________________
૩૮૮
આગમ કથાનુયોગ-૩
રહેલા છે, હણો–હણો એવા હણવાના શબ્દોથી ભયંકર, ઘણાં યુદ્ધોના સંઘર્ષમાં કોઈ વખત પીઠ ન બતાવનાર, જીવનનો અંત કરનારા, અતુલબલ પરાક્રમી, મહાબલવાન, શત્રુસૈન્યના યોદ્ધાઓ ધસી આવ્યા.
આ સમયે કુમારના ચરણમાં નમી પડીને પ્રત્યક્ષ દેખેલા પ્રમાણથી મરણના ભયથી આકુળ થવાના કારણે પોતાના કુલઝમાગત પુરુષકારની ગણના કર્યા વિના રાજા પલાયન થઈ ગયો. એક દિશા પ્રાપ્ત કરીને પરિવાર સહિત તે રાજા નાસવા લાગ્યો. હે ગૌતમ ! તે સમયે કુમારે ચિંતવ્યું કે મારા કુલક્રમમાં પીઠ બતાવવી એવું કોઈથી બનેલું નથી. બીજી બાજુ અહિંસા લક્ષણ ધર્મને જાણનાર તેમજ પ્રાણાતિપાતના કરેલા પ્રત્યાખ્યાનવાળા મને કોઈના ઉપર પ્રહાર કરવો યોગ્ય નથી. તો હવે મારે અત્યારે શું કરવું ? અથવા અગારવાળા ભોજન–પાનના ત્યાગના પચ્ચક્ખાણ કરું? એક દૃષ્ટિ માત્રથી કુશીલનું નામ ગ્રહણ કરવામાં પણ આટલું મોટું નુકસાનકારક કાર્ય ઊભું થયું. તો અત્યારે હવે મારા શીલની પરીક્ષા પણ અહીં કરવી, એમ વિચારીને કુમાર કહેવા લાગ્યો
– જો વાચા માત્રથી કુશીલ હોઉં તો આ રાજધાનીમાંથી ક્ષેમ કુશળ અક્ષત શરીરવાળો નીકળી શકીશ નહીં. જો હું મન, વચન, કાયા એમ ત્રણ પ્રકારથી સર્વથા શીલયુક્ત હોઉં તો મારા ઉપર આ અતિ તીણ ભયંકર, જીવનનો અંત કરનાર હથિયારના ઘા ન થશો. “નમો અરિહંતાણં – નમો અરિહંતાણં' એમ બોલીને કેટલામાં શ્રેષ્ઠ તોરણવાળા દરવાજાના દ્વાર તરફ ચાલવા લાગ્યા, જેટલામાં હજુ થોડાં ભૂમિભાગમાં પગલા માંડતો હતો, તેટલામાં શોરબકોર કરતાં કોઈકે કહ્યું કે, ભિક્ષુકના વેશમાં આ રાજા જાય છે. એમ કહીને આનંદમાં આવી જઈને કહેવા લાગ્યો – “હણો-હણો”, “મારોમારો' ઇત્યાદિક શબ્દો બોલતા તલવાર વગેરે હથિયારો ઊંચકીને પ્રવર બળવાળો યોદ્ધાઓ દોડી આવ્યા.
- અત્યંત ભયંકર, જીવનો અંત કરનાર, શત્રુ સૈન્યના યોદ્ધા ધસી આવ્યા ત્યારે ખેદ વગરના ધીમે ધીમે નિર્ભયપણે ત્રાસ પામ્યા વિના અદીનમનવાળા કુમારે કહ્યું કે, અરે દુષ્ટ પુરષો ! આવા ઘોર તામસ ભાવથી તમે મારી પાસે આવો. અનેક વખત શુભ અધ્યવસાયથી એકઠાં કરેલા પુણ્યની પ્રકર્ષતાવાળો હું એ જ છું. અમુક રાજા તમારો સાચો શત્રુ છે. તમે એમ ન બોલશો કે, અમારા ભયથી રાજા અદૃશ્ય થયો છે. જો તમારામાં શક્તિ પરાક્રમ હોય તો પ્રહાર કરો. એટલામાં આટલું બોલ્યા, તેટલામાં તે જ ક્ષણે તે સર્વે થંભી ગયા.
હે ગૌતમ ! શીલાલંકૃત પુરૂષની વાણી દેવતાઓને પણ અલંઘનીય છે. તે નિશ્ચલ દેહવાળો થયો. ત્યારપછી ધર્ કરતો મૂછ પામીને ચેષ્ટારહિત થઈને ભૂમિ ઉપર તે કુમાર ઢળી પડ્યો. હે ગૌતમ ! એ અવસરે કપટી અને માયાવી તે અધમરાજાએ સર્વભ્રમણ કરતા લોકોને અને સર્વત્ર રહેલા એવા ધીર, સમર્થ, ભીરું, વિચક્ષણ, મૂર્ખ, શૂરવીર, કાયર, ચતુર, ચાણક્ય સરખા બુદ્ધિશાળી, બહુ પ્રપંચોથી ભરેલા, સંધી કરાવનારા, વિગ્રહ કરાવનારા, ચતુર રાજસેવકો વગેરે પુરુષોને કહ્યું કે, અરે ! આ રાજધાનીમાંથી તમે જલ્દી હીરા, નીલમ, સૂર્યકાંત–ચંદ્રકાંત મણિ, શ્રેષ્ઠ મણિ અને રત્નના ઢગલાઓ, હેમ અર્જુન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org