________________
શ્રમણ કથાઓ
૩૯૩
કર્યા પછી આચાર્યપદ પ્રાપ્ત કરીને નિરતિચાર શ્રમણપણે યથાર્થ પરિપાલન કરીને સર્વ
સ્થાનમાં સર્વ પ્રમાદના આલંબનથી મુક્ત થઈને સંયમક્રિયામાં ઉદ્યમ કરીને તે ભવમાં માયાથી કરેલા ઘણાં કર્મો બાળીને ભસ્મ કરીને હવે માત્ર અંકુર સરખો ભવ બાકી રાખેલો છે.
– તો પણ હે ગૌતમ! જે તે સમયે રાગવાળી દૃષ્ટિની આલોચના ન કરી તે કર્મના દોષથી બ્રાહ્મણની સ્ત્રીપણે ઉત્પન્ન થઈ. તે રાજકુલબાલિકા નરેન્દ્ર શ્રમણીનો જીવ નિર્વાણ પામ્યો.
હે ભગવંત ! જે કોઈ શ્રમણપણાનો ઉદ્યમ કરે તે એક વગેરે – યાવત્ – સાત, આઠ ભવોમાં નક્કી સિદ્ધિ પામે તો પછી આ શ્રમણીને કેમ ઓછા કે અધિક નહીં એવા લાખો ભવો સુધી સંસાર ભ્રમણ કરવું પડ્યું ?
હે ગૌતમ ! જે કોઈ નિરતિચાર શ્રમણપણું નિર્વાહ કરે તે નક્કી એકથી માંડીને આઠ ભવ સુધીમાં સિદ્ધિ પામે. જે કોઈ સૂક્ષ્મ કે બાદર જે કોઈ માયા શલ્યવાળા હોય, અપ્લાયનો ભોગવટો કરે, તેઉકાયનો ભોગવટો કરે, મૈથુન કાર્ય કે તે સિવાય બીજો કોઈ આજ્ઞાભંગ કરીને શ્રમણપણામાં અતિચાર લગાડે તે લાખ ભવ કરીને ભટકીને પછી સિદ્ધિ મેળવવાનો લાભ મેળવવા યોગ્યતા પ્રાપ્ત કરશે. કારણ કે શ્રમણપણું મેળવીને પછી જો તેમાં અતિચાર લગાડે તો બોધિપણું દુઃખથી મેળવે. હે ગૌતમ ! આ તે બ્રાહ્મણીના જીવે આટલી અલ્પમાત્ર માયા કરી હતી તેનાથી આવા દારુણ વિપાકી ભોગવવા પડ્યા. ૦ સુજ્ઞશ્રી અને સુજ્ઞશીવનો મેળાપ :
હે ભગવંત! તે મહીયારી – ગોકુળપતિ પત્નીને તેઓએ ડાંગનું ભાજન આપ્યું કે ન આપ્યું? અથવા તો તે મહીયારી તેઓની સાથે સમગ્ર કર્મનો ક્ષય કરીને નિર્વાણ પામી હતી ?
હે ગૌતમ! તે મહિયારીને તંદુલભાજન આપવા માટે શોધ કરવા જતી હતી ત્યારે આ બ્રાહ્મણની પુત્રી છે એમ ધારી વચ્ચેથી જ તેણીએ સુજ્ઞશ્રીનું અપહરણ કર્યું. પછી મધ દૂધ ખાઈને સુજ્ઞશ્રીને પૂછયું કે, જ્યાં જઈશ ? પછી તેણીને બીજી વાત એમ કહી કે, જો તું મારા સાથે વિનયથી વર્તાવ કરીશ તો તને તારી ઇચ્છા પ્રમાણે ત્રણ ટંક ઘણાં ગોળ અને ઘીથી ભરપૂર દરરોજ દૂધ અને ભોજન આપીશ.
જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે સુજ્ઞશ્રી તે મહિયારી સાથે ગઈ. પરલોક અનુષ્ઠાન કરવામાં તત્પર બનેલાં અને શુભધ્યાનમાં પરોવાએલા માનસવાળા તે ગોવિંદ બ્રાહ્મણ વગેરે એ આ સુજ્ઞશ્રીને યાદ પણ ન કરી. ત્યારપછી જે પ્રમાણે તે મહિયારીએ કહ્યું હતું તે પ્રમાણે ઘી–ખાંડથી ભરપૂર એવી ખીર વગેરેનું ભોજન આપતી હતી.
હવે કોઈ પ્રકારે કાળક્રમે બાર વર્ષનો ભયંકર દુષ્કાળ સમય પૂર્ણ થયો. સમગ્ર દેશ ઋદ્ધિ–સમૃદ્ધિથી સ્થિર થયો. હવે કોઈક સમયે અતિ કિંમતી શ્રેષ્ઠ સૂર્યકાંત–ચંદ્રકાંત વગેરે ઉત્તમ જાતિના વીશ મણિરત્નો ખરીદ કરીને સુજ્ઞશીવ પોતાના દેશમાં પાછો જવા માટે નીકળેલો છે. લાંબી મુસાફરી કરવાથી ખેદ પામેલા દેહવાળો જે માર્ગેથી જતો હતો તે માર્ગે જ ભવિતવ્યતાના યોગે પેલી મહિયારીનું ગોકુળ આવતા જેનું નામ લેવામાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org