________________
શ્રમણ કથાઓ
૩૭૭
જ છે, તે ભવની પરંપરા ભ્રમણ કરનારો થાય છે.
૦ આગમ સંદર્ભ :મહાનિ ૮૯૪ થી ૧૦૦૯
– ૮ – ૮ – ૦ અનામી સાઘુ કથા :
(ખરેખર અનામી એવું કોઈ નામ નથી, પણ સાધુનું કોઈ નામ જણાવેલ ન હોવાથી અહીં “અનામી” શબ્દ એવો ઉલ્લેખ કર્યો છે.)
જ (આ કથા ગોશાળાના પૂર્વભવમાં તે “ઈશ્વર” નામે હતો. તે કથા અંતર્ગત આવેલી છે.)
હે ગૌતમ ! કોઈક બીજી ચોવીશીના પ્રથમ તીર્થકર ભગવંત જ્યારે નિર્વાણ પામ્યા. ત્યારે મનોહર નિર્વાણ મહોત્સવ પ્રવર્તતો હતો અને સુંદરરૂપવાળા દેવો અને અસુરો નીચે ઉતરતા હતા અને ત્યારે નજીકમાં રહેનાર લોકો આ જોઈને વિચારવા લાગ્યા કે અરે ! આજે મનુષ્યલોકમાં આશ્ચર્ય જોઈએ છીએ, કોઈ વખત પણ ક્યાંય આવી ઇન્દ્રજાલ–સ્વપ્ન જોવામાં આવ્યું નથી.
આવા પ્રકારની વિચારણા કરતા એક મનુષ્યને પૂર્વભવનું જાતિસ્મરણ જ્ઞાન થયું એટલે ક્ષણ વાર મૂચ્છ પામ્યો, પણ ફરી વાયરાથી આશ્વાસન પામ્યો. ભાનમાં આવ્યા પછી થરથર ધ્રુજવા લાગ્યો અને લાંબાકાળ સુધી પોતાના આત્માની ખૂબ જ નિંદા કરવા લાગ્યો. તુરંત જ મુનિપણું અંગીકાર કરવા ઉદ્યત થયો. ત્યારપછી તે મહાયશવાળો જેટલામાં પંચમુષ્ટિક લોચ કરવાનો જેટલામાં શરૂ કરે છે, તેટલામાં દેવતાએ વિનયપૂર્વક તેને રજોહરણ અર્પણ કર્યું. તેના કષ્ટકારી ઉગ્રતા અને ચારિત્ર દેખીને તથા લોકોને તેની પૂજા કરતા હતા. એવા તે પ્રત્યેકબુદ્ધ થયા હતા.
૦ આગમ સંદર્ભ :મહાનિ ૧૦૯૨ થી ૧૧૦૦;
૦ સુસઢ કથા –
(સુસઢ અંતર્ગત ગોવિંદ બ્રાહ્મણ, જગાણંદ, કુમારવર, સુજ્ઞશીવ ઇત્યાદિ કથા) ૦ સુશીવ અને સુજ્ઞશ્રી :
હે ગૌતમ ! આ ભારત વર્ષમાં અવંતી નામનો દેશ છે. ત્યાં સંબક્ક નામે એક નાનું ગામ હતું. તે ગામમાં જન્મથી દરિદ્ર મર્યાદા–લાજ વગરનો, કૃપા વગરનો, કૃપણ, અનુકંપારહિત, અતિક્રર, નિર્દય, રૌદ્ર પરિણામી, આકરી શિક્ષા કરનાર, આભિગ્રહિક મિથ્યાષ્ટિ, જેનું નામ પણ ઉચ્ચાર કરવામાં પાપ છે એવો એક સુજ્ઞશિવ નામનો બ્રાહ્મણ હતો.
તેને સુજ્ઞશ્રી નામે પુત્રી હતી. સમગ્ર ત્રણે ભુવનમાં નર અને નારી સમુદાયોના લાવણ્ય, કાંતિ, તેજ, રૂપ, સૌભાગ્યાતિશય કરતાં તે પુત્રીના લાવણ્ય, રૂપ, કાંતિ વગેરે અનુપમ અને ચડિયાતા હતા. તે સુજ્ઞશ્રીએ કોઈ આગલા બીજા ભવમાં એવો દુષ્ટ વિચાર કર્યો હતો કે, જો આ બાળકની માતા મૃત્યુ પામે તો બહું સારું થાય, તો હું શોક વગરની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org