________________
શ્રમણ કથાઓ
૩૮૫
હે ભગવંત અન્ય ભવમાં તે મહાનુભવે કેવી રીતે માયા કરી કે જેનો આવા પ્રકારનો ભયંકર કર્મોદય થયો ?
હે ગૌતમ ! તે મહાનુભાવ ગચ્છાધિપતિનો જીવ ઓછા કે અધિક નહીં એવા બરાબર લાખમાં ભવ પહેલાં સામાન્ય રાજાની સ્ત્રીથી પુત્રીપણે ઉત્પન્ન થઈ. કોઈક સમયે લગ્ન થયા પછી તરત જ તેનો ભર્તાર મૃત્યુ પામ્યો. ત્યારે તેના પિતાએ રાજકુંવરીને કહ્યું કે, હે ભદ્રે ! હું તને મારા રાજ્યમાંથી પાંચસો ગામો આપું છું. તેની આવકમાંથી તારી ઇચ્છા પ્રમાણે અંધોને, અધૂરા અંગવાળા, ન ચાલી શકતા હોય તેવા અપંગોને, ઘણી વ્યાધિ વેદનાઓથી વ્યાપ્ત શરીરવાળાને, સર્વ લોકોથી પરાભવ પામેલાઓને, દારિદ્ર, દુઃખ, દુર્ભાગ્યથી કલંકિત થયેલાઓને જન્મથી દરિદ્રો હોય તેવાને, શ્રમણોને, શ્રાવકોને, મુંઝાએલાને, સંબંધી બંધુઓને–
જે કોઈને જે ઇષ્ટ હોય તેવા ભોજન, પાણી, વસ્ત્રો – ચાવતુ – ધન, ધાન્ય, સુવર્ણ, હિરણ્ય કે સમગ્ર સુખ આપનાર, સંપૂર્ણ દયા કરી અભયદાન આપ. જેનાથી હવે ભવાંતરમાં પણ સમગ્ર લોકોને અપ્રિયકારિણી સર્વને પરાભવ કરવાના સ્થાનભૂત તું ન થાય, તેમજ ગંધ, પુષ્પમાલા, તંબોલ, વિલેપન, અંગરાગ વગેરે ઇચ્છા મુજબ ભોગ અને ઉપભોગના સાધન વગરની ન થા, અપૂર્ણ મનોરથવાળી, દુઃખી જન્મ આપનારી, પત્ની, વંધ્યા, રંડા વગેરે દુઃખવાળી ન થા.
ત્યારે હે ગૌતમ ! તેણીએ તહત્તિ કરીને તે વાત સ્વીકારી. પરંતુ નેત્રમાંથી હડહડ કરતાં અશ્રુજળથી જેનો કપોલભાગ ધોવાઈ રહેલો છે. ખોખરા સ્વરથી કહેવા લાગી કે વધારે બોલવાનું હું જાણતી નથી. અહીંથી આપ જઈને જલ્દી કાષ્ઠની મોટી ચિંતા તૈયાર કરાવો. જેથી મારા દેહને બાળી નાંખ. પાપિણી એવી મને હવે જીવવાનું કંઈ પ્રયોજન નથી. રખેને કદાચ કર્મ પરિણતિને આધીન થઈને મહાપાપી સ્ત્રીના ચંચળ સ્વભાવપણાના કારણે આપના આ અસાધારણ પ્રસિદ્ધ નામવાળા, આખા જગતમાં જેની કીર્તિ અને પવિત્ર યશથી ભરેલો છે એવા આપના કુળને કદાચ કલંક લગાડનારી બનું. આ મારા નિમિત્તે આપણું સર્વ કુળ મલીન બની જાય.
ત્યારપછી તે રાજાએ ચિંતવ્યું કે, ખરેખર હું અધન્ય છું કે અપુત્રવાળા એવા મને આવી રત્ન સરખી પુત્રી મળી. અહો ! આ બાલિકાનો વિવેક ! અહો તેની બુદ્ધિ ! અહો તેની પ્રજ્ઞા ! અહો તેનો વૈરાગ્ય ! અહો તેનું કુલને કલંક લગાડવાનું ભીરુંપણું ! અહો ખરેખર ક્ષણે ક્ષણે આ બાલિકા વંદનીય છે, જેના આવા મહાન ગુણો છે તો જ્યાં સુધી તે મારા ઘરમાં વાસ કરશે ત્યાં સુધી મારું મહાકલ્યાણ થશે. તેને દેખવાથી, સ્મરણ કરવાથી, તેની સાથે બોલવાથી, આત્મા નિર્મળ થશે, તો પુત્ર વગરના મને આ પુત્રી પુત્રતુલ્ય છે, એમ વિચારીને રાજાએ કહ્યું
હે પુત્રી ! આપણા કુળના રિવાજ પ્રમાણે કાષ્ઠની ચિંતામાં રાંડવાનું હોતું નથી. તો તું શીલ અને શ્રાવક ધર્મરૂપ ચારિત્રનું પાલન કર, દાન આપ, તારી ઇચ્છા પ્રમાણે પૌષધ ઉપવાસ આદિ કર અને ખાસ કરીને જીવદયાના કાર્યો કર. આ રાજ્ય પણ તારું જ છે, ત્યારપછી હે ગૌતમ! પિતાએ પ્રમાણે કહ્યા પછી ચિંતામાં પડવાનું માંડી વાળી મૌન રહી.
[૩/૨૫
Jain
...international
For Private & Personal Use Only
www.jainelibrary.org