________________
શ્રમણ કથાઓ
૩૯૧
હે ગૌતમ ! તે સ્ત્રીનરેન્દ્ર દીક્ષા અંગીકાર કરી. દીક્ષા લીધા પછી અત્યંત ઘોર, વીર, ઉગ્ર, કષ્ટકારી, દુષ્કરતપ, સંયમ, અનુષ્ઠાન ક્રિયામાં રમણતા કરનાર એવા તે સર્વે કોઈપણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવમાં મમત્ત્વ રાખ્યા વિના વિહાર કરતા હતા. ચક્રવર્તી, ઇન્દ્ર વગેરેની દ્ધિ સમુદાયના શરીર સુખમાં કે સાંસારિક સુખમાં અત્યંત નિસ્પૃહભાવ રાખનાર એવા તેમનો કેટલોક સમય પસાર થયો. વિહાર કરતાં-કરતાં સમેત પર્વતના શિખર નજીક આવ્યા. હે ગૌતમ ! ત્યારપછી તે કુમારમહર્ષિએ રાજકુમાર બાલિકા નરેન્દ્રશ્રમણીને કહ્યું કે
હે દુષ્કરકારિકે ! તું શાંત ચિત્તથી સર્વભાવથી અંતઃકરણપૂર્વક તદ્દન વિશુદ્ધ શલ્ય વગરની આલોચના જલ્દી આપ કારણ કે અત્યારે અમો સર્વ દેહનો ત્યાગ કરવા માટે કટિબદ્ધ લક્ષવાળા થયા છીએ. નિઃશલ્ય આલોચના, નિંદા, ગ યથોક્ત શુદ્ધાશયપૂર્વક જે પ્રમાણે શાસ્ત્રોમાં ભગવંતે ઉપદેશેલું છે તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરીને શલ્યનો ઉદ્ધાર કરીને કલ્યાણ જોયેલું છે જેમાં એવી સંલેખના કરવી છે. ત્યારપછી રાજકુલ બાલિકા નરેન્દ્ર શ્રમણીએ યથોક્ત વિધિથી સર્વ આલોચના કરી, ત્યારપછી બાકી રહેલી આલોચના તે મહામુનિએ યાદ કરાવી આપી કે, તે સમયે રાજસભામાં તું બેઠેલી હતી ત્યારે ગૃહસ્થ ભાવમાં રાગ સહિત તેમજ સ્નેહાભિલાષથી મને નિરખ્યો હતો તે વાતની આલોચના હે દુષ્કરકારિકે ! તું કર, જેથી તારી સર્વોત્તમ શુદ્ધિ થાય.
- ત્યારપછી તેણે મનમાં ખેદ પામીને અતિ ચપળ આશય તથા કપટનું ઘર એવી પાપ સ્ત્રી સ્વભાવના કારણે આ સાધ્વી સમુદાયમાં નિરંતર વાસ કરનારી અમુક રાજાની પુત્રી ચકુશીલ અથવા કુદૃષ્ટિ કરનારી છે એવી મારી ખ્યાતિ રખે થઈ જાય તો ? એમ વિચારીને હે ગૌતમ ! તે નિર્ણાગિણી શ્રમણીએ કહ્યું કે, હે ભગવંત ! આવા કારણોથી મેં તમોને રાગવાળી દૃષ્ટિથી જોયા ન હતા, કે ન હું તમારી અભિલાષા કરતી હતી. પણ જે પ્રકારે તમો સર્વોત્તમ રૂપ, તારુણ્ય, યૌવન, લાવણ્ય, કાંતિ, સૌભાગ્ય કળાનો સમુદાય, વિજ્ઞાન, જ્ઞાનાતિશય વગેરે ગુણોની સમૃદ્ધિથી અલંકૃત છો તે પ્રમાણે વિષયોમાં નિરભિલાષી અને વૈર્યવાળા તે પ્રમાણે છો કે નથી, તેમ તમારું માપ તોલવા માટે રાગ સહિત અભિલાષવાળી નજર જોડી હતી. પણ રાગાભિલાષાની ઇચ્છાથી દૃષ્ટિ કરી ન હતી. અથવા આજ આલોચના થાઓ. આમાં બીજો કયો દોષ છે ? મને પણ આ ગુણ કરનારો થશે. તીર્થમાં જઈને માયાકપટ કરવાથી શું વધારે ફાયદો ?
કુમારમુનિ વિચારવા લાગ્યા કે, અત્યંત મહાસંવેગ પામેલ એવી સ્ત્રીને સો સોનૈયા કોઈ આપે તો સંસારમાં સ્ત્રીઓનો કેવો ચપલ સ્વભાવ છે, એમ ચિંતવીને મુનિવરે કહ્યું કે, ચપળ સ્વભાવવાળી પાપી સ્ત્રીઓને ધિક્કાર થાઓ. જુઓ જુઓ! આટલા માત્ર ટૂંકા સમયમાં કેવા પ્રકારનું કપટ કેળવ્યું ?
– અહો આ દુર્જન ચપળ સ્ત્રીઓના ચલ, ચપલ, અસ્થિર, ચંચલ સ્વભાવો ! એકના વિશે માનસ ના સ્થાપનારી, એક ક્ષણ પણ સ્થિર મન ન રાખનારી, અહો દુષ્ટ જન્મવાળી, અહો સમગ્ર અકાર્ય કરનારી, ભાંડનારી, સ્કૂલના પામનારી, અહો સમગ્ર અપયશ અપકીર્તિને વૃદ્ધિ પમાડનારી અહો પાપકર્મ કરવાના અભિમાની આશયવાળી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org