________________
શ્રમણ કથાઓ
૩૬૩
કારણથી, ગૌતમ ! તે આચાર્ય ઉતાવળા-ઉતાવળા ચાલતા ન હતા.
હવે કોઈ સમયે સૂત્રોક્ત વિધિથી સ્થાનનું સંક્રમણ કરતા હતા, ત્યારે હે ગૌતમ! તે આચાર્ય પાસે ઘણાં દિવસની સુધાથી લેવાઈ ગયેલા શરીરવાળો, પ્રગટ દાઢાથી ભયંકર યમરાજ સરખો ભય પમાડતો પ્રલયકાળની જેમ ઘોર રૂપવાળો કેસરીસિંહ આવી પહોંચ્યો. ત્યારે મહાનુભાગ ગચ્છાધિપતિએ ચિંતવ્યું કે જો જલ્દી જલ્દી ઉતાવળ કરીને ચાલે તો આ સિંહના પંજામાંથી ચૂકી જવાય અને બચી શકાય. પણ જલ્દી ચાલવામાં અસંયમ થાય, ભગવંતની આજ્ઞાની વિરાધના થાય. શરીરનો નાશ થાય તે સારું, પણ અસંયમમાં પ્રવૃત્તિ નહીં સારી.
- આ પ્રમાણે ચિંતવીને વિધિથી પાછા ફરેલા શિષ્યને, જેનો વેશ ઝૂંટવી લીધો હતો, તેને તે વેષ આપીને નિષ્પત્તિ કર્મ શરીરવાળા તે ગચ્છાધિપતિ પાદપોપગમન અનશન લઈ ત્યાં ઊભા રહ્યા. પેલા શિષ્ય પણ તે જ પ્રમાણે રહ્યા. હવે તે સમયે અત્યંત વિશુદ્ધ અંતઃકરણવાળા, પંચમંગલનું સ્મરણ કરતા શુભ અધ્યવસાયવાળા તે બંનેને હે ગૌતમ ! સિંહે મારી નાખ્યા એટલે તે બંને અંતકૃત્ કેવલી થયા. આઠે પ્રકારના મલકલંકથી રહિત થયેલા તેઓ સિદ્ધ થયા.
તે વખતે પેલા ૪૯૯ સાધુઓ તે કર્મના દોષથી જે પ્રકારે દુઃખનો અનુભવ કરતા હતા અને વળી અનુભવશે તેમજ અનંત સંસાર સાગરમાં પરિભ્રમણ કરશે તે સર્વ વૃત્તાંત અનંતકાલે પણ કોણ કહેવા સમર્થ છે ? હે ગૌતમ ! તે પેલા ૪૯૯ કે જેમણે ગુણયુક્ત મહાનુભાવ ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને આરાધના ન કરી તે અનંતસંસારી થયા.
૦ આગમ સદર્ભ:માનિ ૮૧૬ થી ૮૧૮;
૦ શ્રીપ્રભ અણગાર કથા :
હે ભગવંત! કેટલા કાળ સુધી આ આજ્ઞા પ્રવેદન કરેલી છે ? હે ગૌતમ ! જ્યાં સુધી મહાયશવાળા, મહાસત્ત્વવાળા, મહાગુણ ભાગ શ્રીપ્રભ નામના અણગાર થશે ત્યાં સુધી આજ્ઞા પ્રવર્તશે. હે ભગવન્! કેટલા સમય પછી શ્રીપ્રભ નામના અણગાર થશે ?
' હે ગૌતમ ! દુરંત, પ્રાન્ત, તુચ્છ લક્ષણવાળો, ન દેખવા લાયક, રૌદ્ર, ક્રોધી, પ્રચંડ, આકરો, ઉગ્ર, ભારે દંડ કરનાર, મર્યાદા વગરનો, નિષ્કરુણ, નિર્દય, ક્રુર, મહાક્રુર, પાપમતિવાળો, અનાર્ય, મિથ્યાષ્ટિ એવો કલ્ફિ નામનો રાજા થશે. પાપી એવો તે રાજા થશે. પાપી એવો તે રાજા ભિસાભ્રમણ કરવાની ઇચ્છાવાળા શ્રી શ્રમણ સંઘને કદર્થના પમાડશે – હેરાન કરશે.
જ્યારે તે કલ્કિ રાજા કદર્થના કરશે ત્યારે હે ગૌતમ ! જે કોઈ ત્યાં શીલયુક્ત મહાનુભાવ, અચલિત સત્ત્વવાળા, તપસ્વી અણગારો હશે, તેનું સૌધર્મેન્દ્ર મહારાજા સાન્નિધ્ય કરશે. આ ઇન્દ્રના હાથમાં વજ છે અને એરાવણ હાથી પર બેસી ગમન કરનાર છે. એવી રીતે હે ગૌતમ! દેવેન્દ્રોથી વંદિત, પ્રત્યક્ષ દેખેલા પ્રમાણવાળો, શ્રી શ્રમણ સંઘ પ્રાણ અર્પણ કરવા તૈયાર થાય છે, પણ પાખંડ ઘર્મ કરવા તૈયાર થતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org