________________
શ્રમણ કથાઓ
૩૨૭
આકાશમાં “અહોદાને અહોદાન” શબ્દની ઘોષણા. આ વખતે હસ્તિનાપુર નગરના શૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચતૂરો, ચતુર્મખો, રાજમાર્ગો અને સામાન્ય માગમાં ઘણાં લોકો પરસ્પર એક બીજાને આ પ્રમાણે કહેવા, બોલવા, પ્રતિપાદન કરવા અને પ્રરૂપણા કરવા લાગ્યા
હે દેવાનુપ્રિય ! સુમુખ ગાથાપતિ ધન્ય છે, હે દેવાનુપ્રિય ! સુમુખ ગાથાપતિ પુણ્યશાળી, સુમુખ ગાથાપતિ કૃતાર્થ છે, સુમુખ ગાથાપતિ કૃતલક્ષણ છે અને સુમુખ ગાથાપતિએ પોતાના મનુષ્ય જન્મ અને જીવનનું ફળ સારી રીતે પ્રાપ્ત કરેલ છે કે, જેણે આ આવા પ્રકારની ઉદાર માનવીય ઋદ્ધિ ઉપાર્જિત કરી છે. પ્રાપ્ત કરી છે, અધિગત કરી છે. ૦ સુમુખનો સુબાહુરૂપે જન્મ :
ત્યારપછી તે સુમુખ ગાથાપતિ ઘણાં સેંકડો વર્ષોનું આયુને ભોગવે છે. ભોગવીને કાળમાસમાં કાળ કરીને આ જ હતિશીષ નગરમાં અદીનશત્રુ રાજાની ધારિણી રાણીની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો.
ત્યારપછી તે ધારિણી રાણી શય્યામાં કંઈક ઊંઘતી, કંઈક જાગતી યાવત્ અલ્પ નિદ્રા લેતી, એ જ પ્રમાણે સ્વપ્નમાં સિંહને જુએ છે. શેષ સર્વ કથન એ જ પ્રમાણે પૂર્વવતુ જાણવું – યાવત્ – ઉપરી પ્રાસાદોમાં વિચારવા લાગ્યો.
આ પ્રમાણે હે ગૌતમ ! સુબાહુકુમારે આ આવા પ્રકારની માનવસંબંધી સમૃદ્ધિ ઉપલબ્ધ, પાસ અને અધિગત કરી છે.
હે ભગવન્! સુબાહુકુમાર આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગાર ધર્મમાં પ્રવ્રજિત થવા સમર્થ છે ? – હાં ! સમર્થ છે.
ત્યારપછી ભગવદ્ ગૌતમ શ્રમણ ભગવંત મહાવીરને વંદના–નમસ્કાર કરે છે. વંદના નમસ્કાર કરીને સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરવા લાગ્યા.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર અન્યદા કોઈ સમયે હતિશીર્ષ નગરના પુષ્પ કરંડક ઉદ્યાનમાં સ્થિત કૃતવનમાલપ્રિય યક્ષાયતનથી નીકળે છે, નીકળીને બહાર જનપદોમાં વિહરવા લાગ્યા.
ત્યારપછી તે સુબાહકુમાર શ્રમણોપાસક થઈ ગયો. જીવ-અજીવાદિ તત્ત્વોનો મર્મજ્ઞ થઈને – યાવત્ – શ્રમણોને પ્રતિલાભતો વિહરવા લાગ્યો.
ત્યારપછી તે સુબાહકુમાર અન્યદા કોઈ સમયે ચૌદશ, આઠમ, અમાવાસ્યા અને પૂર્ણિમા એ તિથિઓમાંથી કોઈ એક તિથિને દિવસે જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યો, આવીને પૌષધશાળાનું પ્રમાર્જન કર્યું, પ્રમાર્જન કરીને ઉચ્ચાર-પ્રસ્ત્રવણ ભૂમિની પ્રતિલેખના કરી, પ્રતિલેખના કરીને દર્ભનું આસન બિછાવ્યું, બિછાવીને દર્ભાસન પર બેઠો, બેસીને અષ્ટમભક્ત તપ સ્વીકાર્યો. સ્વીકારીને પૌષધશાળામાં અષ્ટમભક્ત યુક્ત પૌષધવતી થઈને પૌષધ વ્રતનું પાલન કરતા વિચારવા લાગ્યા. ૦ સુબાહુકુમારની પ્રવજ્યા :
ત્યારપછી તે સુબાહુકુમારને મધ્યરાત્રિએ ધર્મ–જાગરણા કરતી વખતે આ આવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org