Book Title: Agam Kathanuyoga Gujarati Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 391
________________ આગમ કથાનુયોગ–૩ સાગરવાળો હર્ષ અને વિષાદ પામેલો હોવાથી ભયસહિત ઊભો થયો. ત્રાસ અને વિસ્મયયુક્ત હૃદયવાળો રાજા ધીમે ધીમે ગુપ્ત સુરંગના નાના દ્વારથી કંપતા સર્વ ગાત્રવાળો, મહા કૌતુકથી કુમાર દર્શનની અત્યંત ઉત્કંઠાવાળો તે પ્રદેશમાં આવ્યો. સુગૃહીત નામવાળા મહાયશસ્વી મહાસત્ત્વવાળા મહાનુભાવ કુમારના રાજાએ દર્શન કર્યા. અપ્રતિપાતિ મહાઅવધિજ્ઞાનના પ્રત્યયથી સંખ્યાતીત ભવોના અનુભવેલા સુખ–દુઃખો સમ્યકત્વાદિની પ્રાપ્તિ, સંસાર, સ્વભાવ, કર્મબંધ, તેની સ્થિતિ, તેથી મુક્તિ કેમ થાય ? વૈર બંધવાળા રાજાદિને અહિંસા લક્ષણ પ્રમાણ ધર્મનો ઉપદેશ આપે છે. ૩૯૦ – સુખપૂર્વક બેઠેલા સૌધર્માધિપતિ ઇન્દ્ર મહારાજાએ મસ્તક પર ધરી રાખેલા સફેદ છત્રવાળા કુમારને દેખીને પૂર્વે કોઈપણ વખત ન દેખેલું એવું આશ્ચર્ય દેખીને પરિવાર સહિત તે રાજા પ્રતિબોધ પામ્યો અને દીક્ષા અંગીકાર કરી. શત્રુ ચક્રાધિપતિ રાજા પણ પ્રતિબોધ પામ્યો અને દીક્ષા અંગીકાર કરી. આ સમયે ચારે નિકાયના દેવોએ સુંદર સ્વરવાળી ગંભીર દુંદુભિનો મોટો શબ્દ કર્યો અને પછી ઉદ્ઘોષણા કરી છે - હે કર્મની આઠ ગાંઠોની ચુરો કરનાર ! પરમેષ્ઠિન્ ! મહાયશવાળા ! ચારિત્ર, દર્શન, જ્ઞાનસહિત તમે જય પામો. આ જગતમાં એક તે માતા ક્ષણે ક્ષણે વંદનીય છે, જેના ઉદરમાં મેરુપર્વત સરખા મહામુનિ ઉત્પન્ન થઈને વસ્યા. એમ કહીને સુગંધી પુષ્પોની વૃષ્ટિ છોડતાં ભક્તિપૂર્ણ હૃદયવાળા હસ્તકમળની અંજલિ જેઓએ રચેલી છે. એવા ઇન્દ્રો સહિત દેવસમુદાયો આકાશમાંથી નીચે ઉતરી આવ્યા. હે ગૌતમ ! ત્યારપછી કુમારના ચરણકમળ નજીક દેવસુંદરીઓએ નૃત્ય કર્યું. ફરી–ફરી ઘણી સ્તવના કરી. નમસ્કાર કરી લાંબા સમય સુધી પર્યાપાસના કરી દેવસમુદાય સ્વસ્થાનકે ગયો. હે ભગવંત ! તે મહાયશવાળા સુગ્રહીત નામ ધારણ કરવાવાળા કુમાર મહર્ષિ આવા પ્રકારના સુલભબોધિ કેવી રીતે થયા ? હે ગૌતમ ! અન્ય જન્મમાં શ્રમણભાવમાં રહેલા હતા ત્યારે તેણે વચનદંડનો પ્રયોગ કર્યો હતો. તે નિમિત્તે જીવનપર્યંત ગુરુના ઉપદેશથી મૌન વ્રત ધારણ કર્યું હતું. બીજું સંયતોને ત્રણ મહાપાપ સ્થાનકો કહેલા છે તે આ પ્રમાણે :- (૧) અપ્લાય, (૨) અગ્નિકાય, (૩) મૈથુન. આ ત્રણે સર્વ ઉપાયોથી સાધુએ ખાસ વર્લ્ડવા જોઈએ. તેણે પણ તે રીતે સર્વથા વર્જેલા હતા. તે કારણે તે સુલભબોધિ થયા. - ૦ ગચ્છાધિપતિના પૂર્વભવરૂપ સ્રી નરેન્દ્ર : હવે કોઈક સમયે હે ગૌતમ ! ઘણાં શિષ્યોથી પરિવરેલા તે કુમારમહર્ષિએ છેલ્લા સમયે દેહ છોડવા માટે સમેતશિખર પર્વતના શિખર તરફ પ્રયાણ કર્યું. વિહાર કરતા– કરતા કાલક્રમે તે જ માર્ગે ગયા કે જ્યાં તે રાજકુલબાલિકાવરેન્દ્ર ચક્ષુકુશીલ હતી. રાજમહેલમાં સમાચાર આવ્યા. તે ઉત્તમ ઉદ્યાનમાં તે સ્રીનરેન્દ્ર વંદન કરવા માટે આવી. કુમારમહર્ષિને પ્રણામ કરીને સપરિવાર યથોચિત ભૂમિસ્થાને તે સ્ત્રી નરેન્દ્ર બેઠી. મુનિશ્વરે પણ ઘણાં વિસ્તારથી ધર્મદેશના કરી. ધર્મદેશના સાંભળી ત્યારપછી સપરિવાર સ્ત્રીનરેન્દ્ર નિઃસંગતા ગ્રહણ કરવા તૈયાર થયો. (થઈ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434