________________
૩૯૨
આગમ કથાનુયોગ-૩
પરલોકમાં અંધકારની અંદર ઘોર ભયંકર ખણજ, ઉકળતા કડાયામાં તેલમાં તળાવાનું, શાલ્મલી વૃક્ષ-કુંભમાં રંધાવાનું વગેરે દુઃખ સહન કરવા પડે તેવી નારકીમાં જવું પડશે એના ભય વગરની ચંચળ સ્ત્રીઓ હોય છે.
આ પ્રમારે કુમાર શ્રમણ મનમાં ઘણો ખેદ પામ્યા. તેની વાતનો સ્વીકાર ન કરતા ધર્મમાં એકરસિક એવા કુમારમુનિ અતિ પ્રશાંત વદનથી પ્રશાંત મધુર વર્ણોથી ધર્મદેશના કરવા પૂર્વક રાજકુલ બાલિકા નરેન્દ્રશ્રમણીને કહ્યું કે,
હે દુષ્કરકારિકે ! આવા માયાના વચનો બોલીને અત્યંત ઘોર, વીર, ઉગ્ર, કષ્ટદાયક, દુષ્કર તપ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન વગેરે કરીને જે તે સંસાર ન વધે તેવો મોટો પુણ્યપ્રકર્ષ એકઠો કરેલો છે, તેને નિષ્ફળ ન કર. અનંત સંસાર આપનાર એવા માયા દંભ કરવાનું કોઈ પ્રયોજન નથી. નિઃશંકપણે આલોચના કરીને તારા આત્માને શલ્ય વગરનો કર અથવા જેમ અંધકારમાં નદીનું નૃત્ય નિરર્થક થાય છે. ધમેલું સુવર્ણ એક જોરવાળી ફંક માત્રમાં તેની કરેલી મહેનત નિરર્થક જાય છે.
- તે પ્રમાણે અત્યાર સુધી રાજગાદી અને સ્વજનાદિકનો ત્યાગ કરી, કેશલોચ કર્યો. ભિક્ષાભ્રમણ, ભૂમિશચ્યા કરવી, બાવીશ પરિષહ સહેવા, ઉપસર્ગ સહેવા, એ વગેરે જે કલેશો સહન કર્યા તે સર્વ કરેલા ચારિત્ર અનુષ્ઠાનો તારા નિરર્થક થશે. ત્યારે તે નિર્માગીએ જવાબ આપ્યો કે, હે ભગવંત ! શું આપ એમ માનો છો કે આપની સાથે કપટથી વાત કરું છું. વળી ખાર્સ કરીને આલોચના આપતી વખતે આપ સાથે કપટ કરાય જ નહીં. આ મારી વાત નિઃશંક સાચી માનો.
કોઈ પ્રકારે તે વખતે બીલકુલ મેં નેહરાગની અભિલાષાથી કે રાગ કરવાની અભિલાષાથી કે રાગ કરવાની અભિલાષાથી આપની તરફ દૃષ્ટિ કરી ન હતી, પરંતુ આપની પરીક્ષા કરવા, તમે કેટલા પાણીમાં છો, શીલમાં કેટલા દૃઢ છો તેની પરીક્ષા કરવા માટે નજર કરી હતી. એમ બોલતી કર્મપરિણતિને આધીન થયેલી બદ્ધ, પૃષ્ટ, નિકાચિત, એવું ઉત્કૃષ્ટ સ્થિતિવાળું સ્ત્રીનામકર્મ ઉપાર્જન કરી વિનાશ પામી.
- હે ગૌતમ! કપટ કરવાના સ્વભાવથી તે રાજકુલ બાલિકા નરેન્દ્ર શ્રમણીએ ઘણા લાંબાકાળનો નિકાચિત સ્ત્રીવેદ ઉપાર્જન કર્યો.
ત્યારપછી હે ગૌતમ ! શિષ્યગણ પરિવાર સહિત મહાઆશ્ચર્યભૂત સ્વયંબુદ્ધ કુમારમહર્ષિએ વિધિપૂર્વક આત્માની સંખના કરીને એક માસનું પાદપોપગમન અનશન કર્યું. કરીને સમેત પર્વતના શિખર ઉપર કેવલીપણે શિષ્યગણના પરિવાર સાથે નિર્વાણ પામી મોક્ષે ગયા. ૦ રાજકુલ બાલિકા નરેન્દ્રનું ભવભ્રમણ :
હે ગૌતમ ! તે રાજકુલબાલિકા નરેન્દ્ર શ્રમણી તે માયાશલ્યના ભાવદોષથી વિદ્યકુમાર દેવલોકમાં સેવક દેવોમાં સ્ત્રીરૂપે ઉત્પન્ન થઈ. ત્યાંથી ચ્યવીને ફરી ફરી ઉત્પન્ન થતી અને મૃત્યુ પામતી મનુષ્ય અને તિર્યંચગતિમાં સમગ્ર દૌર્ભાગ્ય, દુઃખ, દારિદ્ર પામતી, સમગ્ર લોકથી પરાભવ–અપમાન, તિરસ્કાર પામતી, પોતાના કર્મના ફળને અનુભવતી હે ગૌતમ ! યાવત્ કોઈ પ્રકારે કર્મનો ક્ષયોપશમ – ઓછો થવાના કારણે ઘણા ભવો ભ્રમણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org