________________
શ્રમણ કથાઓ
૩૨૧
પદને અનેક વખત લાંબા કાળ સુધી ભણીને ગોખીને બંને અંગોરૂપ મહાશ્રુત સ્કંધ જેમણે સ્થિર પરિચિત કરેલા છે. અનેક ભાંગાઓ અને સેંકડો જોડાણો દુઃખે કરીને જેઓ શીખેલા છે. નિરતિચાર ચારિત્રધર્મનું પાલન કરેલું છે. આ સર્વે જે પ્રમાણે કહેલું છે, તે નિરતિચારપણે પાલન કરતા હતા.
– આ સર્વે વાત સંભારીને તે ગચ્છાધિપતિએ વિચાર્યું કે, મારા, પરોલમાં ગેરહાજરીમાં તે દુષ્ટ શીલવાળા શિષ્યો અજ્ઞાનપણાનાં કારણે અતિશય અસંયમ સેવશે, તે સર્વે અસંયમ મને લાગુ પડશે, કારણ કે હું તેમનો ગુરુ છું. માટે હું તેઓની પાછળ જઈને તેમને પ્રેરણા આપે કે જેથી આ અસંયમના વિષયમાં હું પ્રાયશ્ચિત્તનો અધિકારી ન બનું. એમ વિકલ્પ કરીને તે આચાર્ય તેની પાછળ જેટલામાં ગયા તેટલામાં તો તેઓને અસંયમથી અને ખરાબ રીતે અવિધિથી જતા જોયા.
– ત્યારે હે ગૌતમ ! અતિશય સુંદર મધુર શબ્દોના આલાપપૂર્વક ગચ્છાધિપતિએ કહ્યું કે, અરે ઉત્તમ કુલ અને નિર્મલવંશના આભૂષણ સમાન અમુક-અમુક મહાસત્ત્વવાળા સાધુઓ ! તમે ઉન્માર્ગ પામી રહેલા છો. પંચમહાવ્રત અંગીકાર કરેલા દેહવાળા મહાભાગ્યશાળી સાધુ-સાધ્વીઓને માટે ૨૭,૦૦૦ ચંડીલ સ્થાનો સર્વજ્ઞ ભગવંતોએ પ્રરૂપેલા છે. શ્રુતના ઉપયોગવાળાઓએ તેની વિશુદ્ધિ તપાસવી જોઈએ. પણ અન્યમાં ઉપયોગવાળા ન થવું જોઈએ. તો તમે શુન્યાશુન્યચિત્તે અનુપયોગથી કેમ ચાલી રહ્યા છો? તમારી ઇચ્છાપૂર્વક તમે તેમાં ઉપયોગ રાખો.
બીજું તમે આ સૂત્ર અને તેનો અર્થ ભૂલી ગયા છો કે શું ? સર્વ પરમતત્ત્વોના પરમસારભૂત એવા પ્રકારનું આ સૂત્ર છે. એક સાધુ એક—બે ઇન્દ્રિયવાળા પ્રાણીને પોતે જ હાથથી કે પગથી કે બીજા પાસે અથવા સળી વગેરે અધિકરણથી કોઈપણ પદાર્થભૂત ઉપકરણથી સંઘટ્ટો કરે, કરાવે કે સંઘટ્ટો કરનારને સારો માને તેની અનુમોદના કરે, તેનાથી બાંધેલું કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે જેમ યંત્રમાં શેરડી પીલાય તેમ તે કર્મનો ક્ષય
થાય.
– જો ગાઢ પરિણામથી કર્મ બાંધ્યું હોય તો તે પાપકર્મ બાર વરસ સુધી ભોગવે, તે પ્રમાણે અગાઢપણે પરિતાપન – ખેદ પમાડે તો ૧૦૦૦ વર્ષ સુધી વેદના ભોગવે, ત્યારે તેના કર્મ ખપે. ગાઢ પરિતાપન કરે તો ૧૦,૦૦૦ વર્ષ સુધી, એ પ્રમાણે આગાઢ કીલામણા કરે તો દશ લાખ વર્ષે તે પાપકર્મ ખપાવે અને ઉપદ્રવ કરે અર્થાત્ મૃત્યુ સિવાયના તમામ દુઃખ પહોંચાડે. તેમ કરવાથી ક્રોડ વર્ષ દુઃખ ભોગવીને પાપકર્મ ક્ષય કરી શકાય. એ જ પ્રમાણે ત્રણ ઇન્દ્રિયવાળા જીવને અંગે પણ તે પ્રમાણે સમજી લેવું. તમો આટલું સમજનારા છો માટે (આમાં) મુંઝાવ નહીં.
હે ગૌતમ ! એ પ્રમાણે સૂત્રાનુસારે આચાર્ય સારણા કરતા હોવા છતાં પણ મહાપાપકર્મી, ચાલવાની વ્યાકુળતામાં એકીસાથે સર્વે ઉતાવળ કરતા તેઓ સર્વ પાપ કર્મ એવા આઠ કર્મના દુઃખથી મુક્ત કરનાર એવું આચાર્યનું વચન બહુમાન્ય કરતા નથી. ત્યારે હે ગૌતમ ! તે આચાર્ય સમજી ગયા કે નક્કી આ શિષ્યો ઉન્માર્ગે પ્રયાણ કરી રહેલા છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org