________________
૩૭૨
આગમ કથાનુયોગ-૩
થયો. ત્યાં ભાગ્ય યોગે લોકની અનુવૃત્તિથી તીર્થકર ભગવંતને વંદન કરવા માટે ગયો. પ્રતિબોધ પામ્યો અને દીક્ષા અંગીકાર કરી, અહીં ત્રેવીસમાં શ્રી પાર્શ્વનાથ તીર્થકરના કાળમાં સિદ્ધિ પામ્યો. ૦ સાવદ્યાચાર્ય કથાનો નિષ્કર્ષ :
હે ભગવંત ! સાવદ્યાચાર્યે આ પ્રમાણે દુઃખ પ્રાપ્ત કર્યું. હે ભગવંત! આવા પ્રકારનું દસ્સહ ઘોર ભયંકર મહાદુઃખ આવી પડ્યું, તેને ભોગવવું પડ્યું. આટલા લાંબા કાળ સુધી આ સર્વે દુઃખો કયા નિમિત્તે ભોગવવા પડ્યાં ?
હે ગૌતમ તે કાળે તે સમયે તેણે જે એમ કહ્યું કે, ઉત્સર્ગ અને અપવાદસહિત આગમ કહેલ છે. એકાંતે પ્રરૂપણા ન કરાય પણ અનેકાન્તથી પ્રરૂપણા કરાય, પરંતુ અપ્લાયનો પરિભોગ, તેઉકાયનો સમારંભ, મૈથુન સેવન આ ત્રણે બીજા કોઈ સ્થાને એકાંતે કે નિશ્ચયથી અને દૃઢપણે કે સર્વથા સર્વ પ્રકારે આત્મહિતના અર્થીઓ માટે નિષેધેલ છે – અહીં સૂત્રનું ઉલ્લંઘન કરવામાં આવે તો સમ્યગુ માર્ગનો વિનાશ, ઉન્માર્ગનો પ્રકર્ષ થાય છે. તેથી આજ્ઞા ભંગનો દોષ લાગવાથી તે અનંત સંસારી થાય છે.
હે ભગવંત ! શું તે સાવદ્યાચાર્યે મૈથુન સેવન કર્યું હતું? હે ગૌતમ ! સેવ્યું અને ન સેવ્યું અર્થાત્ સેવ્યું એમ પણ નહીં અને ન સેવ્યું એમ પણ નહીં. હે ભગવંત! એમ બંને પ્રકારે કેમ કહો છો ? હે ગૌતમ ! તે આર્યાએ જે તે કાળે મસ્તકથી પગને સ્પર્શ કર્યો, સ્પર્શ થયો. તે સમયે તેણે પગ ખેંચીને સંકોચી ન લીધો. આ કારણથી એમ કહેવાય છે કે તેણે મૈથુન સેવ્યું અને ન પણ સેવ્યું.
હે ભગવંત ! આટલા માત્ર કારણમાં આવું ઘોર દુઃખે કરી મુક્ત થઈ શકાય તેવું બદ્ધ સ્પષ્ટ નિકાચિત કર્મબંધ થાય છે ? હે ગૌતમ ! એમ જ છે. એમાં ફેરફાર થતો નથી. હે ભગવંત ! તેણે તીર્થકર નામકર્મ સંચિત કર્યું હતું. એક જ ભવ બાકી રાખ્યો હતો અને ભવસમુદ્ર તરી ગયા હતા. તો પછી અનંતકાળ સુધીના સંસારમાં શા માટે રખડવું પડ્યું ? હે ગૌતમ ! પોતાના પ્રમાદના દોષના કારણે.
આ પ્રમાણે જાણીને હે ગૌતમ ! ભવવિરહ ઇચ્છતા, શાસ્ત્રોનો સદ્ભાવ જેણે સારી રીતે જાણ્યો છે, એવા ગચ્છાધિપતિએ સર્વથા સર્વ પ્રકારે સર્વ સંયમ સ્થાનોમાં અત્યંત અપ્રમત્ત બનવું. આ પ્રમાણે ભગવંતે કહેલું હું તમને કહું છું.
૦ આગમ સંદર્ભ :ગચ્છા. ૮૫ની વૃ:
મહાનિ ૮૩૭ થી ૮૪૪;
૦ નંદિષેણ કથા -
હે ભગવંત ! તો દશપૂર્વી, મહાપ્રજ્ઞાવાળા નંદિષેણે પ્રવજ્યાનો ત્યાગ કરીને શા માટે ગણિકાના ઘરે પ્રવેશ કર્યો ?
હે ગૌતમ ! તેને ભોગફળ ખલનાનું કારણ થયું. તે હકીકત પ્રસિદ્ધ છે. છતાં પણ ભવના ભયથી કંપતો હતો. ત્યારે તેણે જલ્દી દીક્ષા અંગીકાર કરી. કદાચ પાતાલ ઊંચા મુખવાળું થાય, સ્વર્ગ નીચા મુખવાળું થાય, તો પણ કેવલીએ કહેલું વચન કદાપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org