________________
શ્રમણ કથાઓ
૩૭૧
ગજકર્ણ નામની મનુષ્ય જાતિમાં ઉત્પન્ન થયો. ત્યાં પણ માંસાહારના દોષથી દૂર અધ્યવસાયની મતિવાળો મરીને ફરી પણ સાતમી નારકીનાં અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં ગયો. ત્યાંથી નીકળીને ફરી પણ તિર્યંચગતિમાં પાડાપણે ઉત્પન્ન થયો. ત્યાં નરકની ઉપમાવળું પારાવાર દુઃખ અનુભવીને મર્યો. પછી બાળ વિધવા કુલટા બ્રાહ્મણની પુત્રીની કુક્ષિમાં ઉત્પન્ન થયો.
હવે તે સાવદ્યાચાર્યનો જીવ કુલટાના ગર્ભમાં રહેલો હતો, ત્યારે ગુપ્ત રીતે ગર્ભને પાડી નાખવા માટે, સડાવવા માટે ક્ષારો, ઔષધો, યોગોના પ્રયોગો કરવાના દોષથી અનેક વ્યાધિ અને વેદનાથી વ્યાપ્ત શરીરવાળો, દુષ્ટ વ્યાધિથી સબડતો, પરુ ઝરાવતો, સલસલ કરતા કૃમિઓના સમૂહવાળો તે કીડાથી ખવાતો ખવાતો નરકની ઉપમાવાળા, ઘોર દુઃખના નિવાસભૂત ગર્ભવાસથી તે બહાર નીકળ્યો. હે ગૌતમ ! ત્યારપછી સર્વ લોકો વડે નિદાંતો, ગતો, ગુંછા કરતો, તીરસ્કારાતો, સર્વ લોકથી પરભવ પમાતો. ખાન, પાન, ભોગ, ઉપભોગથી રહિત, ગર્ભવાસથી માંડીને સાત વર્ષ, બે મહિના, ચાર દિવસ સુધી થાવત્ જીવન જીવીને વિચિત્ર શારીરિક, માનસિક, ઘોર દુઃખથી, પરેશાની ભોગવતો ભોગવતો મરીને વ્યંતરપણે ઉત્પન્ન થયો.
ત્યાંથી ચવીને મનુષ્યમાં ઉત્પન્ન થયો. ફરી વધારનારાઓનો અધિપતિ, વળી તે પાપકર્મના દોષથી સાતમીએ ગયો. ત્યાંથી નીકળી તિર્યંચ ગતિમાં કુંભારને ત્યાં બળદપણે ઉત્પન્ન થયો. તેને ત્યાં ચક્કી, ગાડાં, હળ, અરઘટ્ટ વગેરેમાં જોડાઈને રાતદિવસ ઘોસરીમાં ગરદન ઘસાઈને ચાંદા પડી ગયા. અંદરથી કોહવાઈ ગયો. ખાંધમાં કૃમિઓ ઉત્પન્ન થઈ. હવે જ્યારે તેની ખાંધ ઘોંસરું ધારણ કરવા માટે સમર્થ નથી. એમ જાણીને તેનો સ્વામી કુંભાર તેની પીઠ પર ભાર વહન કરાવવા લાગ્યો. હવે વખત જતાં જેવી રીતે ખાંધ સડી ગઈ, તેવી રીતે તેની પીઠ પણ ઘસાઈને કોહવાઈ ગઈ, તેમાં પણ કીડા ઉત્પન્ન થયા. પીઠ આખી સડી ગઈ, તેનું ઉપરનું ચામડું નીકળી ગયું. અંદરનું માંસ દેખાવા લાગ્યું. ત્યારપછી હવે આ કંઈ કામ કરી શકે તેમ નથી, નકામો છે, એમ જાણીને છૂટો મૂકી દીધો.
હે ગૌતમ ! તે સાવદ્યાચાર્યનો જીવ સળવળતા કીડાઓથી ખવાતો બળદ છૂટો રખડતો મૂકી દીધો. ત્યારપછી અતિશય સડી ગયેલા ચર્મવાળા, ઘણાં કાગડા, કૂતરા, કૃમિઓના કુળો વડે અંદર અને બહારથી ખવાતો, બચકા ભરાતો, ઓગણત્રીસ વરસ સુધી આયુષ્ય પાલન કરીને મરીને અનેક વ્યાધિ-વેદના વડે વ્યાપ્ત શરીરવાળો મનુષ્યગતિમાં મહાધનાઢ્ય કોઈ મોટાના ઘરે જખ્યો. ત્યાં પણ વમન કરવાનું, ખારા, કડવા, તીખા, કસાયેલા સ્વાદવાળા ત્રિફળા ગુગ્ગલ વગેરે ઔષધિઓના કાઢા પીવા પડતા હતા. હંમેશા તેની સાફસૂફી કરવી પડે. અસાધ્ય, ઉપશમ ન થાય, ઘોર ભયંકર દુઃખોથી જાણે અગ્રિમાં શેકાતો હોય તેવા આકરા દુઃખો ભોગવતા ભોગવતા તેને મળેલ મનુષ્યભવ નિષ્ફળ ગયો. ૦ સાવદ્યાચાર્યના જીવની સિદ્ધિ :
એ પ્રમાણે હે ગૌતમ ! સાવદ્યાચાર્યનો જીવ ચૌદ રાજલોકમાં જન્મ મરણાદિકનાં નિરંતર દુઃખ સહન કરીને ઘણાં લાંબા અનંતકાળ પછી અવરવિદેહમાં મનુષ્યપણે ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org