________________
આગમ કથાનુયોગ-૩
અહીં જગતમાં અલંઘનીય વચનવાળા ભગવંતનું વચન આદરપૂર્વક ગ્રહણ કરવું જોઈએ. આસ્તિક આત્માને તેમના વચનમાં કોઈ દિવસ વિસંવાદ થતો નથી. તેમજ બાલતપસ્વીની ચેષ્ટામાં આદર ન કરવો, કેમકે જિનેન્દ્રના વચનાનુસાર નક્કી તેઓ કુશીલ દેખાય છે. ૦ નાગિલ દ્વારા સાધુઓની કુશીલતાનો નિર્દેશ :
તેઓમાં પ્રજ્યાને વિશે ગંધ પણ દેખાતી નથી. કારણ કે તું જો આ સાધુ પાસે બીજી મુહપોતિકા દેખાય છે. તેથી કરીને આ સાધુ અધિક પરિગ્રહના દોષથી કુશીલ છે. ભગવંતે હસ્તમાં અધિક પરિગ્રહ ધારણ કરવા માટે સાધુને આજ્ઞા આપી નથી. માટે હે વત્સ ! હીન સત્ત્વવાળો પણ મનથી એવો અધ્યવસાય ન કરે કે કદાચ મારી આ મુહપોત્તિકા ફાટી તુટીને વિનાશ પામશે તો બીજી મને ક્યાંથી મળશે ?
તે હીનસત્ત્વવાળો એમ વિચારતો નથી કે અધિક અને અનુપયોગથી ઉપધિ ધારણ કરવાથી મારા પરિગ્રહ વ્રતનો ભંગ થશે અથવા શું સંયમમાં રંગાયેલા આત્મા સંયમમાં ઉપયોગી ધર્મના ઉપકરણરૂપ મુહપત્તિ જેવા સાધનમાં સિદાય ખરો ? નક્કી તેવો આત્મા તેમાં વિષાદ ન પામે. ખરેખર તેવો આત્મા પોતાને હું હીન સત્ત્વવાળો છું, તેમ જાહેર કરે છે. ઉન્માર્ગના આચરણની પ્રશંસા કરે છે અને પ્રવચન મલિન કરે છે આ સામાન્ય હકીકત તું દેખી શકતો નથી ?
આ સાધુએ ગઈ કાલે વસ્ત્રરહિત સ્ત્રીના શરીરને રાગપૂર્વક જોઈને, તેનું ચિંતવન કરીને તેની આલોચના પ્રતિક્રમણ કર્યા નથી. તે તને માલૂમ નથી ? આ સાધુના શરીરે ફોડલાં થયેલા છે. તે કારણે વિસ્મય પામેલા મુખવાળા એમને તું દેખતો નથી ? હમણાં જ તેમણે લોચ કરવા માટે પોતાના જ હાથે વગર આપેલી રાખ ગ્રહણ કરી. તેં પણ પ્રત્યક્ષ તેમ કરતા તેમને જોયા છે.
૩૫૨
ગઈકાલે સંઘાટકને સૂર્યોદય થયા પહેલા એમ કહ્યું કે, ઉઠો અને ચાલો આપણે વિહાર કરીએ. સૂર્યોદય થઈ ગયો છે. એવું આ સાધુએ તેમને હસતા—હસતા કહ્યું. તે તેં જાતે ન સાંભળ્યું ? આમાં જે મોટા નવદીક્ષિત છે, તે ઉપયોગ વગર સુઈ ગયાં અને વીજળી—અગ્નિકાયથી સ્પર્શ કરાયો તેને તેં જોયા હતા. તેણે કામળી ગ્રહણ ન કરી તથા સવારે લીલા ઘાસનો પહેરવાના કપડાના છેડાથી સંઘટ્ટો કર્યો. તથા બહાર ખુલ્લામાં પાણીનો પરિભોગ કર્યો. બીજ–વનસ્પતિકાય ઉપર પગ ચાંપીને ચાલતા હતા. અવિધિથી ખારી જમીન ઉપર ચાલીને મધુર જમીન પર સંક્રમણ કર્યું તથા માર્ગમાં ચાલ્યા પછી સાધુએ સો ડગલા ચાલ્યા પછી ઇરિયાવહિયં પ્રતિક્રમવા જોઈએ (તે ન પ્રતિક્રખ્યા).
તેવી રીતે ચાલવું જોઈએ, તેવી રીતે ચેષ્ટા કરવી જોઈએ, તેવી રીતે બોલવું જોઈએ, તેવી રીતે શયન કરવું જોઈએ કે જેથી કરીને છ કાયના જીવોને સૂક્ષ્મ કે બાદર, પર્યાપ્તા કે અપર્યાપ્તા, આવતા-જતા સર્વ જીવ, પ્રાણ, ભૂતો કે સત્વોને સંઘટ્ટ, પરિતાપન, કિલામણા કે ઉપદ્રવ ન થાય. આ સાધુઓએ કહેલાં આ સર્વેમાંથી એક પણ કર્યું – અહીં દેખાતું નથી.
-
વળી મુહપત્તિનું પડિલેહણ કરતા એવા સાધુને મેં પ્રેરણા આપી કે વાયુકાયનો
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org