________________
૩૩૬
આગમ કથાનુયોગ-૩
૦ આગમ સંદર્ભ :રાય. ૮૪;
૦ પદ્મ-કથા :
તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી. પૂર્ણભદ્ર નામક ચૈત્ય હતું. ત્યાં કોણિક નામે રાજા હતો, પદ્માવતી રાણી હતી.
શ્રેણિક રાજાની એક પત્ની અને રાજા કોણિકની નાની માતા કાલી નામની દેવી હતી. જે સુકુમાલ હાથપગવાળી – યાવત્ – સુરૂપ હતી. તે કાલી રાણીનો પુત્ર કાલ નામનો કુમાર હતો. તે સુકુમાર – યાવત્ – રૂ૫ સૌંદર્ય સંપન્ન હતો.
તે કોલકુમારને પદ્માવતી નામે પત્ની હતી. તે સુકુમાર – યાવત્ – સુંદર રૂપવાળી હતી – યાવત્ – વિચરણ કરતી હતી. ૦ પદ્મનો જન્મ :
ત્યારે તે પદ્માવતી રાણી અન્યદા કોઈ સમયે, તે તેવા પ્રકારના વાસગૃહમાં કે જેમાં ચિત્રકર્મ આદિ કરાયેલ હતા, ત્યાં સૂતેલી હતી – યાવત્ – સ્વપ્નમાં સિંહ જોઈને જાગી. જન્મથી લઈને નામકરણ પર્યતનું સર્વ વર્ણન મહાબલ સમાન જાણવું જોઈએ
– કેમકે અમારો આ બાળક કાળકુમારનો પુત્ર, પદ્માવતી દેવીનો આત્મજ છે, તેથી અમારા આ બાળકનું નામ પદ્મ થાઓ. ત્યારપછીનું શેષ વૃત્તાંત મહાબલ સદેશ જાણવું. આઠ વસ્તુ પ્રીતિદાનમાં મળી – યાવત્ – શ્રેષ્ઠ પ્રાસાદ ઉપર વિચરવા લાગ્યો. ૦ પઘની પ્રવજ્યા :
- સ્વામી (શ્રમણ ભગવંત મહાવી) પધાર્યા. પર્ષદા નીકળી, કોણિક પણ નીકળ્યો. પઘકુમાર પણ મહાબલની માફક ધર્મ સાંભળવાને માટે નીકળ્યો. તે જ પ્રમાણે માતાપિતાને પૂછયું – યાવત્ – પ્રવ્રુજિત થયો. અણગાર થઈ ગયા. ઈર્યાસમિતિનું પાલન કરતા – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારી થઈ ગયા.
ત્યારપછી પા અણગાર શ્રમણ ભગવંત મહાવીરના તથારૂપ Wવીરોની પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. કરીને ઉપવાસ, છઠ, અઠમ આદિ તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
ત્યારપછી તે પા અણગાર તે ઉદાર તપકર્મ વડે મેઘની સદશ, તે જ પ્રકારે ધર્મ જાગરણા ચિંતન અને જે રીતે મેઘ અણગારે પૂછેલ ઇત્યાદિ એ જ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીરને પૂછ્યું. વિપુલ – યાવત્ – પાદપોપગમન સંથારો કર્યો, તથારૂપ શ્રમણ પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. એક માસની સંલેખના વડે આત્માની ઝોસણા કરી અને અનશન દ્વારા સાઈઠ ભક્તોનું છેદન કરી, અનુક્રમે કાળધર્મ પામ્યા, Wવીરો ઉતર્યા. ૦ પદ્મ અણગારની ગતિ :
ભગવદ્ ગૌતમે (પદ્મ અણગારની ગતિ વિશે) પૂછયું. સ્વામીએ કહ્યું – યાવત્ - અનશન દ્વારા સાઈઠ ભક્તોનું છેદન કરી, આલોચના–પ્રતિક્રમણ કરીને ચંદ્ર આદિની ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org