________________
શ્રમણ કથાઓ
૩૮૧
પરથી ઉડતા પક્ષીની માફક ઉડી જાય છે. પરલોક માટે ભાથું ન ઉપાર્જન કરનારને આ મનુષ્ય જન્મ નિષ્ફળ છે તો હવે નાનામાં નાનો પ્રમાદ પણ કરવા હું સમર્થ નથી.
આ મનુષ્યપણામાં સર્વકાળ મિત્ર અને શત્રુ પ્રત્યે સમાન ભાવવાળા બનવું જોઈએ. તે આ પ્રમાણે સમગ્ર જીવોના પ્રાણોના અતિપાતની ત્રિવિધ ત્રિવિધે વિરતિ, સત્ય વચન બોલવું, દાંત ખોતરવાની સળી સરખી કે લોચ કરવાની રાખ સરખી નિર્મુલ્ય વસ્તુત પણ વગર આપેલી ગ્રહણ ન કરવી. મન, વચન, કાયાના યોગો સહિત અખંડિત અવિરાધિત નવગુપ્તિ સહિત પરમ પવિત્ર, સર્વકાલ દુર્ધર, બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરવું. વસ્ત્ર, પાત્ર, સંયમના ઉપકરણ ઉપર પણ નિર્મમત્વ અશન–પાનાદિક ચારે આહારનો રાત્રિએ ત્યાગ કરવો.
- ઉદ્દગમ, ઉત્પાદનો, એષણાદિકમાં પાંચ દોષોથી મુક્ત થવું. પરિમિત કાલ ભોજન કરવું, પાંચ સમિતિનું શોધન કરવું, ત્રણ ગુપ્તિથી ગુપ્ત થવું. ઇર્યાસમિતિ વગેરે ભાવનાઓ, અનશનાદિક તપનું ઉપધાન–અનુષ્ઠાન કરવું, માસાદિક ભિક્ષુની બાર પ્રતિમાઓ, વિચિત્ર પ્રકારના દ્રવ્યાદિક અભિગ્રહો, અસ્નાન, ભૂમિશયન, કેશલોચ, શરીરની ટાપટીપ ન કરવી, હંમેશા સર્વકાલ ગુરની આજ્ઞા પ્રમાણે વર્તવું, સુધા–તરસ આદિ પરિષહોને સહન કરવા. દિવ્યાદિક ઉપસર્ગો પર વિજય મેળવવો. લાભ કે અલાભમાં બંનેમાં સમભાવ રાખવો અથવા લાભ થાય તો ઘર્મવૃદ્ધિ અને લાભ ન થાય તો તપોવૃદ્ધિ એવી ભાવના રાખવી. ૦ બ્રાહ્મણીના મુખેથી ધર્મજ્ઞાન :
– વધારે કેટલું વર્ણન કરવું ? અરે લોકો ! આ ૧૮,૦૦૦ શીલાંગનો ભાર વિના વિશ્રાંતિએ મહાપુરષોથી વહન કરાય તેવો અત્યંત દુર્ધર માર્ગ વહન કરવા લાયક છે. વિશાદ પામ્યા વિના બે બાહાથી આ મહાસમુદ્ર તરવા સરખો આ માર્ગ છે. આ સાધુ ધર્મ સ્વાદ વગરના રેતીના કોળીયા ભક્ષણ કરવા સમાન છે. અતિ તીક્ષ્ણ પાણીદાર ભયંકર તલવારની ધાર પર ચાલવા સરખો સંયમધર્મ છે. ઘી વગેરેથી સારી રીતે સિંચાયેલા અગ્નિની જવાળા શ્રેણીનું પાન કરવા સમાન ચારિત્રધર્મ છે.
ગંગાના પ્રવાહની સામે ગમન કરવાનું સાહસના ત્રાજવાથી મેરુ પર્વત તોળવો, એકાકી મનુષ્ય ધીરતાથી દુર્જય ચાતુરંગ સેનાને જીતવી, પરસ્પર અવળી દિશામાં ભ્રમણ કરતા આઠ ચંદ્રોની ઉપર રહેલી પુતળીની ડાબી આંખ વીંધવી, સમગ્ર ત્રણ ભુવનમાં વિજય પ્રાપ્ત કરીને નિર્મલ યશકીર્તિની જયપતાકા ગ્રહણ કરવી. આ સર્વ કરતા પણ ધર્મ અનુષ્ઠાન દુષ્કર છે.
હે લોકો ! આ સંયમ ધર્માનુષ્ઠાનથી કોઈ પણ અન્ય વસ્તુ દુષ્કર નથી. અર્થાત્ તેનાથી સર્વ વસ્તુની સિદ્ધિ થાય છે.
મસ્તક ઉપર ભાર વહન કરાય છે. પણ તે ભાર વિસામો લેવાતા–લેવાતા વહન કરાય છે. જ્યારે અતિ મહાનું શીલનો ભાર વિશ્રાંતિ વગર જીવનપર્યત વહન કરાય છે. માટે ઘરના સારભૂત પુત્ર દ્રવ્ય વગેરેનો સ્નેહ છોડીને નિઃસંગ બની ખેદ પાખ્યા વિના સર્વોત્તમ ચારિત્ર ધર્મનું સેવન કરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org