________________
૩૯૪
આગમ કથાનુયોગ-૩
પાપ છે એવો તે પાપમતિવાળો સુજ્ઞશીવ કાકતાલીય ન્યાયે આવી પહોંચ્યો.
સમગ્ર ત્રણે ભુવનમાં જે નારીઓ છે તેના રૂપ લાવણ્ય અને કાંતિથી ચડીયાતી રૂપ, કાંતિ, લાવણ્યવાળી સુજ્ઞશ્રીને જોઈને ઇન્દ્રિયોની ચપળતાથી અનંત દુઃખદાયક કિંપાકના ફળની ઉપમાવાળા વિષયોની રમ્યતા હોવાથી, જેણે સમગ્ર ત્રણે ભુવનને જીતેલ છે તેવા કામદેવના વિષયમાં આવેલા મહાપાપકર્મ કરનાર સુજ્ઞશીવે તે સુજ્ઞશ્રીને કહ્યું કે, હે બાલિકા! જો આ તારા માતા-પિતા બરાબર રજા આપે તો હું તારી સાથે લગ્ન કરું. બીજું તારા બંધવર્ગને પણ દારિદ્ર રહિત કરું, વળી તારા માટે પૂરેપૂરા સો-પલ પ્રમાણ સુવર્ણના અલંકાર ઘડાવું. જલ્દી આ વાત તારા માતા-પિતાને જણાવ.
ત્યારે હર્ષ અને સંતોષ પામેલી તે સુજ્ઞશ્રીએ તે મહિયારીને આ હકીકત જણાવી. એટલે મહિયારી તરત સુજ્ઞશિવ પાસે આવી કહેવા લાગી કે, અરે ! તું કહેતો હતો તેમ મારી પુત્રી માટેનું સો–પલ પ્રમાણ સુવર્ણ નાણું બતાવ, ત્યારે તેણે શ્રેષ્ઠ મણિઓ બતાવ્યા. ત્યારે મહિયારીએ કહ્યું કે, સો સોનૈયા આપ. આ બાળકને રમવા યોગ્ય પાંચિકાનું પ્રયોજન નથી. ત્યારે સુજ્ઞશિવે કહ્યું કે, ચાલો આપણે નગરમાં જઈને આ પાંચિકાનો પ્રભાવ કેવો છે તેની ત્યાંના વેપારીઓ પાસે ખાતરી કરીએ.
ત્યારપછી પ્રભાત સમયે નગરમાં જઈને ચંદ્રકાંત અને સૂર્યકાંત મણિના શ્રેષ્ઠ જોડલા રાજાને બતાવ્યા. રાજાએ મણિરત્નના પરીક્ષકોને બોલાવીને કહ્યું કે, આ શ્રેષ્ઠ મણિઓનું મૂલ્ય જણાવો. જો મૂલ્યની તુલના-પરીક્ષા કરીએ તો તેનું મૂલ્ય જણાવવા સમર્થ નથી. ત્યારે રાજાએ કહ્યું, અરે માણિક્યના વિદ્યાર્થી! અહીં કોઈ એવો પુરુષ નથી કે જે આ મણિઓનું મૂલ્ય આંકી શકે. તો હવે કિંમત કરાવ્યા વિના ઉચ્ચક દશક્રોડ દ્રવ્ય માત્ર લઈ જા. ત્યારે સુજ્ઞશિવે કહ્યું કે, મહારાજની જેવી કૃપા થાય તે બરાબર છે. બીજી એક વિનંતી કરવાની છે કે આ નજીકના પર્વતની સમીપમાં અમારું એક ગોકુળ છે. તેમાં એક યોજન સુધીની ગોચરભૂમિ છે. તેનો રાજ્ય તરફથી લેવાતો કરમુક્ત કરાવશો. રાજાએ કહ્યું કે, ભલે તેમ થાઓ.
આ પ્રમાણે સર્વને અદરિદ્ર અને કરમુક્ત ગોકુલ કરીને તે ઉચ્ચાર ન કરવા લાયક નામવાળા સુજ્ઞશિવે પોતાની જ પુત્રી સુજ્ઞશ્રી સાથે લગ્ન કર્યું. તેઓ બંને વચ્ચે પરસ્પર પ્રીતિ ઉત્પન્ન થઈ. સ્નેહાનુરાગથી અતિ રંગાઈ ગયેલા માનસવાળા પોતાના સમય પસાર કરવા લાગ્યા. ૦ મુનિયુગલના નિમિત્તે સુજ્ઞશિવનો વિસ્તાર :
તેટલામાં (કોઈ વખતે) ઘરે આવેલા સાધુઓને વહોર્યા વગર સીધાં જ પાછા ફરેલા જોઈને હાહાકાર પૂર્વક આકંદન કરતી સુજ્ઞશ્રીને સુજ્ઞશિવે પૂછયું કે, હે પ્રિયે ! પહેલા કોઈ વખત ન દેખેલ ભિક્ષાચાર યુગલને જોઈને કેમ આવા પ્રકારની ઉદાસીન અવસ્થા પામી, ત્યારે તેણીએ જણાવ્યું કે, મારા શેઠાણી હતા ત્યારે આ સાધુઓને પુષ્કળ ભોજન–પાણી આપીને તેમના પાત્રો ભરી દેતા હતા. ત્યારપછી હર્ષ પામેલી, ખુશી થયેલી શેઠાણી મસ્તક નીચું નમાવી તેના ચરણાગ્ર ભાગે પ્રણામ કરતી હતી. તેઓને આજે જોવાથી તે શેઠાણી મને યાદ આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org