________________
૩૪૨
આગમ કથાનુયોગ-૩
કરી લેવું.
ત્યાં ચંદ્ર નામે રાજા હતો. તારાકીર્ણ નામે ચૈત્ય હતું. તે મણિપદિકા નગરીમાં પૂર્ણભદ્ર નામક ગાથાપતિ રહેતો હતો. જે ધનાઢ્ય – યાવત્ – અપરાભૂત હતો. તે કાળ, તે સમયે જાતિસંપન્ન – કાવત્ - જીવનની આકાંક્ષા અને મરણના ભયથી રહિત, બહુશ્રુત, ઘણાં શિષ્ય સમુદાયવાળા સ્થવર ભગવંત પૂર્વાનુપૂર્વી ક્રમે વિચરતા એવા – યાવત્ – પધાર્યા. પર્ષદા નીકળી, ત્યારપછી તે પૂર્ણભદ્ર ગાથાપતિ આ વૃત્તાંતને સાંભળી હર્ષિત અને સંતુષ્ટ થતો એવો – યાવત્ – ભગવતીજી સૂત્રમાં આવતા ગંગદત્તના કથા મુજબ નીકળે છે – યાવત્ – દીક્ષિત થઈને – યાવતુ – ગુપ્ત બ્રહ્મચારી થઈ ગયા.
ત્યારપછી તે પૂર્ણભદ્ર અણગાર સ્થવર ભગવંતોની પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને ઘણાં ઉપવાસ, છઠ, અઠમ આદિ તપથી – યાવત્ – આત્માને ભાવિત કરીને ઘણાં વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કર્યું. પાલન કરીને માસિક સંલેખના અને અનશન દ્વારા સાઈઠ ભક્તોનું છેદન કરીને, આલોચના–પ્રતિક્રમણ કરી, સમાધિ પ્રાપ્ત થઈને કાળમાસે કાળ કરીને સૌધર્મ કલ્પમાં પૂર્ણભદ્ર વિમાનમાં ઉપપાત સભામાં દેવશયનીય શય્યામાં – યાવત્ – ભાષા મનઃ પર્યાપ્તિથી પર્યાપ્ત ભાવને પામ્યા.
આ પ્રમાણે હે ગૌતમ ! પૂર્ણભદ્ર દેવે તે દિવ્ય દેવઋદ્ધિ – યાવત્ – અધિગત કરી છે. ૦ પૂર્ણભદ્ર દેવની સ્થિતિ અને ગતિ :
હે ભગવન્! પૂર્ણભદ્ર દેવની સ્થિતિ કેટલા કાળની કહી છે ? હે ગૌતમ ! બે સાગરોપમની સ્થિતિ કહી છે.
હે ભગવન્! તે પૂર્ણભદ્ર દેવ તે દેવલોકથી – યાવત્ – ક્યાં જશે ? કયાં ઉત્પન્ન થશે ?
હે ગૌતમ ! મહાવિદેહ વર્ષમાં ઉત્પન્ન થઈને સિદ્ધિને પ્રાપ્ત કરશે – યાવત્ – સર્વ દુઃખનો અંત કરશે.
૦ આગમ સંદર્ભ :પુષ્ક્રિ. ૯;
– ૪ – ૪ – ૦ મણિભદ્ર કથા :
તે કાળે, તે સમયે રાજગૃહ નગર હતું. ગુણશિલક ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતો. સ્વામી–ભગવંત મહાવીર સમોસર્યા.
તે કાળે, તે સમયે મણિભદ્ર દેવ સુધર્માસભામાં મણિભદ્ર સિંહાસન પર ૪૦૦૦ સામાનિક દેવોથી પરિવરાયેલો હતો. પૂર્ણભદ્રની સમાન મણિભદ્ર દેવનું આગમન થયું. નાટ્યવિધિ દેખાડી, પાછો ગયો.
ભગવદ્ ગૌતમે આ મણિભદ્ર દેવના પૂર્વભવના વિષયમાં શ્રમણ ભગવંત મહાવીરને આ પ્રમાણે પૂછયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org