________________
૩૫૬
આગમ કથાનુયોગ–3
વગેરેથી લોભાવતા લોભાવતા ત્યાં સુધી દોરી લાવે છે, જ્યાં સુધી પૂર્વે વર્ણવેલા ઘંટીના આકારવાળા વજ્રની શીલાના સંપુટો રહેલા છે. જેટલામાં ખાવાના લોભથી તેઓ તેટલી ભૂમિ સુધી આવે છે, તેટલામાં જે નજીકમાં વજ્રશિલાના સંપુટનો ઉપરનો ભાગ, જે બગાસું ખાતા પુરુષ આકાર સરખો છૂટો પ્રથમથી ગોઠવેલ હોય છે. ત્યાંજ મદિરા ભરેલા બાકી રહેલા તુંબડાઓને તેમના દેખતા જ ત્યાં મૂકીને પોતપોતાના સ્થાનમાં ચાલ્યા જાય છે.
પેલા મદ્યાદિ ખાવાના લોલુપી જેટલામાં ઘંટી પાસે પહોંચે અને તેના ઉપર પ્રવેશે તે સમયે હે ગૌતમ ! જે પૂર્વે પકાવેલા માંસના ટુકડાઓ ત્યાં મૂકેલા હોય, તેમજ મદ્ય– માંસાદિ ભરેલા ભાજનો ગોઠવી રાખેલા હોય, તેમજ મધથી લિંપેલા શિલાઓના પડ હોય તે દેખીને તેઓને ઘણો જ સંતોષ, આનંદ, મહાતુષ્ટિ અને મહાપ્રમોદ થાય છે.
આ પ્રમાણે મદિરા અને પકાવેલ માંસ ખાતા—ખાતા સાત આઠ—પંદર દિવસો જેટલામાં પસાર થાય છે, તેટલામાં રત્નદ્વીપ નિવાસી મનુષ્યો એકઠા મળીને બખ્તર, અન્ય આયુધાદિ ધારણ કરીને, તેઓ પેલી વજ્રશીલાને વીંટળાઈને સાત-આઠ પંક્તિમાં ઘેરી વળે છે. વળી રત્નદ્વીપવાસી બીજા કેટલાંક તે શિલાપડને ઘંટુલાના પડ પર એકઠું થાય તે રીતે ગોઠવે છે. જ્યારે બે પડ એકઠા કરવામાં આવે છે ત્યારે હે ગૌતમ ! એક ચપટી વગાડવામાં જેટલો સમય થાય તેના ત્રીજા ભાગમાં કાળમાં અંદર સપડાએલા અંડગોલિકમાંથી માંડમાંડ એક કે બે બહાર છટકી જાય છે. તે જ સમયે તેના હાડનો વિનાશકાળ ઉત્પન્ન થાય છે.
એ પ્રમાણે હે ગૌતમ ! તે વજ્રશિલાના ઘંટીના બે પડ વચ્ચે ભીંસાઈને પીસાતા– પીસાતા જ્યાં સુધી સર્વ હાડકાઓ દબાઈને બરાબર પીસાય તેમજ ચૂર્ણ ન થાય ત્યાં સુધી તે અંડગોલિક મનુષ્યોના પ્રાણ છૂટા પડતા નથી. તેઓના અસ્થિઓ વજ્રરત્નની જેમ દુઃખે કરીને દળી શકાય તેવા મજબૂત હોય છે. ત્યાં આગળ તેઓ વજ્રશિલાના બે પડ વચ્ચે ગોઠવીને કાળા બળદો જોડીને અતિપ્રયત્નથી રેંટ, ઘંટી, કઠણ રેતી, ચુનાની ચકરીની જેમ ગોળ ભમાડાય છે.
એક વર્ષ સુધી પીસવાનો પ્રયત્ન ચાલુ હોવા છતાં તેના મજબૂત અસ્થિઓના કટકા થતા નથી. તે સમયે તેવા પ્રકારનું અત્યંત ઘોર દારુણ શારીરિક અને માનસિક મહાદુઃખની વેદનાનો આકરો અનુભવ કરતા હોવા છતાં, પ્રાણ પણ ચાલ્યા ગયા હોવા છતાં તેમના અસ્થિઓ ભાંગતા નથી. બે વિભાગ થતા નથી, દબાતા નથી, ઘસાતા નથી. પણ જે કોઈપણ સંધિ સ્થાનો, સાંધા અને બંધનના સ્થાનો છે તે સર્વે વિખૂટા પડીને જર્જરિત થાય છે.
ત્યારપછી બીજી સામાન્ય પત્થરની ઘંટીની માફક બહાર સરી પડેલા લોટની જેમ કંઈક આંગળી આદિક અગ્ર અવયવના અસ્થિખંડ જોઈને તે રત્નદ્વીપવાસી લોકો આનંદ પામીને શિલાના પડો ઊંચા ઊંચકીને તેમની અંડગોલિકાઓ ગ્રહણ કરીને તેમાં જે શુષ્ક– નિરસ ભાગ હોય તે અનેક ઘનસમૂહ ગ્રહણ કરીને વેંચી નાખે છે. હે ગૌતમ ! આ વિધિ વડે તે રત્નદ્વીપવાસી મનુષ્યો અંતરંઽગોલિકા ગ્રહણ કરે છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org