________________
૩૮૪
આગમ કથાનુયોગ-૩
કે જેણે નિઃશલ્યપણે આલોચના કરીને યથોપદિષ્ટ પ્રાયશ્ચિત્ત કર્યું ? હે ગૌતમ ! તે બ્રાહ્મણીના જીવે તેના પૂર્વના ભાવમાં ઘણી લબ્ધિ તેમજ સિદ્ધિ પ્રાપ્ત કરેલી હતી. જ્ઞાન, દર્શન, ચારિત્ર રત્નની મહાદ્ધિ મેળવેલી હતી. સમગ્ર ગુણોના આધારભૂત ઉત્તમ શીલાભુષણ ધારણ કરનાર શરીરવાળા, મહાતપસ્વી યુગપ્રધાન શ્રમણ અણગાર ગચ્છના સ્વામી હતા. પણ શ્રમણી ન હતા.
હે ભગવંત ! કયા કર્મના વિપાકથી ગચ્છાધિપતિ થઈને તેણે સ્ત્રીપણાનું કર્મ ઉપાર્જન કર્યું? હે ગૌતમ! માયા કરવાના કારણે. હે ભગવંત ! એવું તેને માયાનું કારણ કેવું થયું કે જેનો સંસાર પાતળો પડેલો છે, તેવા આત્માને પણ સમગ્ર પાપના ઉદયથી મળનારું, ઘણાં લોકોથી નિંદિત, સુગંધી ઘણાં દ્રવ્યો, ઘી–ખાંડ સારા વસાણાનું ચૂર્ણ પ્રમાણ એકઠા કરીને બનાવેલા પાકના લાડવાના પાત્રની જે સર્વને ભોગ્ય, સમગ્ર દુઃખ અને કલેશના સ્થાનક, સમગ્ર ભૂખને ગળી જનારા, પરમ પવિત્ર ઉત્તમ એવા અહિંસા લક્ષણ સ્વરૂપ શ્રમણધર્મના વિદનભૂત, સ્વર્ગની અર્ગલા અને નરકના દ્વાર સરખી, સમગ્ર અપાય, અપકીર્તિ, કલંક, કજીયા આદિ વૈરાદિ પાપના નિધાન સ્વરૂપ નિર્મળ કુળને અક્ષમ્ય, અકાર્યરૂપ શ્યામ કાજળ સરખા કાળા કૂચડાથી કલંકિત કરનારું એવા સ્ત્રીસ્વભાવ કર્મને ગચ્છાધિપતિએ ઉપાર્જન કર્યો ? ૦ ગચ્છાધિપતિનો તથા પૂર્વનો ભવ :
હે ગૌતમ ! ગચ્છાધિપતિમાં રહેલા એવા તેણે નાનામાં નાની માયા કરી ન હતી.
પહેલા તે ચક્રવર્તી રાજા થઈને પરલોક ભીરું કામભોગથી કંટાળેલા એવા તેણે તણખલાની જેમ તેવી ચક્રવર્તીની સમૃદ્ધિ, ચૌદ રત્નો, નવનિધાન, ૬૪,૦૦૦ શ્રેષ્ઠ યુવતિઓ, ૩૨,૦૦૦ આજ્ઞાંકિત શ્રેષ્ઠ રાજાઓ, ૯૬ ક્રોડ ગામો યાવત્ છ ખંડનું ભારતવર્ષનું રાજ્ય, દેવેન્દ્રની ઉપમા સરખી મહારાજ્યની સમૃદ્ધિનો ત્યાગ કરીને, ઘણાં પુણ્યથી પ્રેરાએલો તે ચક્રવર્તી નિઃસંગ બનીને પ્રવજ્યા અંગીકાર કરી. અલ્પ સમયમાં સમગ્ર ગુણધારી મહાતપસ્વી શ્રતધર બન્યા. યોગ્યતા દેખીને ઉત્તમ ગુરુમહારાજાએ તેને ગચ્છાધિપતિની અનુજ્ઞા કરી.
હે ગૌતમ ! ત્યાં પણ જેણે સદ્ગતિનો માર્ગ સારી રીતે જાણ્યો છે. યથોપદિષ્ટ શ્રમણધર્મને સારી રીતે પાલન કરતા, ઉગ્ર અભિગ્રહોને ધારણ કરતા, ઘોર પરિષડ– ઉપસર્ગને સહન કરતા, રાગ, દ્વેષ, કષાયોનો ત્યાગ કરતા, આગમ અનુસાર વિધિ થકી ગચ્છનું પાલન કરતા, જીંદગીપર્યત સાધ્વીએ વહોરી લાવેલનો પરિભોગ છોડતા, છકાય જીવોનો સમારંભ વર્જતા, લગાર પણ દીવ્ય ઔદારિક મૈથુન પરિણામ નહીં કરતા, આલોક કે પરલોકના સાંસારિક સુખની આશંસા ન કરતા, નિયાણું – માયા – (મિથ્યાત્વ) શલ્યથી મૂકાયેલા, નિઃશલ્યપણે આલોચના, નિંદના, ગાર્ડણાપૂર્વક યથોપદિષ્ટ પ્રાયશ્ચિત્ત સેવતા સર્વ પ્રમાદના આલંબન સર્વથી મુક્ત થયેલા, અનેક ભવમાં ઉપાર્જન કરેલા એવા નહીં ખપાવેલા કર્મરાશી જેણે ઘણાં ખપાવીને ઘણાં અલ્પ પ્રમાણવાળા સ્ત્રીપણાના કારણભૂત કર્યા છે. કર્મો, તેવા તેમને બાકી અન્યભવમાં માયા કરેલી તે નિમિત્તે બાંધેલા કર્મનો આ ઉદય થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org