________________
શ્રમણ કથાઓ
૩૮૯
તપનીય જાંબુનદ વગેરે સુવર્ણાદિ લાખ ભાર પ્રમાણ ગ્રહણ કરો.
– વધારે કેટલું કહેવું ? વિશુદ્ધ બહુ જાતિવંત એવા મોતીઓ, વિદ્ગમ–પરવાળા વગેરે લાખો ખારિ પ્રમાણથી ભરપૂર ભંડાર ચતુરંગ સેનાને આપી દ્યો, ખાસ કરીને તે સુગ્રહિત – સવારના પહોરમાં ગ્રહણ કરવા લાયક નામવાળા એવા તે પુરુષસિંહ, વિશુદ્ધ શીલવાળા ઉત્તમકુમારના સમાચાર લાવો, જેથી હું શાંતિ પામું. ૦ કુમારવરની પ્રવજ્યા અને કેવલજ્ઞાન :
ત્યારપછી રાજાને પ્રણામ કરીને તે રાજસેવક પુરુષો ઉતાવળા ઉતાવળા વેગથી, ચપળતાથી, પવનસરખી ગતિથી, ચાલે તેવા ઉત્તમ પ્રકારના અશ્વો પર આરૂઢ થઈને વનમાં, ઝાડીમાં, પર્વતની ગુફાઓમાં, બીજા એકાંત પ્રદેશમાં ગયા. ક્ષણવારમાં રાજધાનીમાં પહોંચ્યા. ત્યારે જમણી અને ડાબી ભુજાના કરપલ્લવથી મસ્તકના કેશનો લોચ કરતો કુમાર જોવામાં આવ્યો. તેની આગળ સુવર્ણના આભુષણો અને વસ્ત્ર સજાવટ યુક્ત દશે દિશાઓને પ્રકાશિત કરતા જય-જયકારના મંગલ શબ્દો ઉચ્ચારતા, રજોહરણ પકડેલા અને હસ્તકલની રચેલી અંજલિયુક્ત દેવતાઓ તેમને દેખીને વિસ્મય પામેલા મનવાળા લેપકર્મની બનાવેલી પ્રતિમાની જેમ સ્થિર ઊભા રહ્યા.
આ સમયે હે ગૌતમ ! હર્ષપૂર્ણ હૃદય અને રોમાંચ કંચુકથી આનંદિત થયેલા શરીરવાળા આકાશમાં રહેલા પ્રવચન દેવતાએ “નમો અરિહંતાણં” એમ ઉચ્ચારણ કરીને તે કુમારને આ પ્રમાણે કહ્યું કે
જેઓ મુષ્ઠિના પ્રહાર માત્રથી મેરુને ચૂરી નાખી શકે છે, પૃથ્વીને પી જાય છે, ઇન્દ્રને સ્વર્ગમાં ઢાળી શકે છે, ક્ષણવારમાં ત્રણે ભુવનનું પણ શિવ–કલ્યાણ કરનાર થાય છે. પરંતુ તેવો પણ અક્ષત શીલવાળાની તુલનામાં આવી શકતો નથી. ખરેખર તે જ જન્મેલો છે એમ ગણાય, તે જ ત્રણે ભુવનને વંદન કરવા યોગ્ય છે તે જ પુરુષ કે સ્ત્રી ગમે તે હોય જે કુળમાં જન્મ પામીને શીલનું ખંડન કરતા નથી, પરમ પવિત્ર સત્પષોથી સેવિત, સમગ્ર પાપનો નાશ કરનાર, સર્વોત્તમ સુખનો ભંડાર, એવું સત્તર પ્રકારનું શીલ જય પામો. એમ બોલીને હે ગૌતમ ! પ્રવચન દેવતાઓએ કુમાર પર પુષ્પની વૃષ્ટિ કરી, ફરી પણ દેવતાઓ કહેવા લાગ્યા કે
જગના અજ્ઞાની આત્માઓ પોતાના કર્મથી કષાયિત કે દુઃખી થયા હોય તો દેવભાગ્ય કે દેવતાને દોષ આપે છે. પોતાના આત્માને ગુણોમાં સ્થાપન કરતો નથી. દુઃખ સમયે સમતામાં રમણ કરતો નથી. સુખો ફોગટના મફતીયા મળી જાય તેવી યોજના સ્વીકારે છે, આ દેવ–ભાગ્ય મધ્યસ્થ ભાવમાં રહેનાર, સમાન રીતે દરેકને જોનાર અને તેમાં સર્વલોક વિશ્વાસ રાખનાર હોય છે. જે જે કંઈપણ કર્માનુસારે પ્રાપ્ત થાય છે, તેનો નિલેપ કે ત્યાગ દેવ કરાવતો નથી. તો હવે તમે સર્વજનો બોધ પામો અને સર્વોત્તમ શીલગુણથી મહર્બિક એવા કુમારના ચરણકમળમાં તામસ ભાવરહિત બની પ્રણામ કરો, એમ બોલી દેવતા અદૃશ્ય થયા.
આ પ્રસંગ દેખીને તે ચતુર રાજપુરુષોએ જલ્દી રાજા પાસે પહોંચીને જોએલા વૃતાંત નિવેદન કર્યો. તે સાંભળીને ઘણા વિકલ્પો રૂ૫ તરંગમાલા વડે પુરાતા હૃદય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org