________________
૩૬૬
આગમ કથાનુયોગ-૩
કરો તો તમારી આજ્ઞાથી અહીં આટલા જિન ચૈત્યાલયો નક્કી કરાવીશું. તો આપ અમારા ઉપર કૃપા કરી અહીં જ ચાતુર્માસ કરો. ૦ કુવલયપ્રભનું અણગારત્વ :
હે ગૌતમ ! તે સમયે તે મહાનુભાગ કુવલયપ્રલે કહ્યું કે, અરે ! પ્રિય વચન બોલનારાઓ ! જો કે જિનાલય છે, છતાં પણ તે પાપરૂપ છે. હું કદાપિ વચનમાત્રથી પણ, તેનું આચરણ કરીશ નહીં. આ પ્રમાણે શાસ્ત્રના સારભૂત ઉત્તમતત્ત્વને યથાસ્થિત અવિપરીત નિઃશંકપણે કહેતા તે મિથ્યાષ્ટિ સાધુવેશધારી પાખંડીઓની વચ્ચે યથાર્થ પ્રરૂપણાથી તીર્થકર નામગોત્ર ઉપાર્જન કર્યું. એક ભવ બાકી રહે તેવો સંસાર સમુદ્ર શોષવી નાંખ્યો.
- હવે ત્યાં આગળ જેમનું નામ ન બોલાય તેવો દિષ્ટ નામનો સંઘ એકઠો થયો હતો. તેણે તથા ઘણાં પાપમતિવાળા વેષધારીએ પરસ્પર ભેગા મળીને હે ગૌતમ ! તે મહાતપસ્વી મહાનુભાવનું જે કુવલયપ્રભ નામ હતું, તેને બદલે નામનો વિલાપ કર્યો. એટલું જ નહીં, પણ સાથે મળી તાળી આપીને “સાવદ્યાચાર્ય" એવું બીજું નામ સ્થાપન કર્યું. એ નામથી જ હવે કુવલયપ્રભ અણગારને બોલાવવા લાગ્યા. તે જ નામ પ્રસિદ્ધિ પામ્યું. હે ગૌતમ ! તેવા અપ્રશસ્ત શબ્દથી બોલાવવા છતાં—એવી રીતે નામ ઉચ્ચારવા છતાં તે લગાર પણ કોપ પામતા ન હતા.
કોઈક સમયે દુરાચારી, સમ્યક્ ધર્મથી પરાકૃમુખ થયેલા સાધુધર્મ અને શ્રાવક ધર્મ બંનેથી ભ્રષ્ટ થયેલા, માત્ર વેષ ધારણ કરનારા, અમે પ્રવજ્યા અંગીકાર કરી છે – એમ પ્રલાપ કરનારા એવા તેઓનો કેટલાક કાળ ગયા પછી, તેઓ પરસ્પર આગમ સંબંધી વિચાર કરવા લાગ્યા કે, શ્રાવકોની ગેરહાજરીમાં સંયત એવા સાધુઓ જ દેવકુલ મઠ ઉપાશ્રયની સાર સંભાળ રાખે અને જિનમંદિરો ખંડિત થયા હોય, પડી ગયા હોય તો તેની જિર્ણોદ્ધાર કરાવે, સમરાવે, આ કાર્ય કરતાં-કરતાં જે કંઈ આરંભ સમારંભ થાય તેમાં સાધુઓને કોઈ દોષ લાગતો નથી.
તો વળી કેટલાંક એમ કહેતા હતા કે, સંયમ જ મોક્ષ પમાડનાર છે, બીજા વળી એમ કહેતા હતા કે, જિનપ્રાસાદ, જિનચૈત્યોની પૂજા, સત્કાર, બલિ વિધાન વગેરે કરવાથી તીર્થની–શાસનની ઉન્નત્તિ પ્રભાવના થાય છે અને તે જ મોક્ષ ગમનનો ઉપાય છે. આ પ્રમાણે યથાર્થ પરમાર્થ ન સમજેલા પાપકર્મીઓ, જે જેને ઠીક લાગે તે મુખથી પ્રલાપ કરતા હતા. તે સમયે બે પક્ષોમાં વિવાદ જાગ્યો. તેઓમાં કોઈ તેવા આગમના જાણકાર કુશળ પુરુષ નથી કે જેઓ આ વિષયમાં યુક્ત કે અયુક્ત શું છે તેનો વિચાર કરી શકે, કે પ્રમાણપૂર્વક વિવાદને સમાવી શકે.
વળી તેમાંથી એક એમ કહે છે કે, આ વિષયના જાણકાર અમુક આચાર્ય અમુક સ્થાને રહેલા છે, બીજા વળી બીજાનું નામ સૂચવે છે. એમ વિવાદ ચાલતા-ચાલતા એકે કહ્યું કે, અહીં બહુ પ્રલાપ કરવાથી શું? આપણને સર્વેને આ વિષયમાં સાવદ્યાચાર્ય જે નિર્ણય આપે તે પ્રમાણભૂત ગણાય. બીજા સામા પક્ષવાળાએ પણ તે વાતનો સ્વીકાર કર્યો અને કહ્યું કે, જલ્દીથી તેમને અહીં બોલાવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org