________________
આગમ કથાનુયોગ-૩
હે ગૌતમ ! એકબીજાનો સહારો જેને નથી, અહિંસા લક્ષણવાળા, ક્ષમાદિ દશ પ્રકારનો જે એક જ ધર્મ છે, એકલા જ દેવાધિદેવ અરિહંત ભગવંત, એક જિનાલય, એ જ માત્ર એક વંદનીય, પૂજનીય, સત્કાર કરવાલાયક, સન્માન કરવાલાયક, મહાયશ, મહાસત્ત્વવાળા, મહાનુભાગ જેને છે એવા, દૃઢ શિલ, વ્રત, નિયમોને ધારણ કરનાર તપોધન સાધુ હતા, તે સાધુ ચંદ્ર સમાન સૌમ્ય, શીતલ લેશ્યાવાળા, સૂર્યની જેમ ઝળહળતી તપની તેજ રાશિ સરખા, પૃથ્વીની જેમ પરીષહ–ઉપસર્ગો સહન કરવા સમર્થ, મેરુ પર્વત માફક અડોલ, અહિંસાદિ લક્ષણયુક્ત, ક્ષમાદિ દશ પ્રકારના ધર્મને વિશે રહેલા, તે મુનિવર સારા શ્રમણોયુક્ત સમુદાયથી પરિવરેલા હશે. વાદળા વગરનું સ્વચ્છ આકાશ હોય તેમાં શરદપૂર્ણિમાનો નિર્મળ ચંદ્ર જેમ અનેક ગ્રહ નક્ષત્રથી પરિવરેલો હોય તેવો ગ્રહપતિ ચંદ્ર જેમ અધિક શોભા પામે છે, તેમ શ્રીપ્રભ નામના અણગાર ગણ સમુદાય વચ્ચે અધિક શોભા પામતા હશે.
૩૬૪
હે ગૌતમ ! શ્રીપ્રભ અણગાર આટલા કાળ સુધી આજ્ઞાનું પ્રવેદન કરશે. ૦ આગમ સંદર્ભ :
મહાનિ ૮૨૨;
.
૦ સાવધાચાર્ય (કુવલયપ્રભ અણગાર) કથા :
હે ગૌતમ ! આ ઋષભાદિક તીર્થંકરની ચોવીસીના પહેલા અનંતો કાળ ગયો તે પહેલા કોઈક બીજી ચોવીસીમાં જેવી હું સાત હાથ પ્રમાણની કાયાવાળો છું, તેવી કાયાવાળા, જગતમાં આશ્ચર્યભૂત, દેવેન્દ્રોના સમૂહથી વંદાએલ, શ્રેષ્ઠતર, ધર્મશ્રી નામક છેલ્લા ધર્મતીર્થંકર હતા. તેમના તીર્થમાં સાત આશ્ચર્યો થયા હતા. હવે કોઈક સમયે તે તીર્થંકર ભગવંત પરિનિર્વાણ પામ્યા. ત્યારપછી કાળક્રમે અસંયતોનો સત્કાર કરાવવા રૂપ આશ્ચર્યનો પ્રારંભ થયો, તે સમયે ત્યાં લોકોની અનુવૃત્તિથી તેમજ મિથ્યાત્વથી અવિરત થયેલ, અસંયતોની પૂજા કરવામાં અનુરાગી થયેલા ઘણાં સમૂહને જાણીને—
તે કાળે, તે સમયે નહીં જાણેલા શાસ્ત્રના સદ્ભાવવાળા, ત્રણ ગારવરૂપ મદિરામાં મુંઝાએલા, નામ માત્રના આચાર્ય અને ગચ્છનાયકોએ શ્રાવકો પાસેથી ધન મેળવીને દ્રવ્ય એકઠું કરી કરીને હજાર સ્તંભવાળું, ઊંચુ એવું દરેક મમત્ત્વ ભાવથી પોતપોતાના નામનું ચૈત્યાલય કરાવીને તેઓ દુરંતર્પત લક્ષણવાળા અધમાધમી તે જ ચૈત્યાલયોમાં રહેવા સાથે રક્ષણ કરવા લાગ્યા.
—
X
X
આચાર્યોનું અનાચાર અને અવતપણું :–
તેઓમાં બલવીર્ય, પરાક્રમ, પુરુષાર્થ હોવા છતાં તે પુરુષકાર પરાક્રમ બળ વીર્યને છુપાવીને ઉગ્ર અભિગ્રહો કરવા અનિયત વિહાર કરવાનો ત્યાગ કરીને – છોડીને નિત્યવાસનો આશ્રય કરીને, સંયમ વગેરેમાં શિથિલ થઈને રહેલા હતા. પાછળથી આ લોક અને પરલોકના નુકશાનની ચિંતાનો ત્યાગ કરીને, લાંબા કાળનો સંસાર અંગીકાર કરીને તે જ મઠ અને દેવકુલોમાં અત્યંત પરિગ્રહબુદ્ધિ, મૂર્છા, મમત્વકરણ, અહંકાર વગેરે કરીને સંયમ માર્ગમાં પાછા પડેલા, પરાભવિત થયા પછી પોતે વિવિધ પુષ્પોની માળા આદિથી
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International