________________
3 ૩૪
આગમ કથાનુયોગ-૩
સંઘથી પરિવૃત્ત ગ્રામાનુગ્રામ વિહાર કરતા શ્રાવસ્તી નગરીમાં આવ્યા. નગરની નજીક હિંદુક ઉદ્યાનમાં, જ્યાં પ્રાસુક નિર્દોષ શય્યા અને સંસ્કારક સુલભ હતા. ત્યાં રહ્યા.
તે જ સમયે ધર્મ તીર્થ પ્રવર્તક, જિન, ભગવાન્ વર્તમાન હતા. જે સમગ્ર લોકમાં પ્રખ્યાત હતા. તે લોકપ્રદીપ ભગવાનું વર્તમાનના વિદ્યા અને ચારિત્રના પારગામી, મહાન યશસ્વી ભગવદ્ ગૌતમ શિષ્ય હતા. બાર અંગોના જ્ઞાતા, પ્રબુદ્ધ ગૌતમ પણ શિષ્યસંઘથી પરિવૃત્ત થઈ ગ્રામાનુગ્રામ વિહાર કરતા શ્રાવતી નગરીમાં આવ્યા. નગરની નીકટના કોષ્ઠક ઉદ્યાનમાં જ્યાં પ્રાસુક શય્યા અને સંસ્કારક સુલભ હતા. ત્યાં રહ્યા.
કુમાર શ્રમણ કેશી અને મહાનું યશસ્વી ગૌતમ બને ત્યાં વિચરતા હતા. બંને આલીન અને સુસમાહિત હતા.
સંયત, તપસ્વી, ગુણવાનું અને ષકાયના સંરક્ષક બંને શિષ્ય સંઘોમાં આવું ચિંતન ઉત્પન્ન થયું – “આ કેવો ધર્મ છે?” અને “આ કેવો ધર્મ છે ?” આચાર ધર્મની પ્રસિધિ – “આ કેવી છે અને આ કેવી છે ?" આ ચતુર્યામ ધર્મ છે, તેનું પ્રતિપાદિન મહામુનિ પાર્શ્વનાથે કરેલ છે અને આ પંચમહાવ્રત ધર્મ છે, તેને મહામુનિ વર્ધમાન પ્રતિપાદન કરેલ છે આ અચેલક ધર્મ વર્તમાને બતાવેલ છે. આ સાન્તરોત્તર ધર્મ પાર્શ્વનાથે કહ્યો છે. એક જ લક્ષ્યથી પ્રવૃત્ત આ બંનેમાં આ ભેદવિશેષ કેમ ?
કેશી અને ગૌતમ બંનેએ શિષ્યોને પ્રવિતર્કિત જાણીને પરસ્પર મળવાનો વિચાર
કર્યો.
કેશી શ્રમણના કુળને જ્યેષ્ઠ કુળ જાણીને પ્રતિરૂપજ્ઞ ગૌતમ શિષ્ય સંઘની સાથે હિંદૂક વનમાં આવ્યા. ગૌતમને આવતા જોઈને કેશીકુમાર શ્રમણે તેમની સમ્યક્ પ્રતિરૂપ પ્રતિપત્તિ કરી, ગૌતમને બેસવાને માટે શીઘ તેમણે પ્રાસુક તૃણાદિ આપ્યા.
શ્રમણ કેશીકુમાર અને મહાયશસ્વી ગૌતમ બંને બેઠા હતા ત્યારે ચંદ્ર અને સૂર્યની માફક શોભતા હતા.
કુતૂહલની અબોધ દૃષ્ટિથી ત્યાં બીજા સંપ્રદાયોના ઘણાં પરિવ્રાજક આવ્યા. ઘણાં ગૃહસ્થો પણ આવ્યા. દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર અને અદશ્ય ભૂતોનો ત્યાં સમાગમ થયો.
કેશીએ ગૌતમને કહ્યું, હે મહાભાગ ! હું તમને કંઈક પૂછવા ઇચ્છું છું. આ પ્રમાણે કેશીએ કહ્યું. ત્યારે ગૌતમે જવાબ આપ્યો કે, હે ભંતે ! જેમ ઇચ્છા હોય તેમ પૂછો.
કેશીએ ગૌતમને કહ્યું, મહાભાગ ! આ ચતુર્યામ ધર્મ છે. જેનું મહામુનિ પાર્શ્વનાથે પ્રતિપાદન કર્યું છે અને આ પંચમહાવ્રત ધર્મ છે. તેનું પ્રતિપાદન મહામુનિ વર્ણમાને કરેલ છે. હે મેઘાવી ! એક જ ઉદ્દેશ્યને લઈને પ્રવૃત્ત થયા છે, તો પછી આ ભેદનું શું કારણ છે ? આ બે પ્રકારના ધર્મોમાં તમને વિપ્રત્યય કેમ નથી થતો ? ત્યારે ગૌતમે કહ્યું, તત્ત્વનો નિર્ણય જેમાં થાય છે, એવા ધર્મતત્ત્વની સમીક્ષા પ્રજ્ઞા કરે છે.
પહેલા તીર્થકરના સાધુ ઋજુ અને જડ હોય છે. અંતિમ તીર્થકરના સાધુ વક્ર અને જડ હોય છે. વચ્ચેના તીર્થકરોના સાધુ જ અને પ્રાજ્ઞ હોય છે. તેથી ધર્મ બે પ્રકારે કહેવાયેલ છે. પ્રથમ તીર્થકરના સાધુ દ્વારા કલ્પને યથાવત્ ગ્રહણ કરવો કઠિન છે. અંતિમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org