________________
ભ્રમણ કથાઓ
હે ભગવન્ ! જ્યોતિષેન્દ્ર, જ્યોતિષ્ક રાજા ચંદ્રની કેટલા કાળની સ્થિતિ કહેવામાં આવી છે ?
હે ગૌતમ ! એક લાખ વર્ષ અધિક પલ્યોપમ પ્રમાણની છે.
તે પ્રમાણે હે ગૌતમ ! જ્યોતિષ્ક રાજા ચંદ્રને તે દિવ્યઋદ્ધિ પ્રાપ્ત થઈ છે. હે ભગવંત ! જ્યોતિષ્મેન્દ્ર જ્યોતિષ્ઠરાજા ચંદ્ર આયુક્ષય, ભવક્ષય, સ્થિતિ ક્ષય થયા પછી તે દેવલોકથી ચ્યવીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સિદ્ધિને પ્રાપ્ત કરશે – યાવત્ – સર્વ દુઃખોનો અંત કરશે.
-
પુષ્ઠિ. ૩;
૦ આગમ સંદર્ભ ઠા. ૯૭૫ની વૃ;
-- * *
૦ સુપ્રતિષ્ઠ કથા :
તે કાળે, તે સમયે રાજગૃહ નામક નગર હતું. ગુણશીલક ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતો. ભગવંત મહાવીર સમોસર્યા. જે પ્રમાણે ચંદ્ર આવેલ હતો, એ જ પ્રમાણે સૂર્ય પણ આવ્યો – યાવત્ – નાિિવધ દેખાડી પાછો ચાલ્યો ગયો.
૦ સૂર્યનો પૂર્વભવ :–
૩૪૧
-
ગૌતમસ્વામીએ પૂર્વભવ પૂછ્યો. શ્રાવસ્તી નામક નગરી હતી. ત્યાં સુપ્રતિષ્ઠ નામે ગાથાપતિ હતો. જે અંગતિની માફક ધનાઢ્ય – યાવત્ – અપરિભૂત હતો. ~ યાવત્ - વિચરતો હતો. પાર્શ્વસ્વામીનું આગમન થયું, અંગતિની માફક સુપ્રતિષ્ઠ પણ પ્રવ્રુજિત થયો. તેની જેમજ શ્રામણ્યની વિરાધના કરનારો – યાવત્ – મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરશે – યાવત્ – સર્વ દુઃખોનો અંત કરશે.
૦ આગમ સંદર્ભ :ઠા. ૯૭૫ની વૃ;
= x = X
Jain Education International
૦ પૂર્ણભદ્ર કથા ઃ
તે કાળ, તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણશિલક નામે ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતો. સ્વામી–ભગવંત મહાવીર પધાર્યા. પર્ષદા નીકળી. ૦ પૂર્ણભદ્ર દેવનું આગમન :–
પુષ્ઠિ. ૪;
તે કાળ, તે સમયે સૌધર્મકલ્પના પૂર્ણભદ્ર વિમાનાં સુધર્મા સભામાં ૪૦૦૦ સામાનિક દેવોની સાથે પૂર્ણભદ્ર સિંહાસન પર બેસીને પૂર્ણભદ્રદેવ સૂર્યાભદેવ સદેશ યાવત્ – બત્રીશ પ્રકારની નાટ્યવિવિધ દેખાડીને જે દિશાથી પ્રગટ થયો હતો, તે જ દિશામાં પાછો ચાલ્યો ગયો. કૂટાગાર શાળાનું દૃષ્ટાંત જાણવું. ગૌતમે પૂર્ણભદ્ર દેવનો પૂર્વભવ પૂછ્યો. હે ગૌતમ ! આ પ્રમાણે છે—
.
પૂર્ણભદ્રનો પૂર્વભવ :--
તે કાળે, તે સમયે આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં મણિપદિકા નામની નગરી હતી. જે ઋદ્ધિ સંપન્ન, ભયરહિત અને ધનધાન્યાદિથી સંપન્ન હતી – યાવત્ – તેનું વર્ણન
For Private & Personal Use Only
www.jainelibrary.org