________________
આગમ કથાનુયોગ-૩
પછી પિતાએ અંતઃપુરના રક્ષપાલ સેવકને સોંપી. એ પ્રમાણે કાલ–સમય વીતતા કોઈક સમયે તે રાજા મૃત્યુ પામ્યો. કોઈક સમયે મહાબુદ્ધિશાળી મંત્રીઓએ એકઠા થઈ નિર્ણય કર્યો કે આ કુંવરીનો જ અહીં રાજ્યાભિષેક કરવો. પછી રાજ્યાભિષેક કર્યો. હે ગૌતમ! ત્યારપછી દરરોજ તેણી સભા મંડપમાં બેસતી હતી.
૩૮૬
હવે કોઈક સમયે ત્યાં રાજસભામાં ઘણાં બુદ્ધિજનો, વિદ્યાર્થીઓ, ભટ્ટ, ડિગ, મુસદ્દી, ચતુર, વિચક્ષણ, મંત્રીજનો, મહંતો વગેરે સેંકડો પુરુષોથી ખીચોખીચ આ સભામંડપના મધ્યભાગમાં રાજસિંહાસન પર બેઠેલ, કર્મ પરિણતિને આધીન થયેલ રાજકુંવરીએ રાગસહિત અભિલાષવાળા નેત્રથી સર્વોત્તમ રૂપ–લાવણ્ય—શોભાની સંપત્તિવાળા જીવાદિક પદાર્થોના સુંદર જ્ઞાનવાળા એક ઉત્તમકુમારને જોયા. ૦ કુમારવર પ્રબંધ :
હે ગૌતમ ! કુમાર તેના મનોગત ભાવ સમજી ગયો. તે વિચારવા લાગ્યો કે, મને દેખીને આ બિચારી રાજકુંવરી ઘોર અંધકારપૂર્ણ અને અનંત દુઃખદાયક પાતાલમાં પહોંચી ગઈ. તો ખરેખર હું અધન્ય છું કે આવા પ્રકારના રાગ ઉત્પન્ન થવાના યંત્ર સરખા, પુદ્દગલ સમૂહવાળા મારા દેહને જોઈને પતંગીયા માફક કામદીપકમાં ઝંપલાવે છે. હવે મારે જીવીને શું કરવું ? તો હવે હું જલ્દી આ પાપ શરીરને વોસિરાવું.
આ માટે અતિ દુષ્કર પ્રાયશ્ચિત્ત કરીશ. સમગ્ર અંગનો ત્યાગ કરવા સ્વરૂપ સમગ્ર પાપનો વિનાશ કરનાર અણગાર ધર્મને અંગીકાર કરીશ. અનેક પૂર્વભવોના એકઠાં કરેલા, દુઃખે કરીને છોડી શકાય તેવા પાપબંધનના સમૂહને શિથિલ કરીશ. આવા અવ્યવસ્થિત જીવલોકને ધિક્કાર થાઓ કે જેમાં ઇન્દ્રિયોનો વર્ગ આ રીતે પરાધીન થાય છે. અહો કેવી કમનસીબી છે કે લોક પરલોકના નુકસાન તરફ નજર કરતો નથી. અહો એક જન્મ માટે ચિત્તનો દુરાગ્રહ કેવો થયો છે ?
અહો કાર્યકાર્યની અજ્ઞાનતા, અહો મર્યાદારહિતપણું, અહો તેજરહિતપણું, અહો લજ્જાનો પણ જેણે ત્યાગ કર્યો છે, અરેરે મારા સરખાને આ સ્થિતિમાં ક્ષણવાર પણ વિલંબ કરવો ઉચિત નથી. દુઃખે કરીને અટકાવી શકાય તેવા તત્કાળ પાપનું આગમન થતું હોય તેવા સ્થાનમાં રહેવું તે જોખમ ગણાય. હા, હા, હા, હે નિર્લજ્જ શત્રુ ! અધન્ય એવા આઠ કર્મરાશિ આ રાજબાલિકાને અત્યારે ઉદયમાં આવેલા છે. આ મારા કોઠાર સરખા પાપશરીરનું રૂપ દેખવાથી તેના નેત્રોમાં રાગની અભિલાષા થઈ. હવે આ દેશનો ત્યાગ કરીને પ્રવ્રજ્યા અંગીકાર કરું. એમ વિચારીને કુમારવરે કહ્યું કે—
હું શલ્યરહિત બની આપ સર્વેની ક્ષમા માંગુ છું અને મારો કોઈ અજાણમાં પણ અપરાધ થયો હોય તો દરેકે ક્ષમા આપવી ત્રિવિધ–ત્રિવિધે ત્રિકરણ શુદ્ધિથી સભામંડપમાં રહેલા રાજકુળ અને નગરજનો આદિ સર્વેની ક્ષમા માંગુ છું. એમ કહીને તે રાજકુળમાંથી બહાર નીકળી ગયો. પોતાના રહેઠાણે પહોંચી ગયો. ત્યાંથી માર્ગમાં ખાવા માટેનું પાથેય ગ્રહણ કર્યું. ફીણના જથ્થાના તરંગ સમાન સુકુમાલ સફેદ વસ્ત્રના બે ખંડ કરીને પહેર્યા. સજ્જનના હૃદય સમાન સરલ નેતર લતાની સોટી અને અર્ધઢાલ હાથમાં ગ્રહણ કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org