________________
૩૯૬
આગમ કથાનુયોગ-૩
મુનિવરની પાસે મારી વિશુદ્ધિ કેમ થાય તેની માંગણી કરું. એમ વિચારીને પ્રણામ કરવા પૂર્વક તે ગણને ધારણ કરવાવાળા ગચ્છાધિપતિ આગળ યથાયોગ્ય ભૂમિ ભાગમાં બેઠા. તે ગણસ્વામીએ સુજ્ઞશીવને કહ્યું કે, અરે દેવાનુપ્રિય ! શલ્યરહિતપણે પાપની આલોચના જલ્દી કરીને સમગ્ર પાપનો અંત કરનારું એવું પ્રાયશ્ચિત્ત કર. આ બાલિકા તો ગર્ભવતી હોવાથી તેનું પ્રાયશ્ચિત્ત નથી કે જ્યાં સુધી તે બાળકને જન્મ આપશે નહીં.
હે ગૌતમ ! ત્યારપછી અતિ મહાસંવેગની પરાકાષ્ઠા પામેલા તે સુજ્ઞશિવે જન્મથી માંડીને થયેલા તમામ પાપકર્મોની નિઃશલ્ય આલોચના આપીને (કહીને) ગુર મહારાજે કહેલા ઘોર અતિ દુષ્કર મોટા પ્રાયશ્ચિત્તનું સેવન કરીને ત્યારપછી અતિ વિશુદ્ધ પરિણામયુક્ત શ્રમણપણામાં પરાક્રમ કરીને ૨૬ વર્ષ અને ૧૩ રાત્રિ-દિવસ સુધી અત્યંત ઘોર, વીર, ઉગ્ર, કષ્ટકારી, દુષ્કર તપ–સંયમ યથાર્થ પાલન કરીને તેમજ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ માસ સુધીના લાગલગાટ ઉપરા-ઉપરી સામટા ઉપવાસ કરીને શરીરની ટાપટીપ કે મમતા કર્યા વગરના તેણે સર્વ સ્થાનકમાં પ્રમાદરહિતપણે નિરંતર રાત-દિવસ દરેક સમયે સ્વાધ્યાય ધ્યાનાદિકમાં પરાક્રમ કરી બાકીના કર્મમલને ભસ્મ કરીને અપૂર્વકરણ કરીને ક્ષપકશ્રેણી માંડીને અંતગડ કેવલી થઈને સિદ્ધ થયા.
હે ભગવંત ! તેવા પ્રકારનું ઘોર મહાપાપ કર્મ આચરીને આવો સુજ્ઞશિવ જલ્દી– થોડા કાળમાં કેમ નિર્વાણ પામ્યો ? હે ગૌતમ ! જેવા પ્રકારના ભાવમાં રહીને આલોયણા આપી, જેવા પ્રકારનો સંવેગ પામીને તેવું ઘોર દુષ્કર મોટું પ્રાયશ્ચિત્ત આચર્યું, જેવા પ્રકારે અત્યંત વિશુદ્ધ અધ્યવસાયથી તેવા પ્રકારનું અત્યંત ઘોર, વીર, ઉગ્ર કષ્ટ કરનાર અતિ દુષ્કર તપ સંયમની ક્રિયામાં વર્તતા અખંડિત મૂલ–ઉત્તર ગુણોનું પાલન કરતા નિરતિચાર શ્રામણ્યનો નિર્વાહ કર્યો – યાવત્ – સુજ્ઞશિવ શ્રમણે બાર વર્ષની સંખના કરીને પાદપોપગમન અનશન અંગીકાર કરીને તેવા પ્રકારના એકાંત શુભ અધ્યવસાયથી માત્ર એક જ સિદ્ધિ ન પામે, પણ જો કદાચ બીજાએ કરેલા કર્મનો સંક્રમ કરી શકાતો હોય તો તે સર્વે ભવ્ય સત્વોના સમગ્ર કર્મનો ક્ષય અને સિદ્ધિ પામે. ૦ સુશ્રીની ગતિ અને કથાનાયક સુસઢનો જન્મ :
હે ભગવંત ! પેલી સુજ્ઞશ્રી કયાં ઉત્પન્ન થઈ ? હે ગૌતમ! છઠી નરક પૃથ્વીમાં.
હે ભગવંત ! કયા કારણે ? તેનો ગર્ભનો નવ માસથી અધિક કાળ પૂર્ણ થયો ત્યારે એવો વિચાર આવ્યો કે, આવતી કાલે સવારે ગર્ભ પડાવીશ. આવા પ્રકારના અધ્યવસાય કરતી તેણીએ બાળકને જન્મ આપ્યો. જન્મ આપ્યા પછી તરત જ તે જ ક્ષણે મૃત્યુ પામી. આ કારણે સુજ્ઞશ્રી છઠી નરકે ગઈ.
હે ભગવંત ! જે બાળકને તેણે જન્મ આપ્યો, પછી તેણી મૃત્યુ પામી તે બાળક જીવતો રહ્યો કે ન રહ્યો. હે ગૌતમ ! તે જીવતો રહ્યો. હે ભગવંત ! કેવી રીતે ? હે ગૌતમ! જન્મ આપતાની સાથે જ તે બાળકને તેવા પ્રકારની ઓર–ચરબી અને લોહી ગર્ભને વીંટળાઈને રહેલ. દુર્ગધ મારતા પદાર્થો – પરુ, ખારી દુર્ગધપૂર્ણ અશુચિ પદાર્થોથી વીંટળાએલ અને અનાથ એવા વિલાપ કરતાં તે બાળકને એક શ્વાને કુંભારના ચક્ર ઉપર સ્થાપીને ભક્ષણ શરૂ કર્યું. ત્યારે કુંભારે તે બાળકને ત્યાં જોયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org