________________
શ્રમણ કથાઓ
૩૩૭
સૌધર્મ કલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં તેમની બે સાગરોપમની આયુ સ્થિતિ થઈ.
હે ભગવન્! તે પહ્મદેવ આયુક્ષય થયા પછી તે દેવલોકથી ઍવીને ક્યાં જશે ? હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં દૃઢપ્રતિજ્ઞ સદશ – યાવતું – સર્વ દુઃખોનો અંત કરશે.
૦ આગમ સંદર્ભ :કપ્પ. ૧;
– ૪ – ૪ – ૦ મહાપદ્મ કથા :
તે કાળે, તે સમયે ચંપા નામક નગરી હતી. પૂર્ણભદ્ર ચૈત્ય હતું. કોણિક રાજા હતો. પદ્માવતી રાણી હતી.
તે ચંપાનગરીમાં રાજા શ્રેણિકની એક પત્ની અને કોણિકની નાની માતા સુકાલી નામે રાણી હતી. તે સુકાલિ રાણીનો સુકલકુમાર નામે પુત્ર હતો. તે સુકમાલ કુમારને મહાપડ્યા નામે પત્ની હતી, જે સુકુમાલ – યાવત્ – સુંદર હતી.
ત્યારપછી તે મહાપઘા રાણીએ અન્યદા કોઈ દિવસે તે તેવા પ્રકારની શય્યામાં ઇત્યાદિ બધું વર્ણન પદકુમાર સમાન જાણવું. બાળકનું નામ મહાપદ્મ રાખ્યું – યાવતું – તે સર્વ દુઃખોનો અંત કરશે. વિશેષ એ કે તે ઇશાન કલ્પે દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાં તેની ઉત્કૃષ્ટ સ્થિતિ હતી.
૦ આગમ સંદર્ભ :– કષ્પ ૧, ૨;
૦ ભદ્ર કથા :
– ભદ્રકુમારની કથા પદ્મકુમાર માફક જ જાણવી.
– વિશેષતા એ છે કે શ્રેણિક રાજાના પુત્ર મહાકાલનો પુત્ર હતો. તેની માતાનું નામ ભદ્રા હતું. તેણે પ્રવજ્યા અંગીકાર કરી, તેણે ચાર વર્ષનો શ્રમણપર્યાય પાળ્યો. કાળધર્મ પામ્યા બાદ તે સનતકુમાર કલ્પે દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ હતી – થાવત્ – મહાવિદેહે તે સિદ્ધ થશે.
૦ આગમ સંદર્ભ :કપ. ૧, ૩;
– ૪
–
૪
-
૦ સુભદ્ર કથા :
- સુભદ્ર કુમારની કથા પઘકુમાર માફક જ જાણવી.
- વિશેષતા એ છે કે શ્રેણિક રાજાના પુત્ર કૃષ્ણનો પુત્ર હતો. તેની માતાનું નામ સુભદ્રા હતું. તેણે ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. તેણે ચાર વર્ષનો શ્રમણપર્યાય પાળ્યો. કાળધર્મ પામ્યા બાદ તે માટેન્દ્ર કલ્પે દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ હતી. – યાવત્ – મહાવિદેહે તે સિદ્ધ થશે.
૩/૨૨),
Jain Lundation.ternational
For Private & Personal Use Only
www.jainelibrary.org