________________
શ્રમણ કથાઓ
૩૫૧
સમજાવવો કે હાલ કાલક્ષેપ કરવો ? કાળ પસાર થશે તો તેના કષાય શાંત થશે અને પછી મારી કહેલી સર્વ વાતનો સ્વીકાર કરશે અથવા તો અત્યારનો આ પ્રસંગ એવો છે કે તેના સંશયને દૂર કરી શકીશ. જ્યાં સુધી વિશેષ સમજ આપવામાં નહીં આવે ત્યાં સુધી આ ભકિક ભાઈને કંઈ સમજાશે નહીં એમ વિચારીને નાગિલ નાનાભાઈ સુમતિને આ પ્રમાણે કહેવા લાગ્યો૦ નાગિલ દ્વારા સુમતિને બોધ આપવા પ્રયત્ન :
હે બંધ ! હું તને દોષ આપતો નથી. હું આ વિષયમાં મારો જ દોષ માનું છું કે, હિતબુદ્ધિથી સગાભાઈને પણ કહેવામાં આવે તો તે કોપાયમાન થાય છે. આઠ કર્મોની જાળમાં સપડાએલ જીવોનો જ અહીં દોષ છે કે ચારે ગતિઓમાંથી બહાર કાઢનાર હિતોપદેશ તેમને અસર કરતો નથી. સજ્જડ રાગ, દ્વેષ, કદાગ્રહ, અજ્ઞાન, મિથ્યાત્વના દોષથી ખવાઈ ગયેલા મનવાળા આત્માઓને હિતોપદેશરૂપ અમૃત પણ કાલકૂટ વિષ સમાન ભાસે છે.
એમ સાંભળીને સુમતિએ કહ્યું, તમે જ સત્યવાદી છો અને આ પ્રમાણે બોલી શકે છે. પરંતુ સાધુઓના અવર્ણવાદ બોલવા તે બીલકુલ યોગ્ય ન ગણાય. તમે તે મહાનુભાવોના બીજા આચાર તરફ કેમ નજર કરતા નથી ? છઠ, અઠમ, ચાર-પાંચ ઉપવાસ, માસક્ષમણ આદિ તપ કરીને આહાર ગ્રહણ કરનારા ગ્રીષ્મ કાળમાં આતાપના લેતા નથી ? તેમજ વીરાસન, ઉત્સુટુકાસન વિવિધ પ્રકારના અભિગ્રહો ધારણ કરવા, કષ્ટવાળા તપો કરવા ઇત્યાદિ ધર્માનુષ્ઠાન આચરીને માંસ અને લોહી જેમણે સુકવી નાંખેલ છે, આવા પ્રકારના ગુણયુક્ત મહાનુભાવ સાધુઓને તમારા સરખા મહાનૂ ભાષા સમિતિવાળા મોટા શ્રાવક થઈને આ સાધુઓ કુશીલવાળા છે એવો સંકલ્પ કરવો યુક્ત નથી.
ત્યારપછી નાગિલે કહ્યું કે, હે વત્સ! આ તેમના ધર્માનુષ્ઠાનોથી તું સંતોષ ન પામ. જેમ હું આજે અવિશ્વાસથી લૂંટાયો છું. વગર ઇચ્છાએ આવી પડેલ પરાધીનતાથી ભોગવવાના દુઃખોથી... અકામ નિર્જરાથી પણ કર્મનો ક્ષય થાય છે. તો પછી બાલતપથી કર્મક્ષય કેમ ન થાય? આ સર્વેને બાલ તપસ્વીઓ જાણવા. શું તને તેઓનું ઉસૂત્ર માર્ગનું અલ્પ સેવાપણું દેખાતું નથી ? વળી હે વત્સ સુમતિ ? મને આ સાધુઓ ઉપર મનથી પણ સૂક્ષ્મ પ્રદ્વેષ નથી કે જેથી હું તેમનો દોષ ગ્રહણ કરું છું પણ તીર્થકર ભગવંતની પાસેથી એ પ્રમાણે અવધારણ કરેલું છે કે કુશીલ તરફ દૃષ્ટિ પણ ન કરવી.
ત્યારે સુમતિએ નાગિલને કહ્યું કે, જેવા પ્રકારનો તે નિબુદ્ધિ છે, તેવા જ પ્રકારના તે તીર્થકર હશે જેથી તને આ પ્રમાણે કહ્યું. ત્યારપછી આ પ્રમાણે બોલનાર સુમતિના મુખરૂપી છિદ્રને પોતાના હસ્તથી બંધ કરીને નાગિલે તેને કહ્યું, અરે ! હે ભદ્રમુખ ! જગના મહાનું ગુર તીર્થકર ભગવંતની આશાતના ન કર, મને તારે જે કહેવું હોય તે ભલે કહે. હું તને કોઈ પ્રત્યુત્તર નહીં આપુ.
ત્યારે સુમતિએ તેને કહ્યું કે, આ જગતમાં આ સાધુઓ પણ જો કુશીલ હોય તો પછી સુશીલ સાધુઓ ક્યાંય મળશે નહીં. ત્યારે નાગિલે કહ્યું કે, હે ભદ્રમુખ ! સુમતિ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org