________________
શ્રમણ કથાઓ
૩૩૫
તીર્થકરના સાધુઓ દ્વારા કલ્પને યથાવત્ ગ્રહણ કરવો અને તેનું પાલન કરવું કઠિન છે.
જ્યારે મધ્યમ તીર્થકરોના સાધુઓ દ્વારા કલ્પને યથાવત્ ગ્રહણ કરવો અને તેનું પાલન કરવું સરળ છે.
હે ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો સંદેહ દૂર કર્યો. (એ જ પ્રમાણે) કેશીકુમાર શ્રમણે અચેલક અને સાંતરોત્તર ધર્મ વિષયક, કર્યાદિ શત્રુઓને જીતવા વિષયક, બંધનમુક્ત અને લઘુભૂત જીવન વિષયક, હૃદયમાંથી વિષતુલ્ય લતા છેદવા વિષયક, ઘોર પ્રચંડ અગ્રિને કઈ રીતે બુઝાવ્યો તે વિષયક, ભયંકર દુષ્ટ અશ્વો ઉન્માર્ગે જતા કઈ રીતે રોકવા તે બાબત ઇત્યાદિ અનેક પ્રશ્નો પૂછુયા.
સંશયો છેદાયા બાદ કેશી કુમાર શ્રમણે પંચમહાવ્રત ધર્મ અંગીકાર કર્યો. ૦ આગમ સંદર્ભ :ઉત્ત. ૮૪૭ થી ૯૩૫;
૦ દઢપ્રતિજ્ઞ કથા :
(આ કથાનક પ્રદેશી રાજાના સુભદેવના ભવ પછીના અનંતર ભવમાં વર્ણવાયેલ છે. ત્યાંથી જોવું)
...ત્યારપછી તે દૃઢપ્રતિજ્ઞ તથારૂપ સ્થવિરોથી કેવલબોધિ પ્રાપ્ત કરશે અને મુંડિત થઈને અનગાર પ્રવ્રજ્યા અંગીકાર કરશે. ઇર્ષા સમિતિ આદિ અનગાર ધર્મનું પાલન કરતા કરતા સુહત હુતાશનની માફક પોતાના તપ તેજથી ચમકશે, દીપ્તમાન થશે.
ત્યારપછી તે અનુત્તર જ્ઞાન, દર્શન, ચારિત્ર, અપ્રતિબદ્ધ વિહાર, આર્જવ, માવ, લાઘવ, ક્ષમા, ગુપ્તિ, મુક્તિ સર્વ સંયમ અને નિર્વાણની પ્રાપ્તિ જેનું ફળ છે એવા તપોમાર્ગથી આત્માને ભાવિત કરતા ભગવનું દૃઢપ્રતિજ્ઞને અનંત, અનુત્તર, સકળ, પરિપૂર્ણ, નિરાવરણ, નિર્ચાઘાત, અપ્રતિહત, સર્વોત્કૃષ્ટ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થશે.
ત્યારે તે દઢપ્રતિજ્ઞ ભગવદ્ અતુ, જિન, કેવલી થઈ જશે. જેમાં દેવ, મનુષ્ય, અસુર આદિ રહે છે એવા લોકના સમસ્ત પર્યાયોને તે જાણશે. આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉપપાત, તર્ક, ક્રિયા, મનોભાવો, ક્ષયપ્રાપ્ત, પ્રતિસવિત, આવિષ, કર્મ, રહસ કર્મ આદિ, પ્રગટ અને ગુપ્તરૂપથી થનારા તે–તે મન, વચન, કાયયોગમાં વિદ્યમાનું લોકવર્તી બધાં જીવોના સર્વભાવોને જાણતા – જોતા વિચરશે.
ત્યારપછી તે દૃઢપ્રતિજ્ઞ કેવલી આ પ્રકારે વિહારથી વિચરણ કરતા અનેક વર્ષો સુધી કેવલીપર્યાયનું પાલન કરી, આયુષ્યના અંતને જાણીને પોતાના અનેક ભોજનનો પ્રત્યાખ્યાન અને ત્યાગ કરીને અને અનશન દ્વારા ઘણાં ભોજનોનું છેદન કરીને જે સાધ્યની સિદ્ધિને માટે નમ્રભાવ, કેશલોચ, બ્રહ્મ, ચર્ય, નાનત્યાગ, દંત પાવનત્યાગ, પાદુકા ત્યાગ, ભૂમિશય્યા, કાષ્ટાસન, ભિક્ષાર્થ પરગૃહ પ્રવેશ, લાભ, અલાભમાં સમદષ્ટિ, માન, અપમાન સહેવા, બીજા દ્વારા કરાતી હીલના, નિંદા, ખિસા, તર્જના, તાડના, ગર્તા અને અનુકૂળપ્રતિકૂળ અનેક પ્રકારના પરીષહ, ઉપસર્ગ તથા લોકાપવાદ સહન કર્યા. મોક્ષની સાધના કરીને ચરમ શ્વાસોચ્છવાસે સિદ્ધ થશે, મુક્ત થશે, સકલ કર્મમલનો ક્ષય કરી અને સમસ્ત દુઃખોનો અંત કરશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org