________________
શ્રમણ કથાઓ
મણિપદિકા નગરી હતી. મણિભદ્ર ગાથાપતિ હતો. સ્થવીરો પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. અગિયાર અંગોનું અધ્યયન કર્યું. ઘણાં વર્ષો સુધી શ્રમણપર્યાયનું પાલન કર્યું, માસિક સંલેખના કરી, અનશન દ્વારા સાઈઠ ભક્તોનું છેદન કર્યું. મણિભદ્ર વિમાને દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં તેમની બે સાગરોપમની સ્થિતિ થઈ.
મહાવિદેહમાં સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો ક્ષય કરશે.
૦ આગમ સંદર્ભ :પુલ્ફિ. ૧૦
૦ દત્ત આદિ કથા ઃ
-
(૧) દત્ત, (૨) શિવ, (૩) બલ, (૪) અનાધૃત.
આ ચારે દેવોની કથા પૂર્ણભદ્ર – કથા
-
-
X
-
X
આ ચારે દેવોની બેબે સાગરોપમની સ્થિતિ હતી.
આ ચારે દેવોના વિમાનોનું નામ દેવ સટશ જાણવું.
પૂર્વભવમાં (૧) દત્તની ચંદના નામે નગરી હતી, (૨) શિવની મિથિલા નામે નગરી હતી, (૩) બલની હસ્તિનાપુર નામે નગરી હતી અને (૪) અનાધૃતની કાકંદી નામે
નગરી હતી.
-
X
Jain Education International
• ચૈત્યોના નામ સંગ્રહણી ગાથાનુસાર જાણવા. ૦ આગમ સંદર્ભ
પુપ્તિ. ૧૧;
મુજબ જાણવી.
X
--
૩૪૩
૦ નિષધ કથા ઃ
તે કાળ, તે સમયે દ્વારાવતી નામની નગરી હતી, જે બાર યોજન લાંબી – યાવત્ – સાક્ષાત્ દેવલોક સદૃશ હતી. પ્રાસાદીય - યાવત્ – પ્રતિરૂપ હતી.
-
તે દ્વારાવતી નગરીની બહાર ઈશાન ખૂણામાં રૈવતક નામે પર્વત હતો. તે ઘણો ઊંચો હતો. તેના શિખર ગગનતલને સ્પર્શ કરતા હતા. તે વિવિધ પ્રકારના વૃક્ષો, ગુચ્છો, ગુલ્મો, લતાઓ અને વેલીઓથી વ્યાપ્ત હતો. હંસ, મૃગ, મોર આદિ પશુ—પક્ષીઓના કલરવથી ગુંજતો રહેતો હતો. તેમાં અનેક તટ, મેદાન, ગુફા, ઝરણા, પ્રપાત, પ્રાભાર અને શિખર હતા. તે પર્વત અપ્સરાઓના સમૂહો, દેવોના સમુદાયો, ચારણ અને વિદ્યાધરયુગલોથી વ્યાપ્ત રહેતો હતો. ત્રણે લોકમાં બળવાન્ મનાતા દશારવંશીય વીર પુરુષો દ્વારા ત્યાં નિત્ય નવા-નવા ઉત્સવ મનાવાતા હતા. તે પર્વત સૌમ્ય, સુભગ, જોવામાં પ્રિય, સુરૂપ, પ્રાસાદિય, દર્શનીય, મનોરમ અને મનોહર હતો.
તે રૈવતક પર્વતથી અધિક દૂર નહીં – અધિક નજીક નહીં. તેવા સ્થાને નંદનવન નામે ઉદ્યાન હતો. તે સર્વ ઋતુઓ સંબંધી પુષ્પો અને ફળોથી સમૃદ્ધ, રમણીય, નંદનવનની સમાન આનંદપ્રદ, દર્શનીય, મનોહર અને મનાભિરામ હતું.
તે નંદનવન ઉદ્યાનના અતિ મધ્ય ભાગમાં સુરપ્રિય યક્ષનું યક્ષાયતન હતું. તે ઘણું
For Private & Personal Use Only
www.jainelibrary.org