________________
શ્રમણ કથાઓ
તેથી તેની રજૂઆત કાંતો મૂળ કથાનકો સાથે નોંધી છે અથવા છેલ્લે દૃષ્ટાંત વિભાગમાં તેની નોંધ કરાઈ છે.
→ છેદ સૂત્રો (મૂળ)માં માત્ર મહાનિશીથ સૂત્રમાં જ કથાનુયોગ છે, જેને હવે રજૂ કરી રહ્યા છીએ → (ભાષ્ય-ચૂર્ણિ-વૃત્તિ આદિની કથા ભાગ-૪માં છે.)
૦ નાગીલ કથા ઃ- (નાગીલ અને સુમતિ કથા) :
આ ભારતવર્ષમાં મગધ નામે દેશ હતો, તેમાં કુશસ્થળ નામનું નગર હતું. ત્યાં પાપપુણ્ય સમજનારો, જીવ–અજીવાદિક પદાર્થનું યથાર્થ રૂપ જેણે સારી રીતે જાણેલ છે, એવી વિશાળ ઋદ્ધિવાળા સુમતિ અને નાગિલ નામના બે સગાભાઈ શ્રાવકધર્મનું પાલન કરતા હતા. કોઈ સમયે અંતરાય કર્મના ઉદયથી તેમનો વૈભવ નષ્ટ થયો. પણ સત્ત્વ અને પરાક્રમનો પહેલાથી હતો. અચલિત સત્ત્વ પરાક્રમ વાળા, અત્યંત પરલોકભીરુ, છળ–કપટ અને જૂઠથી અટકેલા, ભગવંતે બતાવેલ ચાર પ્રકારના દાન આદિ ધર્મનું સેવન કરતા હતા.
તેઓ શ્રાવકધર્મનું પાલન કરતા, કોઈની નિંદા ન કરતા, વિનયવાન્, સરળ સ્વભાવવાળા, ગુણરૂપ રત્નના નિવાસ સ્થાન સમાન, ક્ષમાના સાગર, સજ્જનની મૈત્રી રાખનારા, કેટલાંયે દિવસો સુધી જેમના ગુણરત્નનું વર્ણન કરી શકાય એવા ગુણના ભંડાર સમાન શ્રાવક હતા, પરંતુ જ્યારે તેમને અશુભ કર્મનો ઉદય થયો ત્યારે તેમની સંપત્તિ અષ્ટાક્ષિકા મહામહોત્સવ આદિ ઇષ્ટ દેવતાની ઇચ્છાનુસાર પૂજા, સત્કાર, સાધર્મિક સન્માન અને બંધુ વર્ગનો વ્યવહાર આદિ કરવાને માટે અસમર્થ થઈ. ૦ સંપત્તિ ક્ષય થવાથી વિદેશગમન વિચાર :
૩૪૯
-
હવે કોઈ સમયે ઘરમાં મહેમાન આવતા તો તેમનો સત્કાર થઈ શકતો ન હતો. સ્નેહી વર્ગના મનોરથો પૂરા કરી શકાતા ન હતા. પોતાના મિત્ર, સ્વજન, પરિવારજન, બંધુ, સ્ત્રી, પુત્ર ભત્રીજા, સંબંધોને ભૂલીને દૂર ખસી ગયા ત્યારે વિષાદ પામેલા તે શ્રાવકોએ હે ગૌતમ ! વિચાર્યું કે– માણસ પાસે જ્યારે વૈભવ હોય છે, ત્યારે જે લોકો તેમની આજ્ઞા સ્વીકારે છે, જળરહિત મેઘને વીજળી પણ દૂરથી ત્યાગ કરે છે. એમ વિચારીને તેઓ પરસ્પર કહેવા લાગ્યા–
Jain Education International
ન
પ્રથમ સુમતિએ ભાઈ નાગિલને કહ્યું કે, માન–ધનરહિત ભાગ્યહીન પુરુષ એવા દેશમાં ચાલ્યા જવું કે જ્યાં પોતાના સંબંધીઓ કે આવાસો ન દેખાય તથા બીજાઓએ પણ કહ્યું છે કે, જેની પાસે ધન હોય, તેની પાસે લોકો આવે છે, જેની પાસે અર્થ હોય તેના ઘણાં બંધુઓ હોય છે.
આ પ્રમાણે તેઓ પરસ્પર એક મતવાળા થયા અને તેવા થઈને હે ગૌતમ ! તેઓએ દેશત્યાગ કરવાનો નિર્ણય કર્યો કે, આપણે કોઈ અજાણ્યા દેશાંતરમાં ચાલ્યા જઈએ. ત્યાં ગયા છતાં પણ લાંબા કાળથી ચિંતવેલા મનોરથો પૂર્ણ ન થાય તો અને દૈવ અનુકૂળ થાય તો પ્રવ્રજ્યા અંગીકાર કરીએ. ત્યારપછી તેમણે કુશસ્થળ નગરનો ત્યાગ કરીને વિદેશગમન કરવું તેમ નક્કી કર્યું.
For Private & Personal Use Only
www.jainelibrary.org