________________
શ્રમણ કથાઓ
૦ ધનપતિ કથા :
કનકપુર નામે નગર હતું. ત્યાં શ્વેતાશોક નામે ઉદ્યાન હતું. વીરભદ્ર નામે યક્ષનું આયતન હતું. ત્યાં પ્રિયચંદ્ર નામનો રાજા હતો. તેની સુભદ્રા નામે રાણી હતી. વૈશ્રમણકુમાર યુવરાજ હતો. તેના શ્રીદેવી આદિ ૫૦૦ રાજકન્યાઓ સાથે વિવાહ થયા. તેમનો ધનપતિ નામે પુત્ર હતો. સ્વામી (ભગવંત મહાવીર) સમોસર્યા. યુવરાજ પુ ધનપતિ કુમારે ભગવંત પાસે શ્રાવકોના વ્રત ગ્રહણ કર્યા – યાવત્ – ગૌતમસ્વામીએ તેનો પૂર્વભવ પૂછ્યો.
-
ધનપતિકુમાર પૂર્વભવમાં મણિચયિકા નગરે મિત્ર નામનો રાજા હતો. સંભૂતિ વિજય અણગારને પ્રતિલાભિત કર્યા યાવત્ – મહાવિદેહે ક્ષેત્રમાં સિદ્ધ થશે. (શેષ સર્વકથા સુબાહુકુમાર કથાનક મુજબ જામવી.)
૦ આગમ સંદર્ભ :
વિવા. ૩૬, ૪૨;
-
૦ મહાબલ કથા :
મહાપુર નામનું નગર હતું. ત્યાં રક્તાશોક નામક ઉદ્યાન હતું. ત્યાં રક્તપાદ યક્ષનું આયતન હતું. ત્યાં બલ નામનો રાજા હતો. તેને સુભદ્રા નામે રાણી હતી. તેનો મહાબલકુમાર નામે પુત્ર હતો. તેનું રક્તવતી આદિ ૫૦૦ કન્યા સાથે વિવાહ થયા. ભગવંત મહાવીર પધાર્યા. મહાબલકુમારે ભગવંત પાસે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. ગૌતમસ્વામીએ પૂર્વભવ પૂછયો.
જે
મણિપુર નામે નગર હતું. ત્યાં નાગદેવ નામે ગાથાપતિ હતો. તેણે ઇન્દ્રપુત્ર ઇન્દ્રદત્ત નામે પણ ઓળખાય છે, તે અણગારને પ્રતિલાભિત કર્યા યાવત્ તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. (શેષ કથા સુબાહુકુમાર પ્રમાણે જાણવી.)
૦ આગમ સંદર્ભ :
=
વિવા. ૩૬, ૪૩;
Jain Education International
X
૩૩૧
X
૦ ભદ્રનંદીકુમાર કથા :
સુઘોષ નામે નગર હતું. ત્યાં દેવરમણ નામે ઉદ્યાન હતું. વીરસેન યક્ષનું યક્ષાયતન હતું. ત્યાં અર્જુન નામે રાજા હતો. તેને તત્ત્વવતી રાણી હતી, તેનો ભદ્રનંદીકુમાર નામે પુત્ર હતો. તેના શ્રીદેવી આદિ ૫૦૦ શ્રેષ્ઠ રાજકન્યા સાથે વિવાહ થયો. ભગવાન્ મહાવીર પધાર્યા. ભદ્રનંદીએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. ગૌતમસ્વામીએ તેનો પૂર્વભવ પૂછ્યો.
મહાઘોષ નામે નગર હતું. ત્યાં ધર્મઘોષ ગાથાપતિ હતો. તેણે ધર્મસિંહ અણગારને પ્રતિલાભિત કર્યા હતા. મનુષ્ય આયુનો બંધ કર્યો. અહીં ઉત્પન્ન થયો – યાવત્ – સિદ્ધ થયા. (શેષ સર્વ કથા સુબાહુકુમાર કથાનક મુજબ જાણવી.)
--
૦ આગમ સંદર્ભ
વિવા. ૩૬, ૪૪;
For Private & Personal Use Only
-
www.jainelibrary.org