________________
૩૮૨
આગમ કથાનુયોગ-૩
આડંબર કરવા, ખોટી પ્રશંસા કરવી, વંચના કરવી, તેવા વ્યવહાર ધર્મના હોતા નથી. માયાદિક શલ્યરહિત, કપટભાવ વગરનો ધર્મ કહેલો છે.
જીવોમાં ત્રિપણું, ત્રસાણામાં પણ પંચેન્દ્રિયપણું ઉત્કૃષ્ટ છે. પંચેન્દ્રિયપણામાં વળી મનુષ્યપણું ઉત્તમ છે. તેમાં આર્યદેશ, આર્યદેશમાં ઉત્તમ કુળ, ઉત્તમ કુળમાં ઉત્કૃષ્ટ જાતિ, તેમાં પણ વળી રૂપની સમૃદ્ધિ, તેમાં પણ પ્રધાનતાવાળું બળ, પ્રધાન બળ મળવા સાથે લાંબુ આયુષ્ય, તેમાં પણ વિજ્ઞાન–વિવેક, વિજ્ઞાનમાં પણ સમ્યકત્વ પ્રધાન છે. તેમાં વળી શીલની પ્રાપ્તિ ચડિયાતી ગણેલી છે. શીલમાં સાયિકભાવ, ક્ષાયિકભાવમાં કેવળજ્ઞાન, પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન પ્રાપ્ત થવું એટલે જન્મમરણ રહિત મોક્ષ પ્રાપ્ત થાય. જન્મ, જરા, મરણ આદિના દુ:ખથી દોરાએલા જીવને આ સંસારમાં ક્યાંય છાંટો નથી. માટે એકાંતે મોક્ષ જ ઉપાદેય છે.
ચોર્યાશી લાખ યોનિઓમાં અનંત વખત–લાંબાકાળ સુધી ભ્રમણ કરીને અત્યારે તમે તે મોક્ષ સાધવાલાયક ઘણી સામગ્રીઓ મેળવેલી છે. તો અત્યાર સુધીમાં પૂર્વે કોઈ વખત ન મેળવેલી ઉત્તમ એવી ધર્મ સામગ્રીઓ મેળવેલી છે, તો તે લોકો ! તમે તેમાં જલ્દી ઉદ્યમ કરો, વિબુધોએ—પંડિતોએ નિદેલા સંસારની પરંપરા વધારનાર એવો આ સ્નેહને તમે છોડો. અરે ! ધર્મશ્રવણ પ્રાપ્ત કરીને અનેક ક્રોડો વર્ષે અતિદુર્લભ એવો સુંદર ધર્મ, તે જો તમે અહીં સમ્યક્ પ્રકારે નહીં કરશો તો ફરી ધર્મની પ્રાપ્તિ દુર્લભ થશે. પ્રાપ્તિ થયેલ બોધિ અનુસાર અહીં જે ધર્મ પ્રવૃત્તિ કરતો નથી અને આવતા ભવમાં ધર્મ કરીશું – એમ પ્રાર્થના કરે તે ભાવિ ભવમાં કયા મૂલ્યથી બોધિ પ્રાપ્ત કરશે ? ૦ ગોવિંદ બ્રાહણને પ્રતિબોધ :
પૂર્વભવના જાતિસ્મરણ થવાથી બ્રાહ્મણીએ જ્યાં આ સર્વ સંભળાવ્યું. ત્યાં છે ગૌતમ ! સમગ્ર બંધુવર્ગ અને બીજા પણ અનેક નગરજનો પ્રતિબોધ પામ્યા.
હે ગૌતમ ! તે અવસરે સદ્ગતિનો માર્ગ સારી રીતે જાણેલો છે, તેવા ગોવિંદ બ્રાહ્મણે કહ્યું કે, ધિક્કાર થાઓ મને, આટલા કાળ સુધી આપણે ઠગાયા, મૂઢ બન્યા, ખરેખર અજ્ઞાન મહાકષ્ટ છે. નિર્ભાગી તુચ્છ આત્માઓને ઘોર ઉગ્ર પરલોક વિષયક નિમિત્તો જેમણે જાણેલા નથી, અન્યમાં આગ્રહવાળી બુદ્ધિ કરનારા, પક્ષપાતના મોહાગ્નિને ઉત્તેજિત કરવાના માનસવાળા, રાગદ્વેષથી હણાયેલી બુદ્ધિવાળા ઇત્યાદિ દોષવાળાને આ ઉત્તમ ધર્મ સમજવો ઘણો મુશ્કેલ હોય છે.
ખરેખર, આટલા કાળ સુધી મારો આત્મા ઠગાયો. આ મહાન્ આત્મા ભાર્યા થવાના બહાનાથી મારા ઘરમાં ઉત્પન્ન થયો, પણ નિશ્ચયથી તેનો વિચાર કરીએ તો સર્વજ્ઞની જેમ આ સંશયરૂપ અંધકારને દૂર કરનાર, લોકને પ્રકાશિત કરનાર, મહા માર્ગને સમ્યક્ પ્રકારે બતાવવા માટે જ પોતે પ્રગટ થયેલ છે. અરે – યજ્ઞદત્ત ! વિષ્ણુદત્ત ! યજ્ઞદેવ ! વિશ્વામિત્ર! સોમ ! આદિત્ય ! વગેરે મારા પુત્રો, દેવો અને અસુરોસહિત આખા જગતને આ તમારી માતા આદર અને વંદન કરવા યોગ્ય છે.
અરે ! પુરંદર વગેરે છાત્રો ! આ ઉપાધ્યાયની ભાર્યાએ ત્રણ જગને આનંદ આપનાર, સમગ્ર પાપકર્મને બાળી ભસ્મ કરવાના સ્વભાવવાળી વાણી કહી તેને વિચારો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org