________________
૪૦૦
આગમ કથાનુયોગ-૩
ભયથી કાંપતી એવી તેણી પોતાના હાથ વડે શરીરને આવૃત્ત કરી બેસી ગઈ. ૦ રથનેમિ :
સમુદ્રવિજય રાજાના પુત્ર અને શિવાદેવીના આત્મજ એવા એક પુત્રનું નામ રથનેમિ હતું. તેઓ ભગવંત અરિષ્ટનેમિના ભાઈ હતા. તેમને સત્યનેમિ અને દઢનેમિ એવા બીજા પણ બે ભાઈઓ હતા. આવા રથનેમિએ પણ ભગવંત અરિષ્ટનેમિની પાસે દીક્ષા ગ્રહણ કરેલી હતી. તેઓ એ જ ગુફામાં કાયોત્સર્ગ ધ્યાને રહેલા હતા.
- જ્યારે રાજીમતીને ભયભીત અને કાંપતા એવા જોયા ત્યારે સમુદ્રવિજયના અંગજાત એવા રથનેમિએ તેણીને આ પ્રમાણે કહ્યું, હે ભદ્રે ! રથનેમિ છું, હે સુંદરી ! હે ચારુભાષિણી ! મારો સ્વીકાર કર. હે સુતનું ! તને કોઈ જ પીડા કે દુઃખ નહીં થાય, મનુષ્ય જન્મ નિશ્ચિત્ રૂપે અત્યંત દુર્લભ છે. આવો આપણે ભોગોને ભોગવીએ. ભોગોનો ભોગવીને પછી આપણે જિનમાર્ગમાં દીક્ષિત થઈશું. ૦ રાજીમતી દ્વારા રથનેમિને પ્રતિબોધ :
સંયમ પ્રતિ ભગ્રોદ્યોગ તથા ઉત્સાહીન અને ભોગવાસના વડે પરાજિત રથનેમિને જોઈને તે રાજીમતી સંભ્રાંત ન થયા, ગભરાયા નહીં. પણ તેણે પુનઃ વસ્ત્રોથી પોતાના શરીરને ઢાંકી લીધું.
નિયમો અને વ્રતોમાં સુસ્થિત–અવિચલ તે શ્રેષ્ઠ રાજકન્યાએ જાતિ, કુળ અને શીલની રક્ષા કરતા–કરતા રથનેમિને કહ્યું
જો તું રૂપથી વૈશ્રમણ સમાન છે, લલિતકળાઓથી નળકૂબેર જેવો છે, બીજું તો શું ? તું સાક્ષાત્ ઇન્દ્ર પણ છે, તો પણ હું તને ચાહતી નથી.
અગંધન કૂળમાં ઉત્પન્ન થયેલ સર્પ જેવા ધૂમકેતુ, પ્રજ્વલિત ભયંકર દુષ્પવેશ્ય અગ્રિમાં પ્રવેશ કરી જાય છે, પણ વમન કરેલ પોતાના વિષને ફરીથી પીવાની ઇચ્છા કરતા નથી. (જ્યારે) હે અપયશની કામના કરનારા! ધિક્કાર છે તને કે તું યોગી જીવનને માટે વમેલા–ત્યજેલા એવા ભોગોને ફરી ભોગવવા ઇચ્છા કરે છે. આના કરતા તારું મૃત્યુ થઈ જવું શ્રેયસ્કર છે.
હું ભોજરાજાની પુત્રી છું અને તું અંધકવૃષ્ણિનો પૌત્ર છે. (આવા ઉત્તમ કૂળવાળા આપણે છીએ, તેને કલંક લગાડીને) આપણે કુળમાં ગંધન સર્પ સમાન ન બનીએ (અર્થાત્ - ગંધન કુળના સર્પની જેમ વણેલું વિષ પીને આપણે આપણા કુળને કલંકિત કરનારા ન થઈએ).
જો તું જે કોઈ સ્ત્રીને જોઈને, આવી જ રીતે રાગ ભાવ કરીશ, તો વાયુ વડે કંપિત હs (નામની વનસ્પતિ વિશેષ)ની માફક અસ્થિત આત્મા થઈ જઈશ.
જેવી રીતે ગોપાલ અને ભાંડવાલ તે–તે દ્રવ્યના એટલે કે ગાય અને કરિયાણા આદિના સ્વામી હોતા નથી, એ જ પ્રમાણે તું પણ (શ્રમણપણું પ્રાપ્ત કરવા છતાં) શ્રામણ્યનો સ્વામી થઈ શકીશ નહીં. (તેના બદલે) –
તું ક્રોધ, માન, માયા અને લોભનો પૂર્ણતયા નિગ્રહ કરીને, ઇન્દ્રિયોને વશમાં કરીને તારી પોતાની જાતનો ઉપસંહાર કર અર્થાત્ અનાચારથી નિવૃત્ત કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org