________________
આગમ કથાનુયોગ-૩
વિશેષ એટલું કે તેમનું યાન—વિમાન ૧૦૦૦ યોજન વિસ્તીર્ણ, ૬૩।| યોજન ઊંચુ અને મહેન્દ્ર ધ્વજ ૨૫ યોજન ઊંચો છે. શેષ કથન સૂર્યાભદેવ સમાન જાણવું – યાવત્ જ્યોતિષ્મેન્દ્ર ચંદ્ર આવ્યો. ભગવંત મહાવીર સન્મુખ નાટ્ય વિધિ દેખાડી, તે જ પ્રમાણે પાછો ગયો.
૩૪૦
હે ભગવન્ ! એ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીરને સંબોધિત કરી ભગવન્ ગૌતમે પૂછયું, “ યાવત્ – હે ગૌતમ ! કૂટાગાર શાળામાં પ્રવેશ કરવાની માફક તે શરીરમાં પ્રવિષ્ટ થઈ ગઈ. અર્થાત્ આ સર્વ નાટ્યવિધિની રચના કરી, નાટક દેખાડી, તેણે પોતાના શરીરમાં પ્રવેશ કરાવી દીધો. પછી ભગવન્ ગૌતમે પૂછયુ, તે પૂર્વજન્મમાં કોણ હતો ? ત્યારે ભગવંતે તેને ઉત્તર આપ્યો, હે ગૌતમ ! ૦ જ્યોતિષ્મેન્દ્ર ચંદ્રનો પૂર્વભવ :–
-
તે કાળે, તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી. ત્યાં કોષ્ટક નામે ચૈત્ય હતું. તે શ્રાવસ્તી નગરીમાં અંગતિ નામે ગાથાપતિ હતો. જે ધન, વૈભવ આદિથી સંપન્ન – યાવત્ અપરાભૂત હતો. તે અંગતિ ગાથાપતિ વાણિજ્યગ્રામના આનંદ ગાથાપતિની માફક ઘણાં જ નગરવાસીઓ, વેપારીઓ આદિને માટે આધારભૂત થઈને શ્રાવસ્તી નગરીમાં રહેતો હતો.
-
તે કાળ, તે સમયમાં ભગવંત મહાવીરની માફક ધર્મની આદિને કરનારા, નવ હાથ ઊંચા પુરુષાદાનીય પાર્શ્વ અર્હત્ ૧૬,૦૦૦ શ્રમણો અને ૪૮,૦૦૦ આર્થિકાઓના સમૂહની સાથે – યાવત્ - કોષ્ટક ચૈત્યમાં પધાર્યા, પર્ષદા નીકળી.
-
ત્યારપછી તે અંગતિ ગાથાપતિ આ ઇષ્ટ વૃત્તાંતને સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થઈને કાર્તિક શ્રેષ્ઠીની માફક નીકળે છે - યાવત્ – પર્યાપાસના કરે છે. ધર્મ શ્રવણ કરીને અને અવધારીને નીકળે છે. પરંતુ વિશેષ એ કે, હે દેવાનુપ્રિય ! મોટા પુત્રને કુટુંબમાં સ્થાપિત કરીશ. ત્યારપછી હું આપ દેવાનુપ્રિયની પાસે – યાવત્ - પ્રવ્રુજિત થઈશ. જે પ્રમાણે ગંગદત્ત પ્રવ્રુજિત થયો, તે જ પ્રમાણે અંગતિ પ્રવ્રુજિત થયા યાવત્ – તે ગુપ્ત બ્રહ્મચારી થઈ ગયા.
ત્યારપછી તે અંગતિ અણગારે પાર્શ્વ અર્જુના તથારૂપ સ્થવીરોની પાસે અગિયાર અંગોનું અધ્યયન કરીને ઘણાં ઉપવાસ યાવત્ ભાવના કરતા વર્ષો સુધી શ્રમણપર્યાયનું પાલન કર્યું. કરીને અર્ધમાસિક સંલેખના અને અનશન દ્વારા ત્રીશ ભક્તોનું છેદન કરીને પરંતુ શ્રામણ્યની (કિંચિત) વિરાધના કરનારો થઈને કાળમાસમાં કાળ કરીને ચંદ્રાવતંસક વિમાનમાં ઉપપાત સભામાં દેવદૃષ્ય વસ્ત્રથી આચ્છાદિત દેવશય્યામાં જ્યોતિસ્કેન્દ્ર ચંદ્રના રૂપે ઉત્પન્ન થયો.
૦ જ્યોતિષ્ઠ ચંદ્ર અને તેની ભાવિ ગતિ :
-
-
Jain Education International
ત્યારપછી તે જ્યોતિકેન્દ્ર જ્યોતિષાજ ચંદ્ર અધુનોત્પન્ન થઈને – અથવા તુરંતનો ઉત્પન્ન થયેલ તે ચંદ્ર જ્યોતિષ્મેન્દ્ર, જ્યોતિષ્ક રાજાએ પાંચ પ્રકારની પર્યાપ્તિઓથી પર્યાપ્ત ભાવને પ્રાપ્ત થયો. તે આ પ્રમાણે :- (૧) આહાર પર્યાપ્તિ, (૨) શરીર પર્યાતિ, (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ, (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ અને (૫) ભાષા—મન:પર્યાસિ.
For Private & Personal Use Only
www.jainelibrary.org