________________
330
૧૦ સુજાતકુમાર કથા ઃ
વીરપુર નામે નગર હતું. ત્યાં મનોરમ ઉદ્યાન હતું. વીરકૃષ્ણ મિત્ર નામે રાજા હતો. શ્રીદેવી રાણી હતી. સુજાત નામે કુમાર હતો. સુજાતકુમારના બલશ્રી આદિ ૫૦૦ શ્રેષ્ઠ કન્યા સાથે વિવાહ થયો. સ્વામી (ભગવંત મહાવીર) સમોસર્યા. સુજાતકુમારના પૂર્વભવ સંબંધી પૃચ્છા.
A
ઇષુકાર નામે નગર હતું. ત્યાં ઋષભદત્ત ગાથાપતિ હતો. પુષ્પદંત નામક અણગારને પ્રતિલાભિત કર્યા. મનુષ્ય આયુનો બંધ કર્યો. અહીં ઉત્પન્ન થયો – યાવત્ – મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. (શેષ સર્વ કથન સુબાહુકુમારની કથા મુજબ જાણવું.)
૦ આગમ સંદર્ભ :
વિવા. ૩૬, ૩૯;
-
-
• આગમ સંદર્ભ
વિવા. ૩૬, ૪૧;
×
૦ સુવાસવકુમાર કથા :—
વિજયપુર નામક નગર હતું. નંદનવન ઉદ્યાન હતું. અશોક નામક યક્ષનું આયતન હતું. વાસવદત્ત રાજા હતો. કૃષ્ણાદેવી હતી. તેને સુવાસવ નામક કુમાર હતો. ભદ્રા આદિ ૫૦૦ શ્રેષ્ઠ રાજકન્યા સાથે તેનો વિવાહ થયો – યાવત્ – પૂર્વભવની પૃચ્છા કરી.
Jain Education International
કૌશાંબી નામે નગરી હતી. ત્યાં ધનપાલ નામે રાજા હતો. તેણે વૈશ્રમણભદ્ર અણગારને પ્રતિલાભિત કર્યા યાવત્ અહીં ઉત્પન્ન થયો – યાવત્ મહાવિદેહ યાવત્ – સિદ્ધ થશે (શેષ સર્વકથા સુબાહુકુમાર કથા પ્રમાણે જાણવી) ૦ આગમ સંદર્ભ
ક્ષેત્રમાં
વિવ. ૩૬, ૪૦;
આગમ કથાનુયોગ-૩
X = X
૦ જિનદાસ કથા :
સૌગંધિકા નગરી હતી. નીલશોક ઉદ્યાન હતું. સુકાલ નામે યક્ષનું આયતન હતું. ત્યાં અપ્રતિહત રાજા હતો. સુકૃષ્ણા નામે રાણી હતી. તેનો પુત્ર મહાચંદ નામે કુમાર હતો. તેની પત્નીનું નામ અરહદત્તા હતું. તેમને જિનદાસ નામે પુત્ર હતો. ત્યાં તીર્થંકર (ભગવંત મહાવીર)નું આગમન થયું. પૂર્વભવ પૃચ્છા.
માધ્યમિકા નામની નગરી હતી. ત્યાં મેઘરથ રાજા હતો. તેણે સુધર્મ નામક અણગારને પ્રતિલાભિત કર્યા. યાવત્ – મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. (શેષ સર્વકથા સુબાહુકુમારની કથા મુજબ જાણવી.)
- X - *
For Private & Personal Use Only
www.jainelibrary.org