________________
શ્રમણ કથાઓ
૩૮૭
ત્યારપછી ત્રણે ભુવનના અદ્વિતીય ગુરુ એવા અરિહંત ભગવંતો, જગતુમાં સહુથી શ્રેષ્ઠ ધર્મતીર્થકરોની યથોક્ત વિધિથી સંસ્તવના, વંદના, સ્તુતિ, નમસ્કાર કરીને ચાલ– ચાલ કર્યા કર્યું. એમ ચાલતા–ચાલતા તે કુમાર ઘણાં દૂર દેશાંતરમાં પહોંચ્યા. જ્યાં હિરણ્યક્કર્ડી નામની રાજધાની હતી. તે રાજધાનીમાં રહીને વિશિષ્ટ ગુણવાળા ધર્માચાર્યના આવવાના સમાચાર મેળવવા માટે કુમાર શોધ કરતો હતો અને વિચારતો હતો કે જ્યાં સુધી વિશિષ્ટ ગુણવાળા ધર્માચાર્યનો યોગ ન થાય ત્યાં સુધી મારે અહીં રોકાઈ જવું. એમ વિચારતા કેટલાક દિવસો પસાર થયા.
– ઘણાં દેશમાં વિસ્તાર પામેલી કીર્તિવાળા ત્યાંના રાજાની સેવા કરું એમ મનમાં મંત્રણા ગોઠવીને રાજાને મળ્યો. કરવા યોગ્ય નિવેદન કર્યું. રાજાએ સન્માન્યો. સેવા મેળવી. કોઈક સમયે પ્રાપ્ત થયેલા અવસરે તે કુમારને તે રાજાએ પૂછયું કે, હે મહાનુભવ! મહાસત્ત્વશાલિન્ ! આ તારા હાથમાં કોના નામનું અલંકૃત્ મુદ્રારત્ન શોભી રહેલું છે ? આટલા કાળ સુધી તે કયા રાજાની સેવા કરી ? અથવા તો તારા સ્વામીએ તારો અનાદર કેવી રીતે કર્યો ? કુમારે રાજાને પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે જેના નામથી અલંકૃતુ આ મુદ્રારત્ન છે તેની મેં આટલા કાળ સુધી સેવા કરી.
ત્યારપછી રાજાએ પૂછયું કે, તેને કયા શબ્દના નામથી બોલાવાય છે? કુમારે કહ્યું કે, જમ્યા વિના હું તે ચક્ષકશીલ અધમનું નામ ઉચ્ચારીશ નહીં ત્યારે રાજાએ પૂછયું કે, અરે મહાસત્વશાલિન્ ! એ ચક્ષુકુશીલ એવા શબ્દોથી કેમ સંબોધાય છે? તેમજ જમ્યા વિના તેનું નામ ન ઉચ્ચારવાનું શું કારણ છે? કુમારે કહ્યું ચક્ષુકુશીલ એવું નામ શબ્દપૂર્વક ઉચ્ચારીશ નહીં, કોઈ બીજા સ્થાનમાં કદાપિ તમને પ્રત્યક્ષ ખાતરી થશે. વળી કોઈ બીજા ફરસદના સમયે તે હકીકત કહીશ. જમ્યા વિના તેના નામનો શબ્દ ન બોલવો તે કારણે મેં તેમનું નામ ન ઉચ્ચાર્યું. કદાચ જમ્યા વિના તે ચક્ષકશીલ અધમનું નામ બોલું તો તે દિવસે ભોજન-પાનની પ્રાપ્તિ ન થાય.
ત્યારે હે ગૌતમ ! અતિ વિસ્મય પામેલા રાજાએ કુતૂહલ વડે જલ્દી રસોઈ મંગાવી. રાજકુમાર અને સર્વ પરિવાર સાથે ભોજન મંડપમાં બેઠો. અઢાર પ્રકારના મિષ્ટાન્ન, ભોજન, સુખડી, ખાજા અને વિવિધ પ્રકારની આહારની સામગ્રી મંગાવી. આ સમયે પણ રાજાને કુમારે કહ્યું કે, ભોજન કર્યા પછી કહીશ. રાજાએ ફરી કહ્યું કે, હે મહાસત્ત્વવાન્ ! જમણાં હાથમાં કોળીયાને ધારણ કરેલો છે, હવે નામ બોલો. કદાચ જો આ સ્થિતિમાં રહેલા આપણને કોઈ વિદન થયા તો અમને પણ તેની પ્રત્યક્ષ ખાતરી થાય. એટલે નગર સહિત સર્વે તમારી આજ્ઞાથી આત્મહિતની સાધના કરીએ.
ત્યારપછી હે ગૌતમ ! તે કુમારે કહ્યું કે, તે ચક્ષુકુશીલધામ, દુરંત–પ્રાંત લક્ષણવાળા, ન દેખવાલાયક, દુર્થાત જન્મવાળા, તેનું આવું–આવું અમુક શબ્દથી બોલવાલાયક નામ છે. ત્યારપછી હે ગૌતમ ! જેટલામાં તે કુમારવર આ નામ બોલ્યો, તેટલામાં પહેલા ખબર ન પડે તેમ અણધારેલી રીતે અકસ્માત તે જ ક્ષણે તે રાજધાની ઉપર શત્રુ સૈન્ય ઘેરાઈ વળ્યું. બખ્તર પહેરીને સજ્જ થયેલા, ઊંચે ધ્વજા ફરકાવતા તીક્ષ્ણ ધારદાર તલવાર, ભાલા, ચકચકાટ કરતા ચક્ર વગેરે હથિયારો જેના અગ્ર હસ્તમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org