________________
૩૨૬
આગમ કથાનુયોગ-૩
હે ભગવન્! અહો ! સુબાહુકુમાર ઇષ્ટ, ઇષ્ટરૂપ, કાંત, કાંતરૂપ, પ્રિય, પ્રિયરૂપ, મનોજ્ઞ, મનોજ્ઞરૂપ, મહામ, મણામરૂપ, સૌમ્ય, સૌમ્યરૂપ, સુભગ, સુભગરૂપ, પ્રિયદર્શન અને સુરૂપ છે.
હે ભગવન્! સુબાહુકુમાર ઘણાં લોકોને ઇષ્ટ, ઇષ્ટરૂપ – ચાવત્ – સુરૂપ છે. તે ભગવન્! સુબાહુકુમાર સાધુજનોને ઇષ્ટ, ઇષ્ટરૂપ – યાવત્ – સુરૂપ છે.
હે ભગવન્! સુબાહકુમારને આ આવા પ્રકારની ઉદાર, મનુષ્ય ઋદ્ધિ કઈ રીતે પ્રાપ્ત થઈ ? – યાવત્ – અભિસમન્વાગત થઈ છે ? તે પૂર્વભવમાં કોણ હતો ?
હે ગૌતમ ! આ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમને સંબોધિત કરીને આ પ્રમાણે કહ્યું,
હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામે નગર હતું. જે દ્ધિસંપન્ન, ભયરહિત અને ધન્યધાન્યાદિથી સમૃદ્ધ હતું. તે હસ્તિનાપુરમાં સુમુખ નામનો ગાથાપતિ રહેતો હતો. જે ધનાઢ્ય – યાવત્ – અપરિભૂત હતો.
તે કાળ, તે સમયમાં ધર્મઘોષ નામના સ્થવિર, જે જાતિસંપન્ન – યાવત્ – ૫૦૦ શ્રમણોની સાથે અનુક્રમથી ગમન કરતા, એક ગામથી બીજે ગામ વિહાર કરતા, જ્યાં હસ્તિનાપુર નગર હતું, જ્યાં સહસ્ત્રાપ્રવન ઉદ્યાન હતું, ત્યાં આવ્યા. આવીને યથાપ્રતિરૂપ અવગ્રહ ધારણ કરીને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
તે કાળે, તે સમયે ધર્મઘોષ સ્થવરના અંતેવાસી, ઉદાર, ઘોર, ઘોરગુણ, ઘોર તપસ્વી, ઘોર બ્રહ્મચારી – કાયાના મમત્વના ત્યાગી, મહાનું તેજલેશ્યા સંપન્ન સુદત્ત અણગાર માસ–માસની તપશ્ચર્યા કરતા વિચરતા હતા.
ત્યારે તે સુદત્ત અણગાર માસક્ષમણના પારણે પહેલા પ્રહરે સ્વાધ્યાય કરતા હતા. ગૌતમસ્વામીની માફક જ સુદત્ત અણગાર ધર્મઘોષ સ્થવરને પૂછે છે – યાવત્ – ભ્રમણ કરતા – સુમુખ ગાથાપતિના ઘરમાં પ્રવેશ્યા ત્યારે તે સુમુખગાથાપતિ સુદત્ત અણગારને આવતા જ એ છે. જોઈને હર્ષિત–સંતુષ્ટ થઈને આસનેથી ઊભો થયો. ઊભો થઈ પાદપીઠથી નીચે ઉતર્યો. ઉતરીને પાદુકાઓને પગમાંથી ઉતારી.
ન ઉતારીને એકશાટિક ઉત્તરીય વસ્ત્રદુપટ્ટો શરીર પર ધારણ કર્યો, કરીને સુદત્ત અણગારના સત્કારના હેતુથી સાત-આઠ ડગલા સામે ગયો, સામે જઈને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, કરીને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને જ્યાં રસોઈગૃહ હતું, ત્યાં આવ્યો. આવીને પોતાના હાથેથી વિપુલ અશન, પાન, ખાદિમ,
સ્વાદિમ આહાર દાન કરીશ એમ વિચારીને પ્રસન્ન ચિત્ત થયો. દેતી વખતે પણ પ્રસન્નચિત્ત થયો અને પડિલાવ્યા પછી પણ પ્રસન્નચિત્ત થયો.
ત્યારપછી તે શુદ્ધ દ્રવ્યથી, શુદ્ધ ગ્રહણ કરનાર પાત્રથી અને શુદ્ધ દાતાથી, આ પ્રકારે ત્રિકરણ શુદ્ધિથી અને દ્રવ્ય, પાત્ર અને દાતા શુદ્ધિને કારણે સુદત્ત અણગારને પ્રતિલાભિત કરવાથી તે સુમુખ ગાથાપતિએ પોતાનો સંસાર અતિ અલ્પ કર્યો, મનુષ્યાયુનો બંધ કર્યો. તેના ઘરમાં આ પાંચ દિવ્યો પ્રગટ થયા. તે આ પ્રમાણે
સુવર્ણની વૃષ્ટિ, પંચરંગી, પુષ્પોની વૃષ્ટિ, વસ્ત્રોની વર્ષા, દેવદુંદુભિનો નાદ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org