________________
શ્રમણ કથાઓ
૩૭૫
એવા મને ધિક્કાર થાઓ. મારી અનુચિત્ત ચેષ્ટાઓ જુઓ. જાત્ય કંચન સરખા મારા ઉત્તમ આત્માને અશુચિ સમાન મેં બનાવ્યો.
જેટલામાં ક્ષણભંગુર એવા આ મારા દેહનો વિનાશ ન થાય તેટલામાં તીર્થકર ભગવંતના ચરણકમળમાં જઈને હું મારા અપરાધનું પ્રાયશ્ચિત્ત કરું. હે ગૌતમ ! આમ પશ્ચાત્તાપ કરતો તે અહીં આવશે અને ઘોર પ્રાયશ્ચિત્તનું સેવન પામશે. ઘોર અને વીર તપનું સેવન કરીને અશુભ કર્મ ખપાવીને શુક્લધ્યાનની શ્રેણી ઉપર આરોહણ કરીને કેવલજ્ઞાન પામી મોક્ષે જશે.
માટે હે ગૌતમ ! આ દૃષ્ટાંતથી સંયમ ટકાવવા માટે શાસ્ત્ર અનુસારી ઘણા ઉપાયો વિચાર્યા. નંદિષેણે ગુરને વેષ જેવી રીતે અર્પણ કર્યો વગેરે ઉપાયો વિચારવાં.
૦ નંદિષેણ કથાનો નિષ્કર્ષ :
સિદ્ધાંતમાં જે પ્રમાણે ઉત્સર્ગો કહેલા છે, તે બરાબર સમજો. હે ગૌતમ ! તપ કરવા છતાં પણ તેને ભોગાવલી કર્મનો મહાઉદય હતો. તો પણ તેને વિષયની ઉદીરણા ઉત્પન્ન થઈ ત્યારે તેણે આઠ ગણું ઘોર મહાતપ કર્યું, તો પણ તેના વિષયોનો ઉદય અટકતો નથી. ત્યારે પણ વિષ ભક્ષણ કર્યું. પર્વત પરથી ભૂગુપાત કર્યો. અનશન કરવાની અભિલાષા કરી. તેમ કરતાં ચારણમુનિએ બે વખત રોક્યો. ત્યારપછી ગુરૂને રજોહરણ અર્પણ કરીને તે અજાણ્યા દેશમાં ગયો. હે ગૌતમ ! કૃતમાં કહેલા આ ઉપાયો જાણવા જોઈએ.
જેમકે જ્યાં સુધી ગુરને રજોહરણ અને પ્રવજ્યા પાછા અર્પણ ન કરાય ત્યાં સુધી ચારિત્ર વિરુદ્ધ કોઈ અપકાર્ય આચરવું ન જોઈએ. જિનેશ્વરોએ ઉપદેશેલ આ વેશ – રજોહરણ ગુરુને છોડીને બીજા સ્થાને ન મૂકવું જોઈએ. અંજલિપૂર્વક ગુરુને રજોહરણ અર્પણ કરવું જોઈએ. જો ગુરુ મહારાજ સમર્થ હોય અને સમજાવી શકે તેમ હોય તો તેમને સમજાવવા માટે કહેવું. કદાચ બીજાની વાણીથી ઉપશાંત થતો હોય તો પણ ગુએ વાંધો ન લેવો.
૦ આગમ સંદર્ભ :આયા. ૧૭3;
મહાનિ ૮૪૬ થી ૮૫૫;
-
X
-
X
—
૦ આસડ કથા :
હે ભગવંત! માયા પ્રપંચ કરવાના સ્વભાવવાળો આસડ કોણ હતો ? તે અમો જાણતા નથી. તેમજ કયા નિમિત્તે ઘણાં દુઃખથી પરેશાની પામેલો અહીં ભટક્યો ? હે ગૌતમ ! કોઈ બીજા છેલ્લા કાંચન સદશ કાંતિવાલા તીર્થંકરના તીર્થમાં ભૂતીલ નામના આચાર્યનો આસાડ નામનો શિષ્ય હતો. મહાવ્રતો અંગીકાર કરીને તેણે સૂત્ર અને અર્થનું અધ્યયન કર્યું. ત્યારે વિષયની પીડા ઉત્પન્ન થઈ ન હતી. પણ કુતૂહલથી ચિંતવવા લાગ્યો કે સિદ્ધાંતમાં આવો વિધિ બતાવેલો છે. તો તે પ્રમાણે ગુરવર્ગને ખૂબ રંજન કરીને આઠ ગણું તપ કરવું, ભૃગુપાત કરવા, અનશન કરવું, ઝેર ખાવું વગેરે હું કરીશ. જેથી કરીને મને પણ દેવતા નિવારણ કરશે અને કહેશે કે તું લાંબા આયુષ્યવાળો છે, તારું મૃત્યુ થવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org