________________
આગમ કથાનુયોગ–૩
અને તારા મંડલથી પણ ઉપર સૌધર્મ, ઇશાનાદિ કલ્પો અને ૩૧૮ ત્રૈવેયક વિમાનવાસો– ઉલ્લંઘીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયેલ છે. ત્યાં દેવોની તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે. ત્યાં નિષધ દેવની પણ તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે.
૩૪૮
હે ભદન્ત ! તે નિષધદેવ આયુ ક્ષય, ભય ક્ષય અને સ્થિતિ ક્ષય થયા પછી તે દેવલોકથી ાવિત થઈને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ?
હે વરદત્ત આ જંબુદ્રીપ નામના દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં ઉન્નાત નગરમાં વિશુદ્ધ પિતૃ વંશવાળા રાજકુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે. ત્યારબાદ બાલ્યકાળ વીત્યા પછી, વિજ્ઞાત અવસ્થા પામશે, પછી યુવાવસ્થાને પ્રાપ્ત કર્યા પછી તથારૂપ સ્થવીરોની પાસે કેવળ બોધિ પ્રાપ્ત કરશે. પછી ગૃહત્યાગ કરી અણગાર પ્રવ્રજ્યા પ્રાપ્ત કરશે.
ત્યારપછી તે ઇર્યાસમિતિ આદિથી યુક્ત – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારી અણગાર થશે. ત્યારે તે ઘણાં જ ઉપવાસ, છટ્ઠ, અઠમ, દશમ, દ્વાદશ, માસક્ષમણ – અર્ધમાસક્ષમણરૂપ વિચિત્ર તપોકર્મથી આત્માને ભાવિત કરતા ઘણાં વર્ષોનો ભ્રામણ્ય પર્યાયનું પાલન કરશે. પાલન કરીને માસિક સંલેખના દ્વારા આત્માની ઝોસણા કરશે. ઝોસણા કરીને અનશન દ્વારા સાઈઠ ભક્તોનું છેદન કરશે.
ત્યારપછી જે મોક્ષ પ્રાપ્તિને માટે (જે હેતુને માટે) તેમણે નગ્રભાવ, મુંડભાવ, સ્નાન ત્યાગ, દંતધાવન ત્યાગ, છત્ર ત્યાગ, ઉપાનહ આદિનો ત્યાગ, ફલક શય્યા, કાષ્ઠ શય્યા, કેશનો લોચ, બ્રહ્મચર્યવાસ, ભિક્ષાર્થ પરગૃહ પ્રવેશ, ભિક્ષાના લાભમાં કે અલાભમાં સમભાવ, ઇન્દ્રિયોના અનુકૂળ કે પ્રતિકૂળ શબ્દાદિને વીતરાગ ભાવથી સહન આદિ કરાય છે, તે મોક્ષની આરાધના કરશે. આરાધના કરીને ચરમ ઉચ્છવાસ નિઃશ્વાસે સિદ્ધ થશે - યાવત્ – સર્વ દુઃખોનો અંત કરશે.
૦ આગમ સંદર્ભ :વÈિ. ૨, ૩;
— * — *
૦ માયની (માલિ) આદિ કુમાર કથા :
(૧) માયની (માલિ), (૨) વહ, (૩) વેહ (વેહલ), (૪) પગતા, (૫) યુક્તિ (જુત્તિ), (૬) દશરથ, (૭) દૃઢરથ, (૮) મહાધનુ (૯) સપ્તધનુ, (૧૦) દશધનુ અને (૧૧) શતધનુ. એ અગિયાર કુમારોની કથા છે.
આ અગિયારે કુમારોની કથા કંઈપણ હીનતા કે અધિકતા રહિતપણે નિષકુમાર મુજબ જ સમજી લેવી.
-
૦ આગમ સંદર્ભ : વષ્ટિ. ૨, ૪;
× —
નોંધ :— અગિયાર અંગ સૂત્રો અને બાર ઉપાંગ સૂત્રો એ ત્રેવીશ મૂળ આગમમાં આવતી કથાઓ સર્વ સંદર્ભ સહ રજૂ કરી છે દશ પયત્રામાં મુખ્યત્વે (૧) ભક્ત પરિજ્ઞા, (ર) સંસ્તારક અને (૩) મરણ સમાધિમાં કિંચિંતુ કથાનુયોગ જોવા મળે છે. પણ તે ઘણો બધો નાનો કે લઘુકથારૂપ છે,
Jain Education International
આવ.યૂ.૧-૫ ૧૧૨;
=
For Private & Personal Use Only
www.jainelibrary.org