________________
૩૭૬
આગમ કથાનુયોગ-૩
નથી. તારી ઇચ્છા પ્રમાણે ભોગો ભોગવ. વેશ–રજોહરણ ગુરુ મહારાજને પાછો અર્પણ કરીને કોઈ બીજા અજાણ્યા દેશમાં ચાલ્યો જા. ભોગફળ ભોગવીને પછીથી ઘોર-વીર તપનું સેવન કરજે.
અથવા ખરેખર હું મૂર્ખ છું. મારા પોતાના માયાશલ્યથી હું ઘવાયો છું. શ્રમણોને પોતાના મનમાં આવી ધારણા કરવી યુક્ત ન ગણાય. પછીથી પણ તેનું પ્રાયશ્ચિત્ત આલોવીને આત્મા હલકો બનાવીશ અને મહાવ્રત ધારણ કરીશ, અથવા આલોવીને વળી પાછો માયાવી કહેવાઈશ. તો દશ વર્ષ સુધી માસક્ષમણ અને પારણે આયંબિલ, વીશ વર્ષ સુધી બબ્બે મહિનાના સતત ઉપવાસ અને પારણે આયંબિલ, પચીસ વર્ષ સુધી ચાંદ્રાયણ તપ, પૂરેપૂરા આઠ વર્ષ સુધી છઠ, અઠમ, ચાર ચાર ઉપવાસ, આવા પ્રકારનું મહાઘોર, પ્રાયશ્ચિત્ત મારી પોતાની ઇચ્છાથી અહીં કરીશ. આ પ્રાયશ્ચિત્ત અહીં ગુરુમહારાજના ચરણકમળમાં રહીને કરીશ.
મારા માટે આ પ્રાયશ્ચિત્ત શું અધિક ન ગણાય? અથવા તીર્થકર ભગવંતોએ આ વિધિ શા માટે કલ્પેલ હશે ? હું આનો અભ્યાસ કરું છું અને જેમણે મને પ્રાયશ્ચિત્તમાં જોયો, તે સર્વ હકીકત સર્વજ્ઞ ભગવંતો જાણે, હું તો પ્રાયશ્ચિત્ત સેવન કરીશ, જે કંઈ પણ અહીં દુષ્ટ ચિંતવન કર્યું, તે મારું પાપ મિથ્યા થાઓ. આ પ્રમાણે ઘોર, કષ્ટહારી પ્રાયશ્ચિત્ત પોતાની મતિથી કર્યું અને તેમ કરીને શલ્યવાળો તે મૃત્યુ પામીને વાણંતર દેવ થયો.
હે ગૌતમ! જો તેણે ગુરુ મહારાજ સમક્ષ વિધિપૂર્વક આલોચના કરી હોત તો અને તેટલા પ્રાયશ્ચિત્તનું સેવન કર્યું હોત તો નવ રૈવેયકના ઉપરના ભાગના વિમાનમાં ઉત્પન્ન થાત.
વાણમંતર દેવમાંથી ચ્યવીને ગૌતમ ! તે આસડ તિર્યંચગતિમાં રાજાને ઘેર ગધેડાપણે અવતર્યો. ત્યાં નિરંતર ઘોડાની સાથે સંઘટ્ટન કરવાના દોષથી તેના વૃષણમાં વ્યાધિ ઉત્પન્ન થયો અને તેમાં કૃમિઓ ઉત્પન્ન થયા. વૃષણ ભાગમાં કૃમિથી ખવાતો હે ગૌતમ ! આહાર મળતો ન હોવાથી, વેદનાથી રીબાતો હતો અને પૃથ્વી ચાટતો હતો. એટલામાં દૂરથી સાધુઓ પાછા વળતા હતા, તેમને દેખીને પોતાને જાતિસ્મરણ જ્ઞાન થયું, પૂર્વભવનું સ્મરણ કરીને પોતાના આત્માની નિંદા અને ગ કરવા લાગ્યો. પછી અનશન અંગીકાર કર્યું.
કાગડા-કૂતરાઓથી ખવાતો હે ગૌતમ! શુદ્ધ ભાવથી અરિહંતોનું સ્મરણ કરતો કરતો, શરીરનો ત્યાગ કરીને, કાળ પામી તે દેવેન્દ્રોનો મહાઘોષ નામનો સામાનિક દેવ થયો. ત્યાં દિવ્યઋદ્ધિ સારી રીતે ભોગવીને ચવ્યો. ત્યાંથી તે વૈશ્યાપણે ઉત્પન્ન થયો. જે પેલા કપટ કર્યું હતું, તે પ્રગટ ન કર્યું. તેથી ત્યાંથી મરીને ઘણાં અધમ તુચ્છ, અંત–પ્રાંત કુલોમાં ભટક્યો. કાલક્રમે મથુરા નગરીમાં શિવઇન્દ્રનો દિવ્યજન નામે પુત્ર થયો.
ત્યાં તે પ્રતિબોધ પામ્યો. શ્રમણપણું અંગીકાર કરી નિર્વાણ પામ્યો. હે ગૌતમ! આ પ્રમાણે કપટથી ભરેલા આસડનું દૃષ્ટાંત તને જણાવ્યું. જે કોઈ પણ સર્વજ્ઞ ભગવંતે કહેલા વચનને મનથી પણ વિરાધે છે, વિષયની પીડાથી નહીં, પણ કુતૂહલથી પણ વિષયની અભિલાષા કરે છે અને પછી સ્વેચ્છાએ ગુરુને નિવેદન કર્યા વગર પ્રાયશ્ચિત્તો સેવે Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org