હતું.
રાજીમતી કન્યા તેમની પત્ની બને માટે કેશવે (કૃષ્ણવાસુદેવે) યાચના કરી. ઉત્તમ એવી તે કન્યા સુશીલ, સુંદર અને સર્વ લક્ષણ સંપન્ન હતી. તે કન્યાની શારીરિક કાંતિ વિદ્યુત્ પ્રભાની સમાન હતી.
તે કન્યાના પિતાએ મહાનું ઋદ્ધિશાળી વાસુદેવને કહ્યું કે, (અરિષ્ટનેમિ) કુમાર અહીં આવે તો હું મારી કન્યા તેને માટે આપી શકું છું.
અરિષ્ટનેમિને સર્વ ઔષધિ વડે સ્નાન કરાવ્યું. યથાવિધિ કૌતુક અને મંગલ કર્યા. દિવ્ય વસ્ત્રયુગલ પહેરાવ્યા અને તેને આભુષણોથી વિભૂષિત કર્યા.
વાસુદેવના સૌથી મહાનું મત્ત ગંધહસ્તિ પર અરિષ્ટનેમિ આરૂઢ થયા. ત્યારે મસ્તક પરના ચૂડામણિ સમાન ઘણાં અધિક સુશોભિત થયા. ત્યારે અરિષ્ટનેમિ ઊંચા છત્ર અને ચામરો વડે સુશોભિત હતા. દશાર ચક્ર યદુવંશી ક્ષત્રિયોના સમૂહથી ચારે તરફથી પરિવૃત્ત હતા. ચતુરંગિણી સેના યથાક્રમથી સજાવેલી હતી અને વાદ્યોનો ગગનસ્પર્શી દિવ્યનાદ થઈ રહ્યો હતો.
આવી ઉત્તમ ઋદ્ધિ અને ધૃતિની સાથે, તે વૃષ્ણિપુંગવ (અરિષ્ટનેમિ) પોતાના ભવનથી નીકળ્યા. ત્યાર પછી તેણે વાડા અને પિંજરામાં બંધ કરાયેલ ભયત્રસ્ત અને અતિ દુઃખિત પ્રાણીઓને જોયા – યાવત્ – તે મહાયશસ્વીએ કુંડલ યુગલ, સૂત્રક, કરધની અને બધાં જ આભુષણ ઉતારીને સારથીને આપી દીધા.
તેમના મનમાં આવા પરિણામો થતાં જ યથોચિત અભિનિષ્ક્રમણને માટે દેવા પોતાની ઋદ્ધિ અને પરિષની સાથે ઉપસ્થિત થઈ ગયા – યાવત્ – અરિષ્ટનેમિએ સ્વયં પોતાના હાથે જ પંચમુષ્ટિક લોચ કર્યો. ૦ રાજીમતીની દીક્ષા :–
(આ ઘટના અરિષ્ટનેમિ તીર્થકરના કથાનકમાં ઉલ્લેખ પામેલી જ છે. ત્યાં તેનો વિસ્તાર રજૂ કરાયો છે અહીં તો માત્ર સંબંધિત વિગતો જ નોધી છે.)
ત્યારપછી... રાજીમતીએ વિચાર્યું કે મારું પ્રવ્રજિત થવું જ શ્રેયસ્કર છે. ધીર તથાકૃત સંકલ્પ તે રાજીમતીએ કૂર્ચ અને કંધીથી સંવારેલ પોતાના ભમરા જેવા કાળા વાળનું પોતાના હાથે જ લુચન કર્યું. શીલવતી અને બહુશ્રુત રાજીમતીએ પ્રવ્રજિત થઈને પોતાની સાથે ઘણાં જ સ્વજનો અને પરિજનોને પણ પ્રવ્રજિત કરાવ્યા.
તેણી એક વખત રૈવતક પર્વત પર જઈ રહ્યા હતા. ત્યારે વચ્ચે વર્ષોથી ભિંજાઈ ગઈ. જોરદાર વરસાદ થઈ રહ્યો હતો, અંધકાર છવાયો હતો. આવી સ્થિતિમાં તેણી એક ગુફાની અંદર પહોંચી.
– સુકવવા માટે રાજીમતીએ પોતાના વસ્ત્રો ફેલાવ્યા. એવા અવસરે યથાકાત (નગ્ર) રૂપમાં રથનેમિએ તેમને જોયા. જેનાથી રથનેમિનું મન વિચલિત થઈ ગયું. પછી રાજીમતીની પણ તેમના પર નજર પડી. ત્યાં એકાંતમાં તે સંયતને જોઈને તેણી ડરી ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org