________________
શ્રમણ કથાઓ
૩૮૩
ગુરુની આરાધના કરવામાં અપૂર્વ સ્વભાવવાળા તમારા ઉપર ગુરુ આજે પ્રસન્ન થયા છે. શ્રેષ્ઠ આત્મબળવાળા, યજ્ઞ કરવા–કરાવવા અધ્યયન કરવું, કરાવવું, ષકર્મ કરવાના અનુરાગથી તમારા ઉપર ગુરુ પ્રસન્ન થયા છે. તો હવે તમે પાંચો ઇન્દ્રિયોને જલ્દી જીતો પાપી એવા ક્રોધાદિ કષાયનો ત્યાગ કરો. વિષ્ઠા, અશુચિ, મલમૂત્ર, ઓર વગેરે કાદવયુક્ત ગર્ભાવાસથી માંડીને પ્રસૂતિ જન્મ મરણાદિ અવસ્થાઓ કેવી રીતે પ્રાપ્ત થાય છે, તે સર્વે તમે હવે જાણો.
– આવા અનેક વૈરાગ્ય ઉત્પન્ન કરાવનાર સુભાષિતો કહેલા એવા ચૌદ વિદ્યાના પારગામી ગોવિંદ બ્રાહ્મણને સાંભળીને જન્મ, જરા, મરણથી અતિશય ભય પામેલા ઘણાં સપુરુષો ધર્મને વિચારવા લાગ્યા. ત્યાં કેટલાક એમ બોલવા લાગ્યા કે આ શ્રેષ્ઠ ધર્મ છે, પ્રવર ધર્મ છે. એમ વળી બીજાઓ કહેવા લાગ્યા. હે ગૌતમ ! યાવત્ દરેક લોકોએ આ બ્રાહ્મણી જાતિસ્મરણવાળી છે, એમ પ્રમાણભૂત માની. ૦ ગોવિંદ બ્રાહ્મણ આદિને કેવળજ્ઞાન :
ત્યારપછી બ્રાહ્મણીએ અહિંસા લક્ષણવાળા, નિઃસંદેહ, ક્ષમા આદિ દશ પ્રકારના શ્રમણધર્મને હેતુ–દૃષ્ટાંત કહેવા પૂર્વક તેઓને પરમ શ્રદ્ધા ઉત્પન્ન થાય તેવી રીતે સમજાવ્યો.
ત્યારપછી તે બ્રાહ્મણીને આ સર્વજ્ઞ છે એમ માનીને હસ્તકમલની સુંદર અંજલિ રચીને આદરપૂર્વક સારી રીતે પ્રણામ કરીને હે ગૌતમ ! તે બ્રાહ્મણી સાથે દીનતારહિત માનસવાળા અનેક નર અને નારી વર્ગે અલ્પકાળ સુખ આપનારા એવા કુટુંબ, સ્વજન, મિત્ર, બંધુ, પરિવાર, ઘર, વૈભવ આદિનો ત્યાગ કરીને શાશ્વત–મોક્ષ સુખના અભિલાષી, અતિ નિશ્ચિત દૃઢ મનવાળા, શ્રમણપણાના સમગ્ર ગુણોને ધારણ કરતા, ચૌદપૂર્વધર, ચરમ શરીરવાળા, તદ્ભવ મુક્તિગામી એવા ગણધર સ્થવિરની પાસે પ્રવજ્યા સ્વીકારી.
હે ગૌતમ ! આ પ્રમાણે તેઓ અત્યંત ઘોર, વીર, તપસંયમના અનુષ્ઠાનનું સેવન, સ્વાધ્યાય, ધ્યાનાદિક પ્રવૃત્તિ કરતાં કરતાં સર્વ કર્મનો ક્ષય કરીને તે બ્રાહ્મણી સાથે કર્મરજ ખંખેરીને ગોવિંદ બ્રાહ્મણ વગેરે અનેક નર અને નારીગણ સિદ્ધિ પામ્યા. તે સર્વે મહાયશસ્વી થયા એમ કહું છું. ૦ બ્રાહ્મણીના પૂર્વભવ સંબંધી પૃચ્છા :
હે ભગવંત ! તે બ્રાહ્મણીએ એવું શું કર્યું હતું કે જેથી આ પ્રમાણે સુલભબોધિ પામીને સવારના પહોરમાં નામ ગ્રહણ કરવા લાયક બની ? તેમજ તેના ઉપદેશથી અનેક ભવ્ય જીવો – નર-નારી લોકો, જેઓ અનંત સંસારના ઘોર દુઃખમાં સબડી રહેલા હતા, તેમને સુંદર ધર્મદેશના વગેરે દ્વારા શાશ્વત સુખ આપીને ઉદ્ધાર કર્યો ?
હે ગૌતમ ! તેણે પૂર્વભવમાં અનેક સુંદર ભાવના સહિત શલ્ય વગરની બની જન્મથી માંડીને છેવટ સુધીના લાગેલા દોષોની શુદ્ધ ભાવો સહિત આલોયણા આપીને યથોપદિષ્ટ પ્રાયશ્ચિત્ત કર્યું. પછી સમાધિ સહિત કાળ પામીને તેના પ્રભાવથી સૌધર્મદેવલોકમાં ઇન્દ્ર મહારાજાની અગ્ર મહિષી મહાદેવીપણે ઉત્પન્ન થઈ.
હે ભગવંત! શું તે બ્રાહ્મણીનો જીવ તેના આગલા ભવમાં નિર્ચથી શ્રમણી હતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org