________________
આગમ કથાનુયોગ–૩
મમત્ત્વરહિત, અત્યંત અભ્યાસુ, પોતાના શરીર કરતાં પણ અધિક છ કાયના જીવો ઉપર વાત્સલ્ય કરનારી, ભગવંતે શાસ્ત્રમાં કહેલા એવા અતિશય ઘોર વીર તપ અને ચરણનું સેવન કરીને શોષવેલ શરીરવાળી, જે પ્રમાણે તીર્થંકર ભગવંતે પ્રરૂપેલ છે, તે પ્રમાણે અદીન મનથી, માયા, મદ, અહંકાર, મમત્ત્વ, રતિ, હાસ્ય, ક્રીડા, કંદર્પ, નાથવાદરહિત, સ્વામિભાવ આદિ દોષોથી મુક્ત થયેલી તે સાધ્વીઓ આચાર્યની પાસે શ્રામણ્યનું અનુપાલન કરતી હતી. ૦ વજ્ર આચાર્યના સાધુઓ :
હે ગૌતમ ! તે સાધુઓ હતા તેવા તે મનોહર ન હતા. હે ગૌતમ ! કોઈક સમયે તે સાધુઓ આચાર્યને કહેવા લાગ્યા કે હે ભગવંત ! જો આપ આજ્ઞા આપો તો અમે તીર્થયાત્રા કરીને ચંદ્રપ્રભસ્વામીના ધર્મચક્રને વંદન કરીને પાછા આવીએ. ત્યારે હે ગૌતમ ! મનમાં દિનતા લાવ્યા સિવાય, ઉતાવળા થયા વિના ગંભીર મધુર વાણીથી તે આચાર્યએ તેમને ઉત્તર આપ્યો કે, શિષ્યોને “ઇચ્છાકારેણ'' (સ્વકીય ઇચ્છા) એવા સુંદર શબ્દનો પ્રયોગ કરીને ‘સુવિહિતોને તીર્થયાત્રા માટે જવું કલ્પતું નથી.'' તેથી જ્યારે પાછા ફરવાનું થશે ત્યારે હું તમોને યાત્રા અને ચંદ્રપ્રભ સ્વામીને વંદન કરાવીશ.
-
- બીજી વાત એ છે કે, યાત્રા કરવામાં અસંયમ કરવાનું મન થાય છે. આ કારણે તીર્થયાત્રાનો નિષેધ કરાય છે. ત્યારે શિષ્યોએ પૂછ્યું કે, તીર્થયાત્રા જતા સાધુઓને કેવી રીતે અસંયમ થાય છે ? ત્યારે ફરી પણ ‘ઇચ્છાકારેણ’’ એમ બીજી વખત બોલાવડાવીને ઘણાં લોકોની વચ્ચે વ્યાકુળ બનીને આક્રોશથી ઉત્તર આપશે. પણ હે ગૌતમ ! તે સમયે આચાર્યે ચિંતવ્યુ કે મારું વચન ઉલ્લંઘન કરીને પણ નક્કી આ શિષ્યો જશે જ. તે કારણથી જ મીઠાં મીઠાં વચનો બોલે છે.
૩૬૦
હવે કોઈક દિવસે મનથી અતિશય વિચાર કરીને તે આચાર્યે કહ્યું કે, તમો લગીર પણ સૂત્ર–અર્થ જાણો છો ખરા ? જો જાણતા હોય તો જે પ્રકારનો અસંયમ તીર્થયાત્રામાં થાય છે, તે પ્રકારનો અસંયમ સ્વયં જાણી શકાય છે. આ વિષયમાં વધારે કહેવાથી શો લાભ ? બીજું તમોએ સંસારનું સ્વરૂપ, જીવાદિક પદાર્થો – તેનું યથાયોગ્ય તત્ત્વ જાણેલું છે. હવે કોઈ વખત ઘણાં ઉપાયોથી સમજાવ્યા. યાત્રા જતાં નિવાર્યા, તો પણ તેઓ આચાર્યને છોડીને ક્રોધરૂપી યમ સાથે તીર્થયાત્રા માટે નીકળી પડ્યા.
તેઓ જતાં જતાં ક્યાંક આહાર ગવેષણાનો દોષ, કોઈક સ્થાને લીલી વનસ્પતિકાયનો સંઘટ્ટ કરતાં, બીજકાય ચાંપતા હતા. કંઈક કીડી વગેરે વિકલેન્દ્રિય જીવો, ત્રસકાય સંઘટ્ટન, પરિતાપન, ઉપદ્રવથી થવાવાળા અસંયમ દોષો લગાડતા હતા. બેઠાં બેઠાં પણ પ્રતિક્રમણ કરતા ન હતા. કાંઈક મોટા પાત્ર, નાના પાત્ર ઉપકરણ વગેરે બંને કાલ વિધિપૂર્વક પ્રેક્ષણ–પ્રમાર્જન કરી શકતા ન હતા. પડિલેહણ કરતા વાયુકાયના જીવોની વિરાધના થાય તેમ વસ્ત્રો ઝાટકતા હતા. કેટલું કહેવું ?
હે ગૌતમ ! તેનું કેટલું વર્ણન કરવું ?
અઢાર હજાર શીલાંગો, સત્તર પ્રકારના સંયમ, બાહ્ય અને અત્યંતર બાર પ્રકારનો તપ, ક્ષમા આદિ અને અહિંસા લક્ષણ યુક્ત દશ પ્રકારના શ્રમણધર્મ વગેરેના એકએક
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International